લો બોલો, હવે ફિલ્મ જોવાના પણ પૈસા મળશે ! આ કંપની 13 હોરર ફિલ્મો જોનારને આપશે 95,000 રૂપિયા

ફાઇનાન્સબઝ કંપનીએ જણાવ્યુ હતુ કે, હાઈ બજેટની (High Budget) હોરર ફિલ્મો ઓછા બજેટની ફિલ્મો કરતાં વધુ ભયભીત કરે છે કે નહીં તે જાણવા માટે આ પ્રયોગ હાથ ધર્યો છે.

લો બોલો, હવે ફિલ્મ જોવાના પણ પૈસા મળશે ! આ કંપની 13 હોરર ફિલ્મો જોનારને આપશે 95,000 રૂપિયા
US Company Will Pay You Rs 95,000 to Watch 13 Horror Movies

Horror Movies : હોરર ફિલ્મો જોવાના શોખીનો માટે સારા સમચાર મળી રહ્યા છે. તમને તમારા શોખનો લાભ લેવાની એક કંપનીએ તક આપી છે. અમેરિકાની એક કંપની ઓક્ટોબરમાં 13 હોરર ફિલ્મો જોનારને $ 1,300 (ડોલર) અથવા 95,000 રૂપિયા ચૂકવશે. આ માટે ફાઇનાન્સબઝ કંપની આ વ્યક્તિના ફિલ્મ દરમિયાન તેના હાર્ટ રેટનું એનાલિસિસ (Hear Rate Monitor) કરવામાં આવશે. જેને ‘હોરર મૂવી હાર્ટ રેટ એનાલિસ્ટ’ નામ આપવામાં આવ્યુ છે, જે અંતર્ગત અત્યાર સુધી બનેલી 13 સૌથી ડરામણી ફિલ્મો સામેલ થશે.

શું વધુ બજેટવાળી હોરર ફિલ્મોથી લોકોને વધુ ડર લાગે છે ?

ફાઇનાન્સબઝ કંપનીએ આ બાબતે જણાવ્યુ હતુ કે, અમે ઉચ્ચ બજેટની (High Budget) હોરર ફિલ્મો ઓછા બજેટની ફિલ્મો કરતાં વધુ ભયભીત કરે છે કે નહીં તે જાણવા માટે આ પ્રયોગ હાથ ધર્યો છે. વધુમાં તેણે ઉમેર્યુ હતુ કે, “આ પ્રયોગની મદદથી સૌથી ડરાવણી 13 ફિલ્મોની સૂચિ (Movie List) તૈયાર કરવામાં આવી છે. આ ફિલ્મો દર્શક જોશે ત્યારે તેના હૃદયના ધબકારાનું મોનિટર કરવામાં આવશે.”

સૌથી ડરામણી 13 ફિલ્મો કઈ છે ?

સૌથી ડરામણી 13 ફિલ્મોમાં સો, એમીટીવિલે હોરર, ક્વાઈટ પ્લેસ, ક્વાઈટ પ્લેસ ભાગ 2, કેન્ડીમેન,  ધ બ્લેર વિચ પ્રોજેક્ટ, સિનિસ્ટર, ગેટ આઉટ, ધ પર્જ, હેલોવીન (2018), એનાબેલ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

કેવી રીતે અરજી કરી શકાશે ?

એક પ્રકાશનના અહેવાલ મુજબ, 26 સપ્ટેમ્બર, 2021 થી લોકો અરજી (Registration) કરી શકશે. જેમાંથી 1 ઓક્ટોબર 2021 સુધીમાં અમુક લોકોને પસંદ કરવામાં આવશે અને ઇમેઇલ દ્વારા તેને આ અંગે જાણ કરવામાં આવશે. જેનો 4 ઓક્ટોબર, 2021 સુધીમાં ફિટબિટ આપવાનો રહેશે. બાદમાં ઉમેદવારે 9 ઓક્ટોબર, 2021 થી 18 ઓક્ટોબર, 2021 સુધી ફિલ્મો જોવાની રહેશે. આ માટે ઓછામાં ઓછા 18 વર્ષની વય નક્કી કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા યુનાઇટેડ સ્ટેટ્સમાં (United States) આવેલી અન્ય કંપનીએ લોકોને નેટફ્લિક્સ જોવા અને પિઝા ખાવા માટે $ 500 (ડોલર) ની ઓફર કરી હતી.

 

આ પણ વાંચો: Video : બેટ્સમેનના શોટને કારણે TV માંથી બહાર આવી ગયો બોલ ! આનંદ મહિન્દ્રાએ વીડિયો શેર કરીને આપી આ પ્રતિક્રિયા

આ પણ વાંચો: Oscar Fernandes: કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કર ફર્નાન્ડિસનું 80 વર્ષની વયે નિધન, કોંગ્રેસમાં શોકની લહેર

Click on your DTH Provider to Add TV9 Gujarati