Sundar Pichai Padma Bhushan : જાણો Google CEO સુંદર પિચાઈની સંઘર્ષથી સફળતા સુધીની કહાની

|

Jan 26, 2022 | 1:44 PM

સુંદર પિચાઈ એ 17 વ્યક્તિઓમાં સામેલ છે જેમને આ શ્રેષ્ઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2015માં તેઓ વિશ્વની અગ્રણી આઈટી કંપની ગૂગલના સીઈઓ બન્યા.

Sundar Pichai Padma Bhushan : જાણો Google CEO સુંદર પિચાઈની સંઘર્ષથી સફળતા સુધીની કહાની
Google CEO Sundar Pichai (PC: Twitter)

Follow us on

કહેવાય છે કે જો દિલથી મહેનત કરવામાં આવે તો તેનું ફળ પણ મીઠું હોય છે અને તમને સફળતા પર પહોંચતા કોઈ રોકી શકે નહીં. આલ્ફાબેટ (Google CEO)ના સીઈઓ સુંદર પિચાઈ (Sundar Pichai) આવી સખત મહેનત અને સફળતા સુધી પહોંચવા માટે જાણીતા છે. સુંદર પિચાઈ Google માં CEO તરીકે કામ કરી રહ્યા છે અને Google ને વધુ સારું બનાવવા માટે તેમની ટીમ સાથે દિવસ-રાત મહેનત કરે છે. તેમની મહેનતને કોણ નથી જાણતું? તેમના જીવનમાં અત્યાર સુધી, તેમણે ઘણા મોટા સીમાચિહ્નો હાંસલ કર્યા છે અને સતત સફળતાની સીડીઓ ચઢી રહ્યા છે. ત્યારે તેમને વેપાર-ઉદ્યોગ શ્રેણીમાં ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. તો ચાલો તમને સુંદર પિચાઈના જીવન વિશે જણાવીએ.

17 વ્યક્તિઓમાં સમાવેશ

સુંદર પિચાઈ એ 17 વ્યક્તિઓમાં સામેલ છે જેમને આ શ્રેષ્ઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2015માં તેઓ વિશ્વની અગ્રણી આઈટી કંપની ગૂગલના સીઈઓ બન્યા. સૌથી મહત્વની વાત એ છે કે તેઓ ભારતીય મૂળના નાગરિક હતા, જેમને ગૂગલમાં આ મોટી જવાબદારી મળી છે.

સુંદર પિચાઈનો તમિલનાડુમાં જન્મ

સુંદર પિચાઈનું સાચું નામ સુંદરરાજન છે અને તેઓ ભારતીય મૂળના છે. તેમના જન્મ વિશે વાત કરીએ તો તેમનો જન્મ વર્ષ 1972માં મદુરાઈ (તમિલનાડુ)માં થયો હતો. ત્યાં તેઓ ચેન્નાઈમાં રહીને મોટા થયા. 1993માં પિચાઈએ આઈઆઈટી ખડગપુરમાંથી બીટેક કર્યું અને તે જ વર્ષે તેમને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ મળી. અહીંથી તેમણે એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી અને યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયાની વૉર્ટન સ્કૂલમાંથી MBA કર્યું.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ હતી પ્રથમ નોકરી

સુંદર પિચાઈ વર્ષ 1995માં અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. પરંતુ આર્થિક તંગીનો સામનો કરી રહેલા પિચાઈએ દરેક જૂની વસ્તુઓનો ઉપયોગ કરીને પૈસા બચાવ્યા હતા. તે જ સમયે, તેમને નોકરી કરવાની હતી અને તેમની પ્રથમ નોકરી એક કંપનીમાં પ્રોડક્ટ મેનેજર તરીકે હતી. સુંદર પિચાઈ ગૂગલમાં જોડાતા પહેલા સોફ્ટવેર કંપની એપ્લાઇડ મટિરિયલ્સ અને મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ મેકેન્ઝીમાં કામ કરતા હતા.

આ રીતે કર્યો ગૂગલમાં પ્રવેશ

સુંદર પિચાઈ એપ્રિલ 2004માં ગૂગલમાં જોડાયા. તેમણે પ્રોડક્ટ મેનેજમેન્ટ અને ઈનોવેશન બ્રાન્ચમાં પોતાનો પહેલો પ્રોજેક્ટ આપ્યો. જ્યાં તેમને ગૂગલના સર્ચ ટૂલને સુધારવા અને અન્ય બ્રાઉઝર્સના યુઝર્સને ગૂગલ પર લાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં સુંદર પિચાઈએ કંપનીને તેનું બ્રાઉઝર લોન્ચ કરવાનું સૂચન કર્યું.

Google ના CEO બન્યા

સુંદર પિચાઈની મહેનત અને તેમની કામ કરવાની રીત જોઈને તેમને વર્ષ 2015માં ગૂગલના સીઈઓ બનાવવામાં આવ્યા હતા. પિચાઈ ત્યાં જ અટક્યા નહોતા, તેઓ સતત વિકાસ કરતા રહ્યા અને જુલાઈ 2017માં આલ્ફાબેટના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાયા. તેમણે છેલ્લા 15 વર્ષમાં ગૂગલમાં કામ કરીને ઘણી સારી પ્રોડક્ટ્સ વિકસાવી છે.

આ પણ વાંચો: કિસાન ક્રેડિટ કાર્ડ પર સમયસર લોન ચૂકવવી છે ફાયદાકારક, જાણો સરળ ભાષામાં વ્યાજનું ગણિત

આ પણ વાંચો: હવે શા માટે સ્માર્ટફોનમાં રિમૂવેબલ બેટરી નથી લગાવવામાં આવતી, જાણો તેની પાછળનું કારણ

Next Article