AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચંદ્રયાન-3 અને આદિત્ય એલ-1ની સફળતા બાદ બ્લેક હોલના રહસ્યો શોધશે ISRO, આ દિવસે લોન્ચ થશે એક્સ-રે પોલેરીમેટ્રી મિશન

ભારત એક બાદ એક સફળતાના શિખરો સર કરી રહ્યું છે. એ પછી આકાશમાં હોય કે પાતાળમાં, ત્યારે હવે ચંદ્રયાન અને આદિત્ય એલ-1 બાદ વધુ એક શોધ તરફ ભારત આગળ વધી રહ્યું છે. આ વર્ષના અંત સુધીમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનું પ્રથમ પોલેરીમેટ્રી મિશન લોન્ચ કરવાની વાત કરવામાં આવી હતી. હવે ઈસરોના વૈજ્ઞાનિકોએ તેની તારીખ જાહેર કરી છે. આ ભારતનું પ્રથમ અને વિશ્વનું બીજું પોલેરીમેટ્રી મિશન છે જે બ્લેક હોલ અને અન્ય ખગોળીય રહસ્યોને ઉકેલશે.

ચંદ્રયાન-3 અને આદિત્ય એલ-1ની સફળતા બાદ બ્લેક હોલના રહસ્યો શોધશે ISRO, આ દિવસે લોન્ચ થશે એક્સ-રે પોલેરીમેટ્રી મિશન
| Updated on: Dec 04, 2023 | 10:49 PM
Share

ભારત ચંદ્રયાન-3 અને આદિત્ય એલ-1ની સફળતા બાદ ISRO હવે બ્લેક હોલના રહસ્યો શોધી કાઢવા માટે કવાયત હાથ ધરી રહી છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ આ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. દેશમાં આ પ્રકારનું પ્રથમ અને વિશ્વનું બીજું મિશન હશે જે અન્ય ખગોળીય ઘટનાઓ સાથે બ્લેક હોલ વિશેની માહિતી એકત્ર કરશે. અત્યાર સુધી માત્ર નાસા જ આવું મિશન લોન્ચ કરી શક્યું છે.

ભારતના આ મહત્વાકાંક્ષી મિશનનું નામ છે એક્સ-રે પોલેરીમેટ્રી, તે એક પ્રકારનો ઉપગ્રહ છે જે વિવિધ પ્રકારના ખગોળીય સ્ત્રોતો વિશે જાણકારી મેળવશે. આ સાથે બે પેલોડ POLIX અને XSPECT પણ જશે. આ મિશન પર લાંબા સમયથી કામ ચાલી રહ્યું હતું. ઈસરોના ચીફ એસ સોમનાથે પોતે જાહેરાત કરી હતી કે આ મિશન વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે.

ક્યારે લોન્ચ કરવામાં આવશે મિશન

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)નું આ પ્રથમ મિશન આ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવાની વાત કરવામાં આવી રહી છે. હવે ઈસરોના વૈજ્ઞાનિકોએ તેની તારીખ જાહેર કરી છે. એક રિપોર્ટ અનુસાર વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ મિશન 28 ડિસેમ્બર સુધીમાં લોન્ચ કરવામાં આવશે.

શું છે મિશનનો હેતુ ?

વૈજ્ઞાનિકોના મતે, આ મિશનનો હેતુ એક્સ-રે સ્ત્રોત અને ધ્રુવીકરણની તપાસ કરવાનો છે. તે ખગોળશાસ્ત્રના રહસ્યોને ઉકેલવા સાથે સમયના ડોમેન અભ્યાસ અને સ્પેક્ટ્રોસ્કોપી પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે ભારત માટે ખૂબ જ વિશેષ બની રહેશે.

XPoSat મિશનથી શું થશે?

ભારતનું એક્સ-રે પોલેરીમેટ્રી મિશન ઘણું ખાસ સાબિત થશે, ઈસરોની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આ મિશન ન્યુટ્રોન સ્ટાર્સ, ગેલેક્ટીક ન્યુક્લી, પલ્સર વિન્ડ નેબ્યુલા અને બ્લેક હોલ જેવા ખગોળીય રહસ્યોને ઉકેલશે. આ ઉપરાંત, તે ધ્રુવીકરણની ડિગ્રી અને ધ્રુવીકરણના કોણ અને અન્ય આવી પ્રક્રિયાઓને સમજવામાં પણ મદદ કરશે, જેથી ભારત એવી માહિતી મેળવી શકે જે અત્યાર સુધી મળી નથી.

આ પણ વાંચો : જો તમે ચૂંટણી પરિણામો વિશે જાણવા કે જોવા માટે ગૂગલ પર સર્ચ કરો તો ધ્યાન રાખજો, નહીં તો તમારી સાથે થઈ શકે છે ફ્રોડ

બે પેલોડ્સ સાથે રહેશે

ઈસરોના આ મિશનથી ભારતીય ખગોળશાસ્ત્રીઓની મુશ્કેલીઓ ઘણી હદ સુધી ઓછી થશે. આ સાથે બે પેલોડ મોકલવામાં આવશે. આમાં POLIX ધ્રુવીકરણના પરિમાણોને માપવાનું કામ કરશે. આ સિવાય તેમની ડિગ્રી અને એંગલ પણ જોવામાં આવશે. આ ઉપરાંત, XSPECT (એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપી અને ટાઈમિંગ) પેલોડ 0.8-15 keV ની ઊર્જા શ્રેણીમાં સ્પેક્ટ્રોસ્કોપિક માહિતી પ્રદાન કરશે. તે યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરના સહયોગથી તૈયાર કરવામાં આવી રહ્યું છે. જો કે, તેનું પ્રાથમિક પેલોડ પોલિક્સ રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવ્યું છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">