AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunflower Farming: સૂર્યમુખીની ખેતી છે ફાયદાકારક, જાણો તેની ખેતી વિશે મહત્વની બાબતો

કૃષિ નિષ્ણાંતોનું કહેવું છે કે તેના ફાયદાકારક ગુણધર્મોને કારણે તેની ખેતી ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે, તેથી જો સૂર્યમુખીની ખેતી કરવામાં આવે તો ખેડૂતોને વધુ નફો મળશે.

Sunflower Farming: સૂર્યમુખીની ખેતી છે ફાયદાકારક, જાણો તેની ખેતી વિશે મહત્વની બાબતો
Sunflower Farming (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 3:36 PM
Share

સૂર્યમુખીનો પાક (Sunflower Farming) જેટલો સુંદર છે, તેટલો જ ફાયદાકારક પણ છે. તેના ફૂલો અને બીજમાં અનેક ઔષધિય ગુણ હોય છે, જે હૃદય અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે. આવી સ્થિતિમાં સૂર્યમુખીની ખેતી ખેડૂતો (Farmers)માટે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તેમાંથી નીકળતું તેલ ખાવા માટે વપરાય છે. તે આપણા સ્વાસ્થ્યની સાથે-સાથે આવક માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

કૃષિ નિષ્ણાંતોનું કહેવું છે કે તેના ફાયદાકારક ગુણધર્મોને કારણે તેની ખેતી ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે, તેથી જો સૂર્યમુખીની ખેતી કરવામાં આવે તો ખેડૂતોને વધુ નફો મળશે.

સૂર્યમુખીની વાવણી પ્રક્રિયા

જો કે સૂર્યમુખીની વાવણી દરેક ઋતુમાં કરી શકાય છે, પરંતુ તેની વાવણી માટે 15 ફેબ્રુઆરી સુધીનો સમય યોગ્ય માનવામાં આવે છે.

સૂર્યમુખીની સુધારેલી જાતો

તેની વાવણી માટે સારી જાતોની પસંદગી જરૂરી છે, તેથી હાઇબ્રિડ જાતો જેવી કે MSF આઠ KB, 44 PSC 36, H SSH 848 વગેરે પસંદ કરી શકાય છે. આ જાત 95 દિવસમાં પાકે છે. આમાં 40 ટકા તેલ નીકળે છે અને તે પ્રતિ એકર 8 થી 10 ક્વિન્ટલ ઉત્પાદન આપે છે. આ ઉપરાંત સાંજિયન 85, પ્રોસન નાઈન અને MSSH 848 જાતો મોડી વાવણી માટે સારી છે.

સૂર્યમુખીની મોડી વાવણી માર્ચના પ્રથમ સપ્તાહ સુધીમાં પૂર્ણ કરવી જોઈએ. આ ઉપરાંત, હરિયાણા સૂર્યમુખી એ સૂર્યમુખીની નંબર વન સુધારેલી જાત છે, જે ખેતી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ જાતના બીજ વાવવા માટે બીજને ચારથી છ કલાક પાણીમાં પલાળી રાખો. આ પછી તેને છાંયડામાં સૂકવીને વાવો.

સૂર્યમુખીનું વાવેતર

હાઈબ્રિડ જાતો માટે લાઇનથી લાઇનનું અંતર 60 સેમી અને સુધારેલી જાતો માટે 45 સે.મી. ત્યારે છોડથી છોડનું અંતર 30 સેમી રાખવું જોઈએ.

ખાતરની માત્રા

હાઇબ્રિડ જાતોમાં 125 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ અને 45 કિલો યુરિયા વાવણી વખતે નાખો. આ પછી સુધારેલી જાતોમાં 35 કિલો યુરિયા અને હાઇબ્રિડ જાતોમાં 45 કિલો યુરિયા પ્રતિ એકર નાખવું જોઈએ.

સૂર્યમુખીના પાકને સિંચાઈ

આ માટે પાકની વાવણી કર્યાના 30 થી 35 દિવસે પ્રથમ પિયત આપવું જોઈએ. આ પછી 15 દિવસના અંતરે પિયત આપવું જોઈએ. તેનું છેલ્લું પિયત 75 દિવસ પછી કરવું જોઈએ.

પાકની લણણી

જ્યારે ફૂલો પીળા થઈ જાય, ત્યારે પાકની લણણી કરવી જોઈએ. ફૂલો સુકાઈ ગયા પછી દાણાને લાકડી કે થ્રેસરથી અલગ કરવા જોઈએ. આમ, પ્રતિ એકર સરેરાશ ઉપજ 8 થી 10 ક્વિન્ટલ છે. ધ્યાનમાં રાખો કે દાણામાં 10 ટકા ભેજ સૂકાયા પછી સંગ્રહિત કરવા જોઈએ અથવા તેને બજારમાં લઈ જવા જોઈએ.

નોંધ: ઉપરોક્ત બાબતો કૃષિ નિષ્ણાંતો અનુસાર છે અહીં કોઈ પણ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી. સ્થાનિક વિસ્તારની આબોહવા ઉપરોક્ત બાબતોને અનુરૂપ ન પણ હોઈ શકે એટલે નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવહ છે.

આ પણ વાંચો: Budget 2022: બજેટ વિશે લોકો ગૂગલ પર શું કરી રહ્યા છે સર્ચ ? જાણો બજેટ વિશે મહત્વપૂર્ણ બાબતો

આ પણ વાંચો: Technology News: ફેસબુક મેસેન્જરે સીક્રેટ ચેટ માટે એડ કર્યા ઘણા બધા ફિચર્સ, કોલ માટે પણ શરૂ કર્યું E2E એન્ક્રિપ્ટેડ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">