Tech News: આજની Young Generation એક દિવસમાં કેટલા કલાક વિતાવે છે ઈન્ટરનેટ પર ? વાંચો આ રિપોર્ટ

|

Mar 16, 2022 | 1:46 PM

વર્ષ 2021માં મોબાઈલ બ્રોડબેન્ડ ડેટાના વપરાશમાં નોંધપાત્ર વધારો થયો છે. 4G મોબાઈલ ડેટાની વાત કરીએ તો તેમાં 31 ટકાનો વધારો થયો છે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે 2021માં 4G સેવાઓમાં 40 મિલિયનથી વધુ સબસ્ક્રાઈબર્સ ઉમેરાયા છે.

Tech News: આજની Young Generation એક દિવસમાં કેટલા કલાક વિતાવે છે ઈન્ટરનેટ પર ? વાંચો આ રિપોર્ટ
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

આજની પેઢી (Young Generation) તેમના સ્વાસ્થ્ય પર કેટલું રોકાણ કરે છે તે કોઈ જાણતું નથી. પરંતુ તે ચોક્કસપણે જાણીતું છે કે 1 ભારતીય વપરાશકર્તા એક મહિનામાં લગભગ 17 GB ડેટા વાપરે છે અને 20 થી 25 વર્ષની વયના લોકો દરરોજ લગભગ 8 કલાક ઑનલાઇન (Online) વિતાવે છે. સોમવારે જાહેર કરાયેલા મોબાઈલ બ્રોડબેન્ડ ઈન્ડેક્સ (MBiT) 2022ના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. મોબાઈલ બ્રોડબેન્ડ ઈન્ડેક્સ (MBiT) 2022 ના રિપોર્ટ અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં મોબાઈલ બ્રોડબેન્ડ યુઝર્સની સંખ્યા 34.45 મિલિયનથી વધીને 76.55 મિલિયન થઈ ગઈ છે.

સરેરાશ મોબાઈલ ડેટા વપરાશની વાત કરીએ તો તે દર મહિને 17 GB સુધી પહોંચી ગયો છે. આ સાથે વર્ષ 2021માં મોબાઈલ બ્રોડબેન્ડ ડેટાના વપરાશમાં નોંધપાત્ર વધારો થયો છે. 4G મોબાઈલ ડેટાની વાત કરીએ તો તેમાં 31 ટકાનો વધારો થયો છે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે 2021માં 4G સેવાઓમાં 40 મિલિયનથી વધુ સબસ્ક્રાઈબર્સ ઉમેરાયા છે અથવા અપગ્રેડ કરવામાં આવ્યા છે.

10 થી 25 વર્ષની વયના લોકોને દરરોજ સરેરાશ 8 કલાક રહે છે ઓનલાઈન

રિપોર્ટ કહે છે કે 10 થી 25 વર્ષની વયના લોકો, જેમને સોશિયલ મીડિયાની ભાષામાં Gen z પણ કહેવામાં આવે છે, તેમની 24 માંથી સરેરાશ 8 કલાક ઓનલાઈન રહેવામાં જાય છે. ભારતમાં 90% ઇન્ટરનેટ વપરાશકર્તાઓ તેમની સ્થાનિક ભાષામાં સામગ્રી વાંચવાનું અથવા સાંભળવાનું પસંદ કરે છે. નોંધપાત્ર રીતે, છેલ્લા પાંચ વર્ષમાં, ભારત વિશ્વમાં સૌથી વધુ ડેટાનો ઉપયોગ કરનારા દેશોમાંનો એક બની ગયો છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

5G ડિજિટલ ડિવિઝનને ઘટાડશે

નોકિયામાં SVP અને ઇન્ડિયા માર્કેટના હેડ સંજય મલિક કહે છે, “4G એ ભારતના મોબાઇલ બ્રોડબેન્ડ ઇકોસિસ્ટમને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. હવે, આગામી 5G સ્પેક્ટ્રમની હરાજી સાથે અને આ વર્ષના અંતમાં સર્વિસેજના કમર્શિયલ લોન્ચથી ભારત જે ડિજિટલ ડિવિઝન છે તેને ઘટાડવામાં મદદ મળશે.”

આ પણ વાંચો: Technology: ફેસમાસ્ક પહેરીને પણ અનલોક કરી શકાશે iPhone, Apple એ બહાર પાડ્યુ અપડેટ

આ પણ વાંચો: Gujarat Assembly Session Live: વિધાનસભામાં આજે અપત્તિ, વ્યવસ્થાપન, કાયદો અને ન્યાય તંત્ર, વૈધાનિક , સંસદીય બાબતો, કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન મુદ્દે ચર્ચા

આ પણ વાંચો:Green Rice Farming: ભારત સહિત ઓસ્ટ્રેલિયામાં પણ રહે છે આ ચોખાની સતત માગ, એક કિલો બિયારણ આપી શકે છે 37 કિલો ઉત્પાદન

Next Article