જો આ નંબરથી કોલ કે મેસેજ આવે તો તરત ભારત સરકારને જાણ કરો, નહીં તો બનશો હેકિંગનો શિકાર

|

Aug 03, 2022 | 6:02 PM

આજના જમાનામાં ટેકનોલોજીનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. પણ આ ટેકનોલોજીની સુવિધાનો લાભ લેવાની સાથે સાથે સાવધાની રાખવી પણ જરુરી છે, નહીં તો તમે ફ્રોડનો (Fraud) શિકાર બની શકો છો.

જો આ નંબરથી કોલ કે મેસેજ આવે તો તરત ભારત સરકારને જાણ કરો, નહીં તો બનશો હેકિંગનો શિકાર
Hacking
Image Credit source: file photo

Follow us on

આજના જમાનામાં ટેકનોલોજીનો (Technology) વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. ટેકનોલોજી આપણા જીવનને વધારે સરળ બનાવી રહ્યુ છે. ભવિષ્યમાં આ ટેકનોલોજીનો વિકાસ એટલો થશે કે જેની આપણે કલ્પના પણ ના કરી હશે. ટેકનોલોજીની સુવિધાનો લાભ લેવાની સાથે સાથે કેટલીક સાવધાની રાખવી પણ જરુરી છે. આજના સમયમાં સાયબર ક્રાઈમ (Cyber crime) ઘણુ વધી રહ્યુ છે, જેના કારણે નાની બાબતોનું ધ્યાન રાખવુ જરુરી છે. આજકાલના હેકર્સ હેકિંગ માટે નવી નવી રીતો અપનાવી રહ્યા છે. સિમ કાર્ડ, લાલચથી ભરેલા મેસેજ-ફોન, ઓટીપી, લિંક વગેરેની મદદથી હેકર્સ લોકોને લૂંટતા હોય છે. આ પ્રકારના ક્રાઈમ ઈન્ટરનેટ અને ઈમેલ જેવા એપથી થતા હોય છે. તેની મદદથી તેઓ તમારી બેન્ક ની માહિતી મેળવે છે અને લૂંટે છે.

બાળકો અને વડીલો જેમને ટેકનોલોજીની વધારે સમજ નથી હોતી તેમને ફોન કરીને તેમની પાસે પણ આવી માહિતી મેળવવામાં આવે છે. જો તમેને આ પ્રકારના કોલ કે મેસેજ આવી રહ્યા છે, તો તમે તેના વિરુધ ફરિયાદ કરી શકો છો. ભારત સરકાર દ્વારા આ બાબતની જાણ દરેક યુઝર્સ સુધી પહોંચાડવામાં આવી રહી છે. ચાલો જાણીએ આવી ફ્રોડથી બચવા શું કરવુ જોઈએ.

આવા નંબર પરથી આવતા હોય છે કોલ

તમને જણાવી દઈએ કે આવા ફ્રોડ કે હેકિંગ માટે લોકો બેન્ક અધિકારી કે બીજા કોઈ મોટા વિભાગના અધિકારી તરીકે વાતચીત કરતા હોય છે. લોભામણી ઓફર્સ આપીને લોકોને તેઓ લોકોના પૈસા લૂંટતા હોય છે. કેટલાક કોલ ઈન્ટરનેશનલ નંબર પરથી પણ આવતા હોય છે. જે નંબરમાં ભારતનો કોડ +91 ન હોય તેવા કોલને ઉપાડવાનું ટાળવુ જોઈએ.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઈન્ટરનેટ ફ્રોડથી બચવા માટે કરો આ કામ

તમારા ફોન પર જ્યારે પણ ફ્રોડવાળા ઈન્ટરનેશનલ કોલ આવે જેને તમે જાણતા નથી, તો તેની ફરિયાદ ત્યારે જ કરો. આ માટે તમે DoT એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યૂનિકેશનને ફરિયાદ કરી શકો છો. તેના માટે ફોન નંબર પણ ઉપલ્બધ છે, જેના પર તમે ફરિયાદ કરી શકો છો. આ નંબર આ પ્રકારના છે – 1800110420 કે 1963. આ એક પ્રકારના ટોલ ફ્રી નંબર્સ છે. આ નંબર પર ફરિયાદ કરતા જ આવા ફ્રોડ કોલ કે મેસજ કરનારને શોધવામાં મોટી મદદ મળશે.

Next Article