જો તમે તમારા ફેસબુક એકાઉન્ટને પ્રોટેક્ટ કરવા માંગો છો, તો અત્યારે જ તમારો પાસવર્ડ બદલાવો

તમારા Facebook એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે, તમારે હવેથી ખૂબ કાળજી રાખવાની જરૂર છે. જો કે, ઘણી વખત યુઝર્સ તેમનો ફેસબુક પાસવર્ડ (Facebook Password) ભૂલી પણ જાય છે.

જો તમે તમારા ફેસબુક એકાઉન્ટને પ્રોટેક્ટ કરવા માંગો છો, તો અત્યારે જ તમારો પાસવર્ડ બદલાવો
Facebook (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 10:37 AM

આજે ફેસબુક (Facebook) એ એક લોકપ્રિય સામાજિક પ્લેટફોર્મ (Social Media) છે, જ્યાં કરોડો યુઝર્સ એકબીજા સાથે હંમેશા જોડાયેલા રહે છે. અહીં યુઝર્સ ફોટોઝ, વીડિયોઝ શેર કરે છે, અને મેસેજ અથવા પોસ્ટ (Facebook Post) અપડેટ્સ દ્વારા તેમના મિત્રો અથવા પરિવારના સભ્યો સાથે જોડાયેલા રહે છે. એટલા માટે તમારું Facebook એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં, તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ શું તમને ચિંતા છે કે તમારો ફેસબુક પાસવર્ડ કોઈના હાથમાં ન આવી જાય. જો કે, ઘણી વાર યુઝર્સ પોતાનો ફેસબુક પાસવર્ડ ભૂલી પણ જાય છે.

તેથી જ ટેક નિષ્ણાંતો દ્વારા દર થોડા મહિને પાસવર્ડ બદલવાની પણ સલાહ આપવામાં આવે છે. તો ચાલો, આજે અમે તમને Facebookનો જૂનો પાસવર્ડ બદલવાની સંપૂર્ણ રીત વિશે જણાવીશું.

કમ્પ્યુટર પર ફેસબુક પાસવર્ડ કેવી રીતે બદલવો તે સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબ સમજાવવામાં આવ્યું છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

કમ્પ્યુટર પર તમારો ફેસબુક પાસવર્ડ કેવી રીતે રીસેટ કરવો ??

  1. કમ્પ્યુટર અથવા લેપટોપ પર ફેસબુક એકાઉન્ટમાં લોગિન કરો.
  2. લોગિન કર્યા પછી, ઉપરના જમણા ખૂણામાં ડ્રોપડાઉન ટેબ આઇકોન પર ક્લિક કરો.
  3. સેટિંગ્સ અને પ્રાઇવસી ટેબમાં જઈને સેટિંગ્સ ઓપ્શન પર ક્લિક કરો.
  4. હવે પ્રાઇવસી અને લોગિન ઓપ્શન પસંદ કરો.
  5. આ પછી ચેન્જ પાસવર્ડની બાજુમાં Edit વિકલ્પ પસંદ કરો.
  6. હવે તમારો વર્તમાન Facebook પાસવર્ડ લખો અને પછી તમારો નવો પાસવર્ડ 2 વાર દાખલ કરો.
  7. નવો પાસવર્ડ દાખલ કર્યા પછી, changes done વિકલ્પ પસંદ કરો. હવે તમારો ફેસબુક પાસવર્ડ બદલાઈ ગયો છે.

ફેસબુક એપ્લિકેશન પર તમારો પાસવર્ડ કઈ રીતે બદલવો ??

  1. ફેસબુક એન્ડ્રોઇડ એપ પર ફેસબુક પાસવર્ડ બદલવા માટે, આ સ્ટેપ્સને અનુસરો….
  2. Facebook એપ્લિકેશન ખોલો અને ઉપરના જમણા ખૂણે ત્રણ-લાઇનવાળા મેનૂ આઇકોન પર ટેપ કરો.
  3. સેટિંગ્સ ટેબ પર ટેપ કરો અને સેટિંગ્સ અને પ્રાઇવસી વિકલ્પ પસંદ કરો.
  4. તે પછી પ્રાઇવસી અને લોગિન પસંદ કરો અને પછી પાસવર્ડ બદલો પસંદ કરો.
  5. હવે તમારો વર્તમાન પાસવર્ડ દાખલ કર્યા પછી, નવો પાસવર્ડ 2 વાર દાખલ કરો.
  6. નવા પાસવર્ડ સાથે ચાલુ રાખવા માટે done changes પર ટેપ કરો.

Facebook iOS એપ પર ફેસબુક પાસવર્ડ કેવી રીતે બદલવો ??

  1. તમારા iPhone પર Facebook એપ્લિકેશન ખોલો અને નીચે-જમણી બાજુએ 3 લાઈનવાળા મેનૂ આઇકોન પર ટેપ કરો.
  2. સેટિંગ્સ ટેબ પર ટેપ કરો અને સેટિંગ્સ અને પ્રાઇવસી પસંદ કરો.
  3. અહીં સિક્યોરિટી અને લોગિન પસંદ કરો અને પાસવર્ડ બદલો પસંદ કરો.
  4. હવે તમારો વર્તમાન પાસવર્ડ દાખલ કર્યા પછી, નવો પાસવર્ડ 2 વાર દાખલ કરો.
  5. New Facebook પાસવર્ડ સફળતાપૂર્વક બદલવા માટે done changes વિકલ્પ પર ટેપ કરો.

કોઈપણ સોશિયલ મીડિયા પર પાસવર્ડ બદલતી વખતે, વપરાશકર્તાઓએ હંમેશા મજબૂત પાસવર્ડ જ પસંદ કરવો જોઈએ. સરળ ફેસબુક પાસવર્ડને કારણે, કોઈ તમારા Facebook એકાઉન્ટ સાથે પણ છેડછાડ કરી શકે છે. જો તમારો Facebook પાસવર્ડ બહુ મજબૂત નથી, તો જૂનો પાસવર્ડ બદલવા માટેનો આ યોગ્ય સમય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">