AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tips and Tricks: સામેના વ્યક્તિને જાણ ન થાય એ રીતે જોવા માગો છો તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી તો અપનાવો આ ટ્રિક

લોકો તેમની રોજબરોજની પ્રવૃત્તિઓ ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે અને અન્યની સ્ટોરી જોવા માટે પણ ખૂબ ઉત્સુક હોય છે. તમે ઇન્સ્ટાગ્રામ પર બીજા યુઝરની સ્ટોરી તેમને ખબર ન પડે એ રીતે જોઈ શકો છો, આ માટે અમે કેટલીક ટ્રિક્સ જણાવીશું.

Tips and Tricks: સામેના વ્યક્તિને જાણ ન થાય એ રીતે જોવા માગો છો તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી તો અપનાવો આ ટ્રિક
Instagram (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 8:31 AM
Share

ફેસબુક (Facebook)ની ઇન્સ્ટન્ટ શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ (Instagram) આ દિવસોમાં યુઝર્સમાં ખૂબ જ લોકપ્રિય બની છે. એપમાં ઘણા મજેદાર ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે જેથી યુઝર્સ તેનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. પહેલા તે માત્ર ફોટો શેરિંગ એપ તરીકે કામ કરતી હતી. પરંતુ, હવે તેમાં સ્ટોરીઝ, રીલ્સ, આઈજીટીવી જેવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે જે હવે આપણા જીવનનો આવશ્યક ભાગ બની ગયો છે. લોકો તેમની રોજબરોજની પ્રવૃત્તિઓ ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે અને બીજાની સ્ટોરીઓ જોવા માટે પણ ખૂબ ઉત્સુક હોય છે.

પરંતુ, શું એવું થઈ શકે છે કે બીજા યુઝર્સની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ખબર ન પડે તે રીતે જોઈ શકાય. આ વારંવાર પૂછાતા પ્રશ્નમાંનો એક છે. હા તમે આ કરી શકો છો પરંતુ આ માટે તમારે કેટલીક ટ્રિક્સનો ઉપયોગ કરવો પડશે.

ટ્રિક 1 લોકોને જાણ થાય નહીં તેવી રીતે ઈન્સ્ટા સ્ટોરી જોવાની એક સરળ રીત એ એરપ્લેન મોડનો ઉપયોગ કરી તમારે ફક્ત એટલું કરવાનું છે કે Android અથવા iOS ફોન પર Instagram એપ્લિકેશન ખોલવાની છે. સ્ટોરીઓ લોડ થવા માટે થોડી સેકંડ રાહ જુઓ. એકવાર આ થઈ જાય, પછી એરોપ્લેન મોડ ચાલુ કરો. હવે, એપ્લિકેશન પર પાછા જાઓ અને તમે જે સ્ટોરી જોવા માગતા હો તે ખોલો.

ટ્રિક 2 તમે વેબ દ્વારા લોકોની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી (Instagram Story) જોઈ શકો છો. આ માટે તમારે ફક્ત ‘ક્રોમ આઈજી સ્ટોરી’ (Chrome IG Story)ક્રોમ એક્સ્ટેંશન ઇન્સ્ટોલ કરવું પડશે અને તમે કોઈને ખબર ન પડે એ રીતે જોઈ શકશો. એક્સ્ટેંશન ડાઉનલોડ કરો, Instagram નું વેબ વર્ઝન ખોલો અને તમારા આઈડી સાથે લૉગ ઇન કરો. એકવાર તે થઈ જાય, પછી તમે લોકોને જાણ ન થાય એ રીતે Instagram સ્ટોરી જોઈ શકો છો.

ટ્રિક 3 તમે યુઝર્સની સ્ટોરી ચૂપચાપ જોવા માટે StorySaver.net વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો છો. બસ એ યુઝર્સની Instagram ID એન્ટર કરો જેના પર તમે નજર રાખવા માગતા હોવ અને પછી સર્ચ આઇકન પર ટેપ કરો. ત્યાર બાદ તમને તે યુઝરની સ્ટોરી બતાવવામાં આવશે, જેને તમે જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.

ટ્રિક 4 તમે એપ્સનો ઉપયોગ કરીને Instagram સ્ટોરી જોઈ શકો છો. iOS પર, તમે એપ સ્ટોરમાંથી રીપોસ્ટ સ્ટોરીઝ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એકવાર ડાઉનલોડ થઈ ગયા પછી, તમારા Instagram એકાઉન્ટમાં લૉગ ઇન કરો અને તે યુઝર્સને શોધો જેની સ્ટોરી તમે જોવા માંગો છો.

હવે, તમને છેલ્લા 24 કલાકમાં સંબંધિત યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી પોસ્ટ્સ અને સ્ટોરીનું ફોલ્ડર મળશે. તમે ફોલ્ડર્સ પસંદ કરી શકો છો અને યુઝર્સને જાણ ન થાય એ રીતે સ્ટોરીઓ જોઈ શકો છો. જો તમે ઈચ્છો તો તમે સ્ટોરીને ફરીથી પોસ્ટ અથવા સાચવી શકો છો.

Android પર, તમે BlindStory એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. ફક્ત તેને ઇન્સ્ટોલ કરો અને તમારા Instagram એકાઉન્ટમાં લૉગ ઇન કરો. હવે, તમે પ્રોફાઇલ શોધનો વિકલ્પ જોશો. તમે જેની સ્ટોરી જોવા માગો છો તે યુઝર્સને શોધો અને તમે ત્યાં સ્ટોરી અને હાઇલાઇટ્સ જોઈ શકશો.

આ પણ વાંચો: Viral: પેન્ટ પહેરવાની આવી યૂનિક સ્ટાઈલ તમે નહીં જોઈ હોય, વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

આ પણ વાંચો: Viral: કુતરા અને બિલાડીની દોસ્તી સોશિયલ મીડિયા પર છે હીટ, જૂઓ વાયરલ વીડિયો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">