ટેક્નોલોજી(Technology )જેમ જેમ વધી રહી છે તેની સાથે છેતરપિંડીના કિસ્સા પણ તેટલા જ વધી રહ્યા છે ત્યારે વર્તમાન યુગમાં આધાર કાર્ડ (Aadhaar card)ને સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ કહેવું કદાચ ખોટું નહીં હોય. પરંતુ એવું નથી કે આધાર સાથે છેતરપિંડી શક્ય નથી. ખાસ કરીને મોબાઈલ સિમ મેળવવા માટે આધાર કાર્ડનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. આધાર કાર્ડની ફોટોકોપીની મદદથી ઘણા નકલી સિમ તમારી પરવાનગી વિના જારી કરવામાં આવે છે, જેનો તમને ખ્યાલ પણ નથી હોતો. આ છેતરપિંડીની ઘટનાઓને રોકવા માટે, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) દ્વારા એક નવી વેબસાઇટ શરૂ કરવામાં આવી છે.
ટેલિકોમ એનાલિટિક્સ ફોર મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન (TAFCOP)નામનું પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે. જ્યાંથી યુઝર્સ જાણી શકશે કે તેમના આધાર કાર્ડ પર કેટલા રજિસ્ટર્ડ સિમ કાર્ડ છે. આ પછી, વપરાશકર્તાઓ ઑનલાઇન મોડ દ્વારા જ રજિસ્ટર્ડ નકલી સિમને બ્લોક કરી શકે છે.
જો તમારી પાસે તમારા આધાર કાર્ડ પર નકલી મોબાઇલ સિમ કાર્ડ નોંધાયેલ છે, તો તમને ભારે નુકસાન થઈ શકે છે, કારણ કે જો તમારા નામે નોંધાયેલ નકલી સિમ સાથે કોઈ ખોટું કામ કરવામાં આવશે તો તમે દોષિત ઠરશો. તેમજ આવા મામલામાં તમારે જેલ પણ જવું પડી શકે છે.