AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો શું છે જાસૂસી સોફ્ટવેર Pegasus જે WhatsAppને પણ કરી શકે છે હેક, આ રીતે બનાવે છે નિશાન

પેગાસસ સ્પાયવેર ફરી એકવાર ચર્ચામાં આવી ગયું છે. આ જાસૂસી સોફ્ટવેર દ્વારા લોકોની જાસૂસી કરવામાં આવે છે. પેગાસસ ઈઝરાયેલની કંપની NSO ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યો છે. પરંતુ, તમારે તેનાથી ડરવાની જરૂર છે? ચાલો જાણીએ.

જાણો શું છે જાસૂસી સોફ્ટવેર Pegasus જે  WhatsAppને પણ કરી શકે છે હેક, આ રીતે બનાવે છે નિશાન
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 7:43 AM
Share

પેગાસસ સ્પાયવેર (Pegasus Spyware)ને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પેગાસસ-સ્પાયવેરને વેપેન્સ ડિલ દ્વારા ભારત સરકારને વેચવામાં આવ્યું હતું. આ પછી વિપક્ષ સરકાર પર આક્રમક બન્યો છે. પેગાસસ સ્પાયવેરને લઈને ગત વર્ષ મોટા ખુલાસા થયા હતા. તેના દ્વારા પત્રકારો, વિપક્ષો અને કાર્યકરો પર નજર રાખવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું. હવે આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આ સ્પાય સોફ્ટવેર પેગાસસ શું છે અને તે કેવી રીતે કામ કરે છે?

પેગાસસ શું છે?

પેગાસસ સ્પાયવેરનો એક પ્રકાર છે. સ્પાયવેર એટલે જાસૂસી સોફ્ટવેર. તે તમારી જાણ વગર તમારા મોબાઇલ ફોન, લેપટોપ જેવા ડિવાઈસ પર ઇન્સ્ટોલ કરેલું છે. જે તમારા ડિવાઈસમાંથી તમારો અંગત ડેટા ચોરતો રહે છે.

પેગાસસ સ્પાયવેરને ઈઝરાયેલની કંપની NSO ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ લક્ષ્યના ડિવાઈસનું ઍક્સેસ મેળવે છે અને વપરાશકર્તાની જાણ વિના તેને થર્ડ પાર્ટીને પહોંચાડે છે. NSO ગ્રુપનો દાવો છે કે તે સરકારને સ્પાયવેરનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે જેથી કરીને આતંકવાદીઓ અને ગુનેગારો પર નજર રાખીને તેને પકડી શકાય.

પેગાસસ પ્રથમ વખત ક્યારે જોવા મળ્યો હતો?

લગભગ 4 કે 5 વર્ષ પહેલા જ્યારે સંયુક્ત આરબ અમીરાતના એક કાર્યકર્તાને એક ટેક્સ્ટ સંદેશ મળ્યો ત્યારે તે સૌપ્રથમ નોંધાયું હતું. આ એક ટેક્સ્ટ સંદેશ ફિશિંગ સેટઅપ હતું. જ્યારે મેસેજની તપાસ કરવામાં આવી ત્યારે સુરક્ષા એજન્સીએ જણાવ્યું કે જો તેણીએ મેસેજની લિંક ખોલી હોત તો તેના ફોનમાં પેગાસસ માલવેર ઇન્સ્ટોલ થઈ ગયું હોત. આ પછી પેગાસસને પણ એડવાન્સ બનાવવામાં આવ્યું હતું અને તે લિંકને ખોલ્યા વિના પણ લક્ષ્ય ડિવાઈસ પર ઇન્સ્ટોલ કરી શકાય છે.

પેગાસસ કેવી રીતે ઈન્સ્ટોલ થાય છે?

પેગાસસ સ્પાયવેર ડિવાઈસ પર એવી રીતે હુમલો કરે છે કે ડિવાઈસના માલિકને તેની જાણ ન હોય. આ વિશે કહેવાય છે કે તેને ફોનમાં વોટ્સએપ મિસ્ડ કોલ દ્વારા પણ ઇન્સ્ટોલ કરી શકાય છે. સિક્યોર ગણાતા iPhoneમાં iMessageની સિક્યોરિટી ખામીનો ફાયદો ઉઠાવીને એટેક કરતો હતો.

સૌથી ખતરનાક બાબત એ છે કે તે ઝીરો-ક્લિક પદ્ધતિનો ઉપયોગ કરે છે. એટલે કે, ડિવાઈસના યુઝરને કોઈપણ સંદેશ અથવા મેલમાં લિંક પર ક્લિક ન કરે તો પણ આ માલવેર કામ કરે છે. જો યુઝરને કોઈ મેસેજ શંકાસ્પદ લાગે અને તે મેસેજ ડિલીટ કરે તો પણ આ સ્પાયવેર ડિવાઈસને ઈન્ફેક્ટ કરી શકે છે.

પેગાસસ કેવી રીતે કામ કરે છે?

એકવાર પેગાસસ તમારા ફોનમાં આવી જાય પછી તે તમારો તમામ ડેટા બીજી પાર્ટીને મોકલવાનું શરૂ કરે છે. આમાં ટેક્સ્ટ સંદેશાઓ, ઇમેઇલ્સ, સંપર્કો, ફોટા, પાસવર્ડ્સ પણ શામેલ છે. આ ઉપરાંત, તે ઉપકરણના માઈક અને કેમેરાને ચાલુ કરીને આસપાસના ફોટા અને ઓડિયોને કેપ્ચર કરી શકે છે.

શું તમારે ડરવાની જરૂર છે?

આ સ્પાયવેર વોટ્સએપ ચેટ્સને એન્ક્રિપ્ટ થાય તે પહેલા અથવા તેને ડિક્રિપ્ટ થયા પછી પણ એક્સેસ કરી શકે છે. સામાન્ય વપરાશકર્તાને આ સ્પાયવેરથી ડરવાની જરૂર નથી. અગાઉ જણાવ્યું તેમ તેને ચલાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. પરંતુ, આનો અર્થ એ નથી કે તમે પેગાસસ જેવા સ્પાયવેરથી પોતાને સુરક્ષિત માની શકો છો.

જો આવનારા સમયમાં તેને વધુ સસ્તું બનાવવામાં આવશે તો તેનો દુરુપયોગ વધુ થવા લાગશે અને સ્પાયવેર દ્વારા લોકોની અંગત માહિતી સુધી પહોંચવામાં આવશે. તમે તેને સંપૂર્ણપણે ટાળી શકતા નથી પરંતુ તમારે તમારી ગોપનીયતાનું ધ્યાન રાખવું પડશે.

આ પણ વાંચો: Sunflower Farming: સૂર્યમુખીની ખેતી છે ફાયદાકારક, જાણો તેની ખેતી વિશે મહત્વની બાબતો

આ પણ વાંચો: Viral: સિંહની ગર્જનાથી ધ્રુજી જાય છે જંગલ, પણ આ બાળ સિંહની ગર્જના પર લોકો હસી હસીને થયા લોટપોટ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">