Jio Down: Reliance Jio નું સર્વર ડાઉન, કોલિંગ સહિતની આ સેવાઓ પ્રભાવિત

|

Oct 06, 2021 | 1:13 PM

Jio વપરાશકર્તાઓ દ્વારા માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર દ્વારા Jio સર્વર ડાઉન હોવાની જાણકારી આપવામાં આવી રહી છે. વપરાશકર્તાઓ ફરિયાદ કરે છે કે તેમને આજે સવારથી જ Jio નુ નેટવર્ક મળી રહ્યું નથી.

Jio Down: Reliance Jio નું સર્વર ડાઉન, કોલિંગ સહિતની આ સેવાઓ પ્રભાવિત
jio Plans

Follow us on

Jio Down: દેશની અગ્રણી ટેલિકોમ કંપની રિલાયન્સ Jio નુ સર્વર ડાઉન હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. સર્વર ડાઉન હોવાના કારણે, વપરાશકર્તાઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. Jio વપરાશકર્તાઓ દ્વારા માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર દ્વારા Jio સર્વર ડાઉન હોવાની જાણકારી આપવામાં આવી રહી છે. વપરાશકર્તાઓ ફરિયાદ કરે છે કે તેમને આજે સવારથી જ Jio નુ નેટવર્ક મળી રહ્યું નથી. જેના કારણે યુઝર્સ ઇનકમિંગ કે આઉટગોઇંગ કોલ કરી શકતા નથી. આની સાથે સાથે, તેઓ ઇન્ટરનેટના ડેટાના વપરાશમાં પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

4000 થી વધુ લોકોએ ફરિયાદ નોંધાવી

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Jio સર્વર ડાઉન ‘Downdetector’ વેબસાઇટ પરથી પણ જાણ કરવામાં આવી છે. જે ઇન્ટરનેટ પર આઉટેજ રિપોર્ટ્સ પર નજર રાખે છે. ડાઉનડેક્ટરના જણાવ્યા અનુસાર, ભારતમાં જિયો મોબાઈલનું નેટવર્ક વાપરવામાં સમસ્યા છે. નેટવર્ક ડાઉન કરવા અંગે વપરાશકર્તાઓ તરફથી વારંવાર ફરિયાદો આવે છે. Jio સર્વર ડાઉન વિશે મોટાભાગની માહિતી દિલ્હી, લખનૌ, ગ્વાલિયર, ઇન્દોર, રાયપુર, બેંગ્લોર અને નાસિક જેવા શહેરોમાંથી આવી રહી છે. અત્યાર સુધી, ટ્વિટર પર લગભગ 4000 વપરાશકર્તાઓએ Jio નેટવર્કના ડાઉન થવાની જાણ કરી છે.

ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પણ ડાઉન હતા
સમગ્ર વિશ્વમાં સોમવારે સાંજે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સેવાઓ અચાનક બંધ થઈ ગઈ. જેના કારણે સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. થોડા કલાકો માટે સર્વર ડાઉન થયા બાદ સેવાઓ પુન:સ્થાપિત કરવામાં આવી હતી. પરંતુ આ થોડા કલાકો માર્ક ઝુકરબર્ગ માટે ભારે નુકસાનકર્તા પુરવાર થયા અને તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતુ. ફેસબુકના સહ-સ્થાપક અને સીઈઓ ઝુકરબર્ગની નેટવર્થ 7 અબજ ડોલર (લગભગ 52,212 કરોડ રૂપિયા) ઘટી છે. જેના કારણે તે અબજોપતિઓની યાદીમાં એક સ્થાન નીચે ઉતરી ગયા હતા.

આ પણ વાંચોઃ Neeraj chopra એક લાખના સ્વેટશર્ટ પહેરીને જોવા મળ્યો, પીવી સિંધુ, મીરાબાઈ અને લવલીનાએ પણ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું હતું

 

આ પણ વાંચોઃ કેપ્ટન દિલ્લીમાં કરશે બેટિંગ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અમરિંદરસિંહ – પંજાબની સ્થિતિ અંગે કરાશે ચર્ચા

Next Article