ઈન્સ્ટાગ્રામ હવે યુવાવર્ગને હાનિકારક કન્ટેન્ટથી સુરક્ષિત રાખવા માટે લેશે આ અગત્યનું પગલું

TV9 GUJARATI

|

Updated on: Oct 11, 2021 | 8:17 PM

ઈન્સ્ટાગ્રામના (Instagram) યુવા યુઝર્સ માટે પ્લેટફોર્મને સુરક્ષિત સ્થળ બનાવવા માટે નવી રીતો પર કામ કરી રહ્યું છે. ઈન્સ્ટાગ્રામ હવે યુઝર્સને ઈન્સ્ટાગ્રામથી બ્રેક લેવાનું કહેશે.

ઈન્સ્ટાગ્રામ હવે યુવાવર્ગને હાનિકારક કન્ટેન્ટથી સુરક્ષિત રાખવા માટે લેશે આ અગત્યનું પગલું
File photo

Follow us on

આજે લોકોમાં સોશિયલ મીડિયા (Social media) અભિન્ન અંગ બની ગયું છે. લોકો ફેસબુક (Facebook) અને ઈન્સ્ટાગ્રામનો (Instagram) પણ ઉપયોગ કરે છે. ફેસબુકની માલિકીનું ઈન્સ્ટાગ્રામ ટૂંક સમયમાં હાનિકારક કન્ટેન્ટથી બચવા માટે બે નવા ટુલ્સ રોલઆઉટ કરશે. વ્હિસલબ્લોઅર ફ્રાન્સિસ હ્યુજેને ગયા અઠવાડિયે યુએસ કોંગ્રેસ સમક્ષ જુબાની આપી હતી કે ઈન્સ્ટાગ્રામ યુવાવર્ગમાં માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. 

ફેસબુકના વૈશ્વિક બાબતોના ઉપાધ્યક્ષ નિક ક્લેગે રવિવારે સીએનએનના સ્ટેટ શોમાં જણાવ્યું હતું કે ફોટો શેરિંગ પ્લેટફોર્મની “ટેક બ્રેક” સુવિધા અને “નજ” કિશોરોને ખરાબ સામગ્રીથી દૂર રાખશે. “અમે એવું કંઈક રજૂ કરવા જઈ રહ્યા છીએ જેનાથી મને લાગે છે કે મોટો ફરક પડશે. જ્યાં અમારી સિસ્ટમો જુએ છે કે યુવાવર્ગ એક જ કન્ટેન્ટને વારંવાર જોતો હોય છે અને તે એવી સામગ્રી છે જે કદાચ તેમના સુખાકારી માટે અનુકૂળ ન હોય. ક્લેગે કહ્યું “અમે અન્ય કન્ટેન્ટ જોવા માટે તેમને પરેશાન કરીશું.”

પ્લેટફોર્મ “ટેક અ બ્રેક” નામની સુવિધા રજૂ કરવાની પણ યોજના બનાવી રહ્યું છે, જ્યાં “અમે યુવાવર્ગને ઇન્સ્ટાગ્રામના ઉપયોગથી થોડો વિરામ લેવા માટે કહી રહ્યા છીએ.” જો કે, ક્લેગે નવા ડિવાઈસ માટે સમયરેખા આપી નથી.

ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કર્મચારીઓને એક નોટમાં તેમની કંપનીનો મક્કમ બચાવ પોસ્ટ કર્યો હતો અને કહ્યું હતું કે સમાજ પર સોશિયલ નેટવર્કની નકારાત્મક અસરો વિશે હ્યુજેનના દાવાને “કોઈ અર્થ નથી”. બાળ સુરક્ષા હિમાયતીઓના સખત વિરોધનો સામનો કર્યા પછી ઈન્સ્ટાગ્રામે 13 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓ માટે ઈન્સ્ટાગ્રામ કિડ્સ લોન્ચ કરવાની તેની યોજનાને પણ અટકાવી દીધી હતી.

ઈન્સ્ટાગ્રામ પર હાલમાં ઘણા એવા કન્ટેન્ટ છે જે યુવાનોનું ધ્યાન ભટકાવી શકે છે. આ સ્થિતિમાં આ સામગ્રી પર લગામ લગાવવાનો પ્રયાસ કરવા સાથે કંપની વિવિધ સુવિધાઓ પણ આપી રહી છે. આવી સ્થિતિમાં પ્લેટફોર્મનું સમગ્ર ધ્યાન યુવાનો પર છે, જેથી તેઓ સુરક્ષિત રહે અને તેમની ગોપનીયતાને નુકસાન ન થાય.

આ પણ વાંચો : માસૂમ શિવાંશને દત્તક લેવા ઈચ્છે છે હજારો લોકો: પરંતુ શું તમે જાણો છો બાળક દત્તક લેવાના આ નિયમ અને પ્રક્રિયા વિશે?

આ પણ વાંચો : લખીમપુર ખેરી કેસમાં આશિષ મિશ્રાની વધી મુશ્કેલી, કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati