AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Technology News: એક એપથી મેનેજ કરો મલ્ટીપલ Instagram એકાઉન્ટ, આ રહી સરળ રીત

Instagram ની આ ખાસ સુવિધા Android અને iOS પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ છે અને તે જ ડિવાઈસથી તમારા વ્યક્તિગત અને વ્યવસાયિક Instagram એકાઉન્ટને મેનેજ કરવાનું સરળ બનાવે છે.

Technology News: એક એપથી મેનેજ કરો મલ્ટીપલ Instagram એકાઉન્ટ, આ રહી સરળ રીત
Symbolic photo (PS- Pixabay)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 12:53 PM
Share

ફોટો અને વીડિયો શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા (Social media) યુઝર્સમાં ઝડપથી પકડ બનાવી રહ્યું છે. જો તમે પણ તેનો ઉપયોગ કરો છો અને એક જ એપથી એક સાથે બે એકાઉન્ટ ચલાવવા માંગો છો તો તમારી સમસ્યા હલ થઈ જશે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે ઇન્સ્ટાગ્રામ એપ (Instagram App) પર એકસાથે બે એકાઉન્ટ કેવી રીતે ખોલવા અને એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં કેવી રીતે સ્વિચ કરવું. ઈન્સ્ટાગ્રામે એક ફોન પર પાંચ એકાઉન્ટ ઓપરેટ કરવાની પરવાનગી આપી છે, જેમાંથી એક પર્સનલ, એક ઓફિસિયલ અને બાકીના ત્રણ એકાઉન્ટ હોઈ શકે છે. પહેલા કોઈપણ વ્યક્તિ માત્ર એક જ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram Account)ઓપરેટ કરી શકતો હતો પરંતુ હવે એવું નથી.

Instagram ની આ ખાસ સુવિધા Android અને iOS પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ છે અને તે જ ડિવાઈસથી તમારા વ્યક્તિગત અને વ્યવસાયિક Instagram એકાઉન્ટને મેનેજ કરવાનું સરળ બનાવે છે. તમે Instagram એપ્લિકેશન પર એકથી વધુ Instagram એકાઉન્ટ કેવી રીતે સેટ કરી શકો છો તે જાણો અહીં.

ઇન્સ્ટાગ્રામ એપ પર મલ્ટિપલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કેવી રીતે સેટ કરવું

1 તમારા સ્માર્ટફોનમાંથી Instagram એપ્લિકેશન ઈસ્ટોલ કરો

2 હવે નીચે જમણા ખૂણામાં DP પર ક્લિક કરીને પ્રોફાઇલ પર જાઓ.

3 ગિયર પસંદ કરો અથવા સ્ક્રીનના ઉપરના જમણા ખૂણે ત્રણ વર્ટિકલ પોઈન્ટ પસંદ કરો.

4 આગળ, નીચે સ્ક્રોલ કરો અને Add Account પસંદ કરો.

5 તમારું યુઝર નામ અને પાસવર્ડ દાખલ કરો અથવા તમારા Facebook એકાઉન્ટથી લૉગ ઇન કરો.

એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ડમાં કેવી રીતે સ્વિચ કરવું

1 એપ ઈસ્ટોલ કર્યા પછી, પ્રોફાઇલ પેજ પર જાઓ અને તમારા યુઝરનેમ પર ટેપ કરો, જે ઉપરના ડાબા ખૂણામાં આપવામાં આવ્યું છે.

2 હવે તમે જે એકાઉન્ટ ઓપરેટ કરવા અને હેન્ડલ કરવા માંગો છો તેને પસંદ કરો.

Instagram એકાઉન્ટ કેવી રીતે ડિલીટ કરવું

1 પ્રોફાઇલ પેજ પર જાઓ અને ગિયર આઇકોન પસંદ કરો.

2 નીચે સ્ક્રોલ કરો અને લોગઆઉટ વિકલ્પ પર જાઓ, જે એડ એકાઉન્ટની નજીક જ આપવામાં આવે છે.

3 તમે જે એકાઉન્ટને દૂર કરવા માંગો છો તેમાંથી લોગઆઉટ કરો અથવા તમે બધા એકાઉન્ટ્સમાંથી લોગ આઉટ પણ કરી શકો છો. આ બધા એકાઉન્ટ્સ કાઢી નાખશે.

આ પણ વાંચો: સાયનાની બાયોપિકમાં બાળપણનો રોલ કરનારી Naishaa રિઅલ લાઈફમાં છે બેડમિન્ટન ચેમ્પિયન

આ પણ વાંચો: Petrol Diesel Price Today : આજે સવારે 6 વાગે પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર થયા, જાણો આજે તમારા વાહનનું ઇંધણ સસ્તું થયું કે નહિ?

Follow Us
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
g clip-path="url(#clip0_868_265)">