Social Networking: નંબર 1 હિન્દી માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ તરીકે આગળ વધી રહ્યુ છે Koo, 50 % યૂઝર્સ હિન્દીમાં કરે છે વાત

|

Sep 08, 2021 | 4:16 PM

આગામી 5-6 વર્ષમાં ભારતીય ઈન્ટરનેટ યુઝર બેઝ અબજની સપાટીએ પહોંચવાની ધારણા છે. ભારતીય ભાષાના ઈન્ટરનેટ વપરાશકર્તાઓ અંગ્રેજી વપરાશકર્તાઓ કરતા વધુ ઝડપી દરે વૃદ્ધિ પામે તેવી અપેક્ષા છે.

Social Networking: નંબર 1 હિન્દી માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ તરીકે આગળ વધી રહ્યુ છે Koo, 50 % યૂઝર્સ હિન્દીમાં કરે છે વાત
Koo is emerging as the No. 1 Hindi microblogging platform

Follow us on

કૂ (Koo) ભારતનું માઇક્રોબ્લોગિંગ અને સોશિયલ મીડિયા (Social Media) પ્લેટોફોર્મ છે જે હવે ભારતીય ક્ષેત્રીય ભાષાઓમાં વાતચીત કરવાની જગ્યા બની ગઇ છે. કૂ ના 1 કરોડ યૂઝર્સમાંથી લગભગ 50 ટકા (50 લાખ) યૂઝર્સ હિન્દી ભાષામાં વાત કરે છે. આ સિવાય પ્લેટફોર્મ પર 52+ મિલિયન યૂઝર્સમાંથી લગભગ અડધા હિન્દી છે. બિન-અંગ્રેજી ભાષાઓમાં એક માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવીને કૂ એ પોતાની મૂળમાં સહજ લોકો માટે ઓનલાઇન વાતચીતમાં ભાગ લેવા અને એન્ગેજ થવાની તક આપી છે.

કૂ (koo) હિન્દી પર વાતચીત સામાજિક કારણો, રાજકીય વિચારો, બોલિવૂડ, રમતગમત, વર્તમાન બાબતો, તહેવારો, રાષ્ટ્રીય મહત્વના દિવસો, રાષ્ટ્રીય નેતાઓ સાથે સંબંધિત છે. કેટલાક માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર ઘણા દિવસો અને ઘણી વખત હાથ ધરાયેલા હિન્દી કન્ટેન્ટના અભ્યાસના આધારે, એવું જાણવા મળ્યું કે સરેરાશ, કૂ (Koo) પર હિન્દી પોસ્ટ્સની સંખ્યા અન્ય માઇક્રોબ્લોગિંગ સાઇટ પર હિન્દી પોસ્ટ્સની સંખ્યા કરતા બમણી છે. વધુમાં, છેલ્લા 4 મહિનામાં Koo પર હિન્દી વપરાશકર્તાઓની સંખ્યામાં 80% નો વધારો થયો છે અને તે જ સમયગાળામાં હિન્દીમાં koo (કૂ)ની સંખ્યા બમણી થઈ છે.

રિપોર્ટ અનુસાર, આગામી 5-6 વર્ષમાં ભારતીય ઈન્ટરનેટ યુઝર બેઝ અબજની સપાટીએ પહોંચવાની ધારણા છે. ભારતીય ભાષાના ઈન્ટરનેટ વપરાશકર્તાઓ અંગ્રેજી વપરાશકર્તાઓ કરતા વધુ ઝડપી દરે વૃદ્ધિ પામે તેવી અપેક્ષા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કેટલાક મુખ્યમંત્રીઓ માત્ર હિન્દીમાં વાતચીત કરે છે

ભારતીય રાજ્યોના કેટલાક મુખ્યમંત્રીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માત્ર હિન્દીમાં જ વાતચીત કરે છે. ઉદાહરણ તરીકે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (@myogiadityanath), અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત (@gehlotashok) માત્ર હિન્દીમાં જ પોસ્ટ કરે છે.

તેમના હિન્દી ભાષી વપરાશકર્તાઓ સુધી પહોંચવા માટે, બંને મુખ્યમંત્રીઓ કૂ એપ પર હિન્દીમાં પોસ્ટ કરે છે. આ સિવાય અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ કુ પર હિન્દીમાં પોસ્ટ કરે છે.

આ પણ વાંચો –

West Bengal : કોલકાતામાં ભાજપના સાંસદ અર્જુન સિંહના નિવાસ સ્થાન પર હુમલો, ભાજપે તૃણમૂલ કોંગ્રેસને ગણાવ્યું જવાબદાર

આ પણ વાંચો –

Mansukh Hiren Murder Case : પ્રદીપ શર્માએ સોપારી લઈને હત્યા કરી, પોલીસકર્મી સચિન વાઝેએ આપી હતી મોટી રકમ – NIA ચાર્જશીટ

આ પણ વાંચો –

મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ કિરુબાકરને જણાવ્યુ કે “સુપ્રીમ કોર્ટ માત્ર દિલ્હી અથવા આસપાસ રહેતા લોકો માટે નથી”

Published On - 3:59 pm, Wed, 8 September 21

Next Article