તમારા બાળકનું આધાર કાર્ડ બનાવવાની આ છે સૌથી સરળ રીત, ઘરે બેઠા આ રીતે કરો અરજી

જો તમારે સબસિડીનો લાભ લેવો હોય કે, બેંકમાં ખાતું ખોલાવવું હોય કે પછી બાળકોને શાળામાં પ્રવેશ અપાવવો. દરેક જગ્યાએ આધાર કાર્ડનો ઉપયાગ થાય છે. તેથી બાળકનું આધાર કાર્ડ હોવું પણ જરૂરી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે બાળકનું આધાર કેવી રીતે બને છે.

તમારા બાળકનું આધાર કાર્ડ બનાવવાની આ છે સૌથી સરળ રીત, ઘરે બેઠા આ રીતે કરો અરજી
Aadhar card Image Credit source: paytm
Follow Us:
| Updated on: Dec 31, 2023 | 9:52 PM

આધાર કાર્ડ આજે દરેક વ્યક્તિ માટે જરૂરી દસ્તાવેજોમાંનો એક છે. આજકાલ લગભગ દરેક જગ્યાએ તેનો ઉપયોગ થાય છે. જો તમારે સબસિડીનો લાભ લેવો હોય કે બેંકમાં ખાતું ખોલાવવું હોય કે પછી બાળકોને શાળામાં પ્રવેશ અપાવવો. દરેક જગ્યાએ આધાર કાર્ડનો ઉપયાગ થાય છે. તેથી બાળકનું આધાર કાર્ડ હોવું પણ જરૂરી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે બાળકનું આધાર કેવી રીતે બને છે.

બાળકના આધાર કાર્ડ માટે જરૂરી દસ્તાવેજ

  • બાળકના આધાર કાર્ડની અરજી કરવા માટે તમારી પાસે બાળકનું જન્મ પ્રમાણપત્ર અથવા શાળા પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • માતા-પિતાનું આધાર કાર્ડ અથવા અન્ય કોઈ માન્ય સરકારી આઈડી પ્રૂફ જેમ કે PAN કાર્ડ, પાસપોર્ટ અથવા ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જરૂરી છે.
  • માતા-પિતાના એડ્રેસ પ્રૂફ માટે વીજળીનું બિલ, પાણીનું બિલ કે ટેલિફોન બિલ.
  • બાળકનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ.

ઘરે બેઠા આ રીતે કરો અરજી

  • આ માટે સૌથી પહેલા તમારે UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. ત્યારબાદ આ વેબસાઇટ પર તમારે આધાર કાર્ડ રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરવાનું રહેશે.
  • જ્યાં બાળકનું નામ, માતા-પિતાના નામ સહિત ઘણી મહત્વપૂર્ણ માહિતી ભરવાની રહેશે અને આધાર એનરોલમેન્ટ ફોર્મ પણ ભરવાનું રહેશે.
  • જેમાં તમારે સરનામું, વિસ્તાર, જિલ્લો/શહેર, રાજ્ય વગેરે જેવી માહિતી ભરવાની રહેશે.
  • ત્યાર બાદ એપોઇન્ટમેન્ટ બટન પર ક્લિક કરો અને આધાર કાર્ડ નોંધણી માટે શેડ્યૂલ પસંદ કરો. તમે તમારા ઘરની નજીકનું એનરોલમેન્ટ સેન્ટર પસંદ કરી શકો છો.
  • ત્યાર બાદ તમારે એપોઈન્ટમેન્ટની તારીખે એનરોલમેન્ટ સેન્ટર પર જવું પડશે. ત્યાં તમારે બાળકનું જન્મ પ્રમાણપત્ર, માતા-પિતાના આધાર કાર્ડની ફોટોકોપી અને રેફરન્સ નંબર પણ સાથે રાખવાનો રહેશે.
  • નોંધણી કેન્દ્ર પર તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આધાર કાર્ડ બનાવવા માટે કોઈ ફી લેવામાં આવતી નથી. આ માટે ન તો બાળકોના બાયોમેટ્રિક્સ લેવામાં આવે છે કે ન તો રેટિના સ્કેન કરવામાં આવે છે.
  • બધી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજદારને એક એક્નોલેજમેન્ટ નંબર આપવામાં આવે છે, જેની મદદથી તમે અરજીનું સ્ટેટસ જાણી શકો છો.
  • 60 દિવસ પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક SMS આવશે. નોંધણી પ્રક્રિયાના 90 દિવસમાં તમને તમારા બાળકનું આધાર કાર્ડ મળી જશે.

આ પણ વાંચો : mAadhaar Appમાં મળશે e-KYC ઓપ્શન, જાણો કેવી રીતે કરવું પેપરલેસ ઓફલાઈન વેરિફિકેશન

g clip-path="url(#clip0_868_265)">