Tech Tips: તમારો સ્માર્ટફોન વોટરપ્રુફ છે કે વોટર રેઝિસ્ટન્સ, આ રીતે ઓળખો અને તેનો અર્થ પણ જાણો
ઘણી વખત ખોટા દાવા કરવા બદલ કંપનીઓને દંડ પણ ફટકારવામાં આવ્યો છે, જો કે તમારા માટે વોટરપ્રૂફ અને વોટર રેઝિસ્ટન્ટનો અર્થ સમજવો જરૂરી છે. ચાલો જાણીએ કે તેમની વચ્ચે શું તફાવત છે?
આજકાલ માર્કેટમાં બે પ્રકારના ગેજેટ્સ આવી રહ્યા છે. એક વોટર રેઝિસ્ટન્સ (Water Resistant) છે અને બીજું વોટરપ્રૂફ (Waterproof) છે, જો કે મોટાભાગના લોકો તેમની વચ્ચેના તફાવતને જાણતા નથી અને આવી સ્થિતિમાં તેઓ પોતાને નુકસાન પહોંચાડે છે. ઘણી વખત ખોટા દાવા કરવા બદલ કંપનીઓને દંડ પણ ફટકારવામાં આવ્યો છે, જો કે તમારા માટે વોટરપ્રૂફ અને વોટર રેઝિસ્ટન્ટનો અર્થ સમજવો જરૂરી છે. ચાલો જાણીએ કે તેમની વચ્ચે શું તફાવત છે?
વોટર રેઝિસ્ટન્ટનો અર્થ શું છે?
સૌ પ્રથમ એ જાણવું જરૂરી છે કે વોટર રેઝિસ્ટન્ટનો અર્થ વોટરપ્રૂફ નથી. વોટર રેઝિસ્ટન્ટ હોવાનો અર્થ એ છે કે ફોનની અંદર પાણી ઘૂસવું મુશ્કેલ છે અને જો પાણીના થોડા ટીપા ફોન પર પડે તો પણ તેને નુકસાન નહીં થાય. પરંતુ આનો મતલબ એ નથી કે જો ફોન પાણીમાં ડૂબી જાય તો તેને નુકસાન નહીં થાય, આવી સ્થિતિમાં ફોનને ચોક્કસપણે નુકસાન થશે.
વોટરપ્રૂફનો અર્થ શું છે?
બજારમાં આવા ઘણા સ્માર્ટફોન ઉપલબ્ધ છે, જેના પર વોટરપ્રૂફ સર્ટિફિકેશન પણ ઉપલબ્ધ છે, એટલે કે આવા ફોન પાણીમાં પણ સુરક્ષિત છે. તેમની ખાસિયત એ છે કે આવા ફોનનો ઉપયોગ તમે પાણીની નીચે પણ ફોટોગ્રાફી માટે કરી શકો છો. તેથી જ્યારે પણ તમે ફોન ખરીદવા જાવ તો ચોક્કસ ધ્યાન રાખો કે તમે જે ફોન લઈ રહ્યા છો તે વોટરપ્રૂફ અથવા વોટર રેઝિસ્ટન્ટ અથવા વોટર રિપેલન્ટ છે, નહીં તો તમને પણ નુકસાન થઈ શકે છે.
ભારતમાં જોકે વિદેશના પ્રમાણમાં વોટરપ્રુફ સ્માર્ટફોનનું ચલણ ઓછુ છે, જેનું એક કારણ તેની કિંમત પણ છે. વોટરપ્રુફ સ્માર્ટફોન સામાન્ય ફોન કરતા થોડા મોંઘા આવે છે, પરંતુ વિદેશોમાં તેનું ચલણ ઘણું વધારે છે. ત્યારે ઉપરોક્ત બાબતોથી એ તો હવે સ્પષ્ટ થઈ ગયું હશે કે વોટરપ્રુફ અને વોટર રેઝિસ્ટન્ટ કોને કહેવાય.