Mobile Hacking : તમારો ફોન તો નથી થયો ને હેક ? આ સરળ ટ્રીકથી જાણો

|

Aug 29, 2021 | 9:12 AM

ઈન્ટરનેટ બેન્કિંગથી લઈને ઈમેઈલ, સોશિયલ મીડિયા અને પર્સનલ ફોટોઝ લોકો ફોનમાં રાખે છે.તેવામાં જો ફોનને કોઈ હેક કરે છે તો તમારા પર્સનલ ડેટાના (Private Data) ઉપયોગથી તે તમને બ્લેક મેઈલ કરી શકે છે

Mobile Hacking : તમારો ફોન તો નથી થયો ને હેક ? આ સરળ ટ્રીકથી જાણો

Follow us on

ઈન્ટરનેટના યુગમાં દરેક વસ્તુ ઓનલાઈન થઈ શકે છે. લોકો પોતાની મહત્વની માહિતી પણ ફોનમાં સેવ કરે છે. ઈન્ટરનેટ બેન્કિંગથી લઈને ઈમેઈલ, સોશિયલ મીડિયા અને પર્સનલ ફોટોઝ લોકો ફોનમાં રાખે છે.તેવામાં જો ફોનને કોઈ હેક કરે છે તો તમારા પર્સનલ ડેટાના (Private Data) ઉપયોગથી તે તમને બ્લેક મેઈલ કરી શકે છે અથવા તો તમારા બેન્ક એકાઉન્ટને (Bank Account) ખાલી કરી શકે છે તેવામાં કેટલીક સામાન્ય વાતો પર ધ્યાન રાખીને તમે તમારા ફોનને હેક (Hacking) થવાથી બચાવી શકો છો.

 

જો નીચે પ્રમાણેની કોઈ પણ વાતને તમે નોટિસ કરો છો તો બની શકે છે કે તમારો ફોન હેક થઈ ચૂક્યો છે

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
  •  જો તમારા ફોનમાં ડેટા પેક જલ્દીથી સમાપ્ત થઈ જાય છે તો બની શકે છે કે તમારો ફોન હેક થયો હોય કારણે કે તમારા ફોનને હેક કરીને રિમોટ પર લઈને વાપરવા માટે ડેટા પેકનો ઉપયોગ થાય છે.

 

  • જો ઉપયોગ થયા વગર જ તમારા ફોનની બેટરી ઉતરી જાય છે તો શક્યતા છે કે તમારા ફોનને કોઈએ હેક કર્યો છે અને તે તમારા ફોનનો ઉપયોગ કરે છે. આની પાછળ એક કારણ એ પણ હોય શકે છે કે તમારા ફોનની બેટરી ખરાબ થઈ ગઈ હોય.

 

  •  જો તમે તમારા ફોનનો ઉપયોગ નથી કરી રહ્યા અને તે સાઈડ પર પડ્યો છે, પરંતુ જો અચાનક જ તેના સ્ક્રિનની લાઈટ ચાલુ થઈ જાય છે તો સમજો કે તમારો ફોન કોઈએ હેક કર્યો છે.

 

  • તમારા ફોનમાં કોઈ અજાણી એપ્લિકેશન જોવા મળે જેને તમે ડાઉનલોડ નથી કરી તો સમજી લો કે તમારા ફોનના ડેટા પર જોખમ છે.

 

તમે તમારા ફોનને કેટલીક બાબતોનું ધ્યાન રાખીને હેક થવાથી બચાવી શકો છો

 

  • કોઈ પણ નવી એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલા તેની સંપૂર્ણ પણે ખાતરી  કરી લો કે તે એપ જેન્યુન છે કે નહીં.

 

  • કોઈ પણ એપને ઈન્સ્ટોલ કર્યા બાદ તેને ઓપન કરતી વખતે તે કેટલીક પરમીશન માંગે છે તે આપતા પહેલા જાણી લો કે જે તે એપ્લિકેશન ઓથેન્ટિક છે કે નહીં.

 

  • જે ફોનમાંથી પોર્ન કન્ટેન્ટ સર્ચ થતુ હોય તે ફોન હેક થવાની શક્યતા વધી જાય છે, કારણે કે હેકર્સ મોટેભાગે ત્યાંથી જ પોતાના શિકાર શોધતા હોય છે.

 

  • કોઈ પણ અજાણી વેબસાઈટ અને તેના પર બતાવવામાં આવતી એડ પર ક્લિક કરવુ નહીં.

 

આ પણ વાંચો –

Maharashtra : રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ, કહ્યુ ” તેમને મારી ટોપીના ‘કાળા’ રંગમાં વધુ રસ છે”

આ પણ વાંચો –

Benefits Of Saffron Oil: વાળ, ત્વચા અને આરોગ્યની સમસ્યા માટે ચમત્કારિક છે આ તેલ, જાણો કેસર તેલના ફાયદા

આ પણ વાંચો –

Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે આજે મન કી બાત, કોરોના-ખેતી-તહેવારને લઈને વાત કરે તેવી સંભાવના

 

Next Article