Instagram Tips and Tricks: ડિલીટ કર્યા વિના આ રીતે ઈન્સ્ટાગ્રામની પોસ્ટને કરો હાઈડ, જાણો શું છે ટ્રિક

|

Feb 07, 2022 | 9:15 AM

આજે અમે તમને ઇન્સ્ટાગ્રામના એક એવા ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારી પોસ્ટને ડિલીટ કર્યા વિના અન્ય લોકોથી છુપાવી શકો છો.

Instagram Tips and Tricks: ડિલીટ કર્યા વિના આ રીતે ઈન્સ્ટાગ્રામની પોસ્ટને કરો હાઈડ, જાણો શું છે ટ્રિક
Instagram (PS- unsplash.com)

Follow us on

આજે સમગ્ર વિશ્વમાં Instagram વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. આ પ્લેટફોર્મે સોશિયલ મીડિયા (Social Media)ને એક નવો આયામ આપ્યો છે. ઈન્સ્ટાગ્રામ (Instagram)ના યુનિક ફીચર્સ અને યુઝર ફ્રેન્ડલી ઈન્ટરફેસને કારણે યુઝર્સ તેની તરફ ખેંચાય છે. ઈન્સ્ટાગ્રામ પર સમયાંતરે નવા ફીચર્સ આવતા રહે છે જેથી યુઝર્સને સારો અનુભવ મળે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં, સમગ્ર વિશ્વમાં પ્રાઈવેસી વિશે નવી ચર્ચા ઊભી થઈ છે. આ કારણે, ઘણા વપરાશકર્તાઓ તેમની પ્રાઈવેસી અને ડેટા સુરક્ષાને લઈને ખૂબ જ સંવેદનશીલ બની ગયા છે.

આજે અમે તમને ઇન્સ્ટાગ્રામના એક એવા ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારી પોસ્ટને ડિલીટ કર્યા વિના અન્ય લોકોથી છુપાવી શકો છો. ઇન્સ્ટાગ્રામના આ ખાસ ફીચર વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ સંદર્ભમાં, ચાલો જાણીએ કે તમે Instagram પર તમારી પોસ્ટ કેવી રીતે છુપાવી શકો છો?

તમારી પોસ્ટને છુપાવવા માટે, તમારે પહેલા તમારા ફોનમાં Instagram એપ ખોલવી પડશે. ત્યાર બાદ તમારે તમારી પ્રોફાઇલ પર આવવું પડશે. નેકસ્ટ સ્ટેપ પર, એ પોસ્ટ સિલેક્ટ કરો જેને તમે છુપાવવા માંગો છો.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

પોસ્ટ પસંદ કર્યા પછી, તમને તેના પર ત્રણ ડોટ મેનૂ બટન દેખાશે, તેના પર ક્લિક કરો. તમે થ્રી ડોટ મેનુ પર ક્લિક કરશો કે તરત જ આર્કાઈવ ઓપ્શન દેખાશે. હવે તમારે Archive નો વિકલ્પ પસંદ કરવો પડશે. આ વિકલ્પ પર ક્લિક કર્યા પછી, તમારી પોસ્ટ આર્કાઇવ વિભાગમાં જશે.

આ ટ્રિકને ફોલો કરી, તમે તમારી પોસ્ટને સરળતાથી છુપાવી શકો છો. એકવાર તમારી પોસ્ટ આર્કાઇવ સેકેશન પર ગયા બાદ તમારા સિવાય અન્ય કોઈ પોસ્ટ જોઈ શકશે નહીં. ત્યારે આ સરળ રીતથી તમે તમારી ઈન્સ્ટાગ્રામ પોસ્ટને ડિલીટ કર્યા વિના છુપાવી શકો છો.

આ પણ વાંચો: Technology News: WhatsApp એ ડેસ્કટોપ યુઝર્સ માટે રજૂ કર્યું આ શાનદાર ફિચર્સ, જાણો કેવી રીતે કરશે કામ

આ પણ વાંચો: Viral: ગરીબ બાળકોએ પુલ ગેમ રમવા અપનાવ્યો દેશી જુગાડ, વીડિયો જોઈ અનુપમ ખેર પણ થઈ ગયા ફિદા

આ પણ વાંચો:કેરીનું પ્રોસેસિંગ કરી આ ખેડૂત કરી રહ્યા છે સારી કમાણી, છાલ અને ગોટલીમાંથી પણ બનાવે છે આ વસ્તું

Next Article