AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચંદ્ર પર પગ મુકશે ભારતીય, અવકાશમાં બનાવાશે સ્પેશ સ્ટેશન : PM મોદી

આગામી 21મી ઓક્ટોબરના રોજ સવારે 7થી 9 કલાક દરમિયાન શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેશ સેન્ટર ખાતે મિશન ગગનયાન: TV-D1 ટેસ્ટ ફ્લાઈટ હાથ ધરાશે. ટેસ્ટ વ્હીકલ (TV-D1)ની ફ્લાઇટનો ઉદ્દેશ્ય ક્રૂ મોડ્યુલ (CM)નું પરીક્ષણ કરવાનો છે જે આવતા વર્ષના અંતમાં માનવસહિત અવકાશ ઉડાન દરમિયાન ભારતીય અવકાશયાત્રીઓને લઈ જશે. TV-D1 પરીક્ષણ ફ્લાઇટમાં માનવરહિત ક્રૂ મોડ્યુલને બાહ્ય અવકાશમાં લોંચ કરવાનો, તેને પૃથ્વી પર પરત કરવાનો અને બંગાળની ખાડીમાં ઉતર્યા પછી તેને પુનઃપ્રાપ્ત કરવાનો સમાવેશ થાય છે.

ચંદ્ર પર પગ મુકશે ભારતીય, અવકાશમાં બનાવાશે સ્પેશ સ્ટેશન : PM મોદી
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 4:53 PM
Share

ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળતા બાદ ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ISRO) ગગનયાન મિશનની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં, આજે મંગળવારે ગગનયાનની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ભારતના સ્પેસ મિશન માટેના હવે પછી હાથ ધરાનારા ભાવિ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા પર ચર્ચા થઈ હતી. અવકાશ વિભાગે ગગનયાન મિશનની પ્રગતિ પર વિગતવાર અપડેટ આપ્યું હતું, જેમાં માનવ-રેટેડ લોન્ચ વ્હીકલ અને સિસ્ટમ લાયકાત જેવી અત્યાર સુધી વિકસિત વિવિધ તકનીકોનો સમાવેશ થાય છે. હ્યુમન-રેટેડ લૉન્ચ વ્હીકલ (HLVM3)ના 3 મિશન સહિત લગભગ 20 મોટા પરીક્ષણોનું આયોજન કરવામાં આવ્યું છે.

તાજેતરના ભૂતકાળમાં ચંદ્રયાન-3 અને આદિત્ય એલ1 મિશન સહિત ISROએ હાથ ધરેલ ભારતીય અવકાશ પહેલની અન્ય સફળતાઓને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ કેટલીક વિશેષ સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું કે ભારતે હવે 2035 સુધીમાં અંતરિક્ષમાં ભારતીય સ્પેસ સ્ટેશનની સ્થાપના સહિત નવા લક્ષ્યો નક્કી કરવા જોઈએ. જેમાં 2040 સુધીમાં પ્રથમ ભારતીયને ચંદ્ર પર મોકલવાનો પણ સમાવેશ થાય છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે, અવકાશ વિભાગ ચંદ્રની શોધ માટે એક રોડમેપ તૈયાર કરશે. આમાં ચંદ્રયાન મિશનની શ્રેણી, નેક્સ્ટ જનરેશન લૉન્ચ વ્હીકલ (NGLV)નો વિકાસ, નવા લૉન્ચ પેડ્સનું નિર્માણ અને માનવ-કેન્દ્રિત પ્રયોગશાળાઓનો સમાવેશ થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય વૈજ્ઞાનિકોને આંતરગ્રહીય મિશન તરફ કામ કરવાની પણ અપીલ કરી હતી, જેમાં શુક્ર ઓર્બિટર મિશન અને માર્સ લેન્ડરનો સમાવેશ થાય છે. તેમણે ભારતની ક્ષમતાઓમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને અવકાશ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સર કરવા માટે દેશની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

ISROએ જણાવ્યું હતું કે, આગામી 21 ઓક્ટોબરે સવારે 7 થી 9 ની વચ્ચે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી પરીક્ષણ માટેનું અવકાશયાન લોન્ચ કરશે. ગગનયાન માનવ અવકાશ ફ્લાઇટ મિશન માટે માનવરહિત ફ્લાઇટ પરીક્ષણો પણ શરૂ કરશે. ISRO એ જણાવ્યું કે, ‘મિશન ગગનયાન: TV-D1 ટેસ્ટ ફ્લાઇટ 21 ઓક્ટોબર 2023ના રોજ સવારે 7 થી 9 વચ્ચે સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટાથી નિર્ધારિત છે.’ ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું હતું કે, આગામી 21 ઓક્ટોબરે ટેસ્ટ વ્હીકલ (TV-D1) ટેસ્ટ ફ્લાઈટ બાદ ગગનયાન પ્રોગ્રામ હેઠળ 3 વધુ ટેસ્ટ વ્હીકલ મિશન શરૂ કરવામાં આવશે.

જાણો ગગનયાન પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય શું છે

અત્રે ઉલ્લેખનીય છે કે ગગનયાન પ્રોજેક્ટ હેઠળ માનવ ક્રૂને પૃથ્વીથી 400 કિલોમીટરની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક લોન્ચ કરવાનું છે. તે પછી ભારતીય સપાટી પર ઉતરાણ કરવાની અને પૃથ્વી પર સુરક્ષિત રીતે પાછા ફરવાની અને માનવ અવકાશ ઉડાન ક્ષમતા દર્શાવવાની અવકાશયાનની ક્ષમતાનું મૂલ્યાંકન કરવાની પરિકલ્પના કરવામાં આવી છે. ટેસ્ટ વ્હીકલ (TV-D1)ની ફ્લાઇટનો ઉદ્દેશ્ય ક્રૂ મોડ્યુલ (CM)નું પરીક્ષણ કરવાનો છે. જે મોટાભાગે આવતા વર્ષના અંતમાં માનવસહિત અવકાશ ઉડાન દરમિયાન ભારતીય અવકાશયાત્રીઓને લઈ જશે. TV-D1 પરીક્ષણ ફ્લાઇટમાં માનવરહિત ક્રૂ મોડ્યુલને બાહ્ય અવકાશમાં લોંચ કરવાનો, તેને પૃથ્વી પર પરત કરવાનો અને બંગાળની ખાડીમાં ઉતર્યા પછી તેને પુનઃપ્રાપ્ત કરવાનો સમાવેશ થાય છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">