મોબાઈલથી આ રીતે જાણો તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહીં

જો તમે તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક નથી કર્યું તો તેને કરી લેજો. તેમજ જો તમે તમારા પાન કાર્ડને  આધાર સાથે લિંક કરી દીધું છે તો તે તમે કેવી રીતે ચેક કરી શકશો. ચાલો અમે તમને જણાવીએ કે તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરાયેલું છે કે નહીં.

મોબાઈલથી આ રીતે જાણો તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહીં
જાણો તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં
Follow Us:
| Updated on: Apr 04, 2021 | 10:54 AM

ભારતીય આવકવેરા વિભાગે તમામ PAN ને  આધાર સાથે જોડવાનું ફરજિયાત બનાવ્યું છે. તેથી જો તમે હજી સુધી તમારા પાનકાર્ડને આધાર સાથે લિંક નથી કર્યું ઝડપથી કરી લેજો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ કાયમી એકાઉન્ટ નંબર (પાન ) અને આધાર સાથે લિંક કરવા માટેની અંતિમ તારીખ 31 માર્ચ2021 હતી તે વધારીને હવે 30 જુન 2021 નક્કી કરી છે,

તેથી જો તમે તમારું PAN કાર્ડ આધાર સાથે લિંક નથી કર્યું તો તેને કરી લેજો. તેમજ જો તમે તમારા પાન કાર્ડને  આધાર સાથે લિંક કરી દીધું છે તો તે તમે કેવી રીતે ચેક કરી શકશો. ચાલો અમે તમને જણાવીએ કે તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરાયેલું છે કે નહીં.

સ્ટેપ : ૦૧ 

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

જેની માટે તમારે સૌ પ્રથમ ઇન્કમટેક્સ વિભાગની વેબસાઇટ https://www1.incometaxindiaefiling.gov.in/home ની મુલાકાત લો. તેની બાદ તમને વેબસાઈટ ડાબી બાજુએ લિંક આધારનો વિકલ્પ દેખાશે. આ લિંકને ક્લિક કરવાથી નવું પેજ ખુલશે. જેમાં લિંક આધારનો વિકલ્પ હશે.

સ્ટેપ : ૦૨ 

આ પેજ પર પર તમને ઉપર તરફ અહીં ક્લિક કરવાનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કર્યા પછી, તમને તમારો પાન નંબર અને આધાર નંબર પૂછવામાં આવશે. તેની બાદ તમારે વ્યૂ લિંક આધાર સ્ટેટસ બટન પર ક્લિક કરવું પડશે.

સ્ટેપ : ૦૩ 

તેની બાદ જો પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક હશે તો પછી “તમારુ પાન આધાર નંબર સાથે લિંક છે XXXXXXXX134” નો સંદેશ ગ્રીન ટિક સાથે સ્ક્રીન પર પોપ અપ થશે. આ રીતે, તમે સરળતાથી જાણી શકો છો કે તમારું પાનકાર્ડ આધાર સાથે લિંક થયું છે કે નહીં

30 જુન ૨૦૨૧ સુધી પાન કાર્ડ સાથે આધારને લિંક કરી શકાશે

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે 31 માર્ચના રોજ કોરોનાના લીધે ઉભી થયેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને PANકાર્ડ સાથે આધાર નંબર જોડવાની છેલ્લી તારીખ લંબાવી દીધી છે. જેમાં હવે 30 જુન ૨૦૨૧ સુધી પાન કાર્ડ સાથે આધારને લિંક કરી શકાશે

આ અંગે સીબીડીટીએ કહ્યું હતું કે કરદાતાઓ તરફથી રજૂઆતો આવી હતી કે કોરોનાના પગલે પાન સાથે આધાર લિંકની સમયમર્યાદામાં વધારો કરવામાં આવે. જેના પગલે કરદાતાઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પાન સાથે આધારને લિંક કરવાની તારીખ 30 જૂન 2021 સુધી વધારી દીધી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">