Instagram Update : હવે ઇન્સ્ટા પર તમે કોઇને બનાવી શકો છો ફેવરીટ, આવી રહ્યુ છે આ ખાસ ફિચર

|

Sep 14, 2021 | 4:07 PM

યૂઝર્સ બધા જ એકાઉન્ટને ફોલો કરી લે છે ત્યારબાદ તેમની ટાઇમલાઇન પર એવી પણ ફીડ આવવા લાગે છે જેને તેઓ જોવા નથી માંગતા. તેવામાં આ નવું ફિચર તેમના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકશે.

Instagram Update : હવે ઇન્સ્ટા પર તમે કોઇને બનાવી શકો છો ફેવરીટ, આવી રહ્યુ છે આ ખાસ ફિચર
Now you can mark anyone a favorite on Instagram

Follow us on

ફેસબુકની માલિકીનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram) હાલમાં એક નવા ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યુ છે. ઇન્સ્ટાગ્રામ પર આ ફિચરના આવવાથી યૂઝર્સને કોઇ અન્ય યૂઝર્સને ફેવરીટ (Favourites) તરીકે માર્ક કરી શકશે. એક ટેકનોલોજી વેબસાઇટ ધ વર્જે સૌથી પહેલા આ ફિચર વિશેની જાણકારી શેર કરી છે.

ફેવરીટ માર્ક કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે જેને પણ ફેવરીટ તરીકે માર્ક કરશો તો તેમની પોસ્ટ તમારી ફિડમાં સૌથી પહેલા જોવા મળશે. Alessandro Paluzzi નામના એક મોબાઇલ ડેવલપરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સૌથી પહેલા આ ફિચર જોયુ અને તેમણે ટ્વીટર પર આ વિશેની માહિતી શેર કરી.

જો કોઇ યૂઝર કોઇ અન્ય યૂઝરને ફેવરીટ માર્ક કરે છે તો તેના પણ આ વાતની જાણકારી મળશે જેને ફેવરીટ માર્ક કરવામાં આવ્યુ હશે. તેવામાં ફેવરીટ માર્ક કરેલા યૂઝર્સ પોતાના તમામ ફોલોવર્સના બદલે ફક્ત ફેવરીટ સાથે જ કોઇ પણ તસવીર શેર કરી શકશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ઇન્સ્ટાગ્રામના આ ફિચરનો બીજો ફાયદો એ છે કે તમે તમારી ટાઇમલાઇન પર પૂરો કન્ટ્રોલ રાખી શકશો. જો તમે બધાને પોસ્ટ નથી દેખાડવા માંગતા તો તમે આ ફેવરીટ ફિચરનો ઉપયોગ કરી શકો છો. જ્યાર બાદ તમને ફક્ત એજ લોકોની ફિડ જોવા મળશે જેમને તમે ફેવરીટ તરીકે માર્ક કર્યા હશે.

સામાન્ય રીતે યૂઝર્સ બધા જ એકાઉન્ટને ફોલો કરી લે છે ત્યારબાદ તેમની ટાઇમલાઇન પર એવી પણ ફીડ આવવા લાગે છે જેને તેઓ જોવા નથી માંગતા. તેવામાં આ નવું ફિચર તેમના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકશે. જોકે ઇન્સ્ટાગ્રામ આ ફિચરને આ જ નામથી લોન્ચ કરશે કે પછી અન્ય કોઇ નવા નામે તેની કોઇ માહિતી સામે આવી નથી.

 

આ પણ વાંચો –

નાળિયેરના પાંદમાંથી બનાવવામાં આવી 31 ફૂટ ઉંચી ગણેશની મૂર્તિ ! બાપ્પાની અનોખી મુર્તિ બની આકર્ષણનું કેન્દ્ર

આ પણ વાંચો –

PM Modi in Aligarh: પીએમ મોદીનું વિપક્ષ પર નિશાન, કહ્યું- પહેલા યુપીમાં ગુંડા રાજ હતા, હવે તમામ માફિયા જેલના સળિયા પાછળ છે

આ પણ વાંચો –

લો બોલો, હવે ફિલ્મ જોવાના પણ પૈસા મળશે ! આ કંપની 13 હોરર ફિલ્મો જોનારને આપશે 95,000 રૂપિયા

Next Article