Tech Tips: શું તમારું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે? તો અત્યારે જ આ સ્ટેપ્સ અનુસરો

|

May 15, 2022 | 11:40 PM

તમારું ફેસબુક એકાઉન્ટ (Facebook Account) હેક થયા પછી પણ તમે તેને એક્સેસ કરી શકો છો. આ માટે તમારે નીચે જણાવેલ કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

Tech Tips: શું તમારું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે? તો અત્યારે જ આ સ્ટેપ્સ અનુસરો
Facebook (File Photo)

Follow us on

આજે અમે તમને તમારા જુના ફેસબુક એકાઉન્ટને (Facebook Account) રિજનરેટ કરવાની પ્રક્રિયા જણાવી રહ્યા છીએ. આપણામાંથી આજે ઘણા લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે. તેમાં ઘણી બધી અંગત માહિતી (Personal Data) પણ રહેલી હોય છે. પરંતુ, સમસ્યા ત્યારે સર્જાય છે કે, જ્યારે આપણું ફેસબુક એકાઉન્ટ હેક થઈ જાય છે. વિશ્વભરમાં ફેલાયેલા હેકર્સ (Hackers) અનેક લોકોના ફેસબુક એકાઉન્ટ હેક કરીને તમારા ડેટા અને ફોટાનો દુરુપયોગ કરે છે. જો તમારા ફેસબુક એકાઉન્ટનો ઈમેઈલ કે પાસવર્ડ બદલાઈ ગયો છે, તો તમારે હવેથી અતિશય સાવચેત રહેવાની જરૂર છે.

આ સિવાય જો તમે તમારા ફેસબુક એકાઉન્ટ પર એવા મેસેજ અથવા પોસ્ટ્સ જોઈ રહ્યા છો જે તમે ક્યારેય લખ્યા જ નથી તો તમારે સમજી જવું જોઈએ કે તમારું એકાઉન્ટ હેક થઈ ગયું છે. જો તમને ખબર પડે કે તમારું ફેસબુક એકાઉન્ટ હેક થઈ ગયું છે, તો સૌથી પહેલા તમારે તમારો ફેસબુક એકાઉન્ટ પાસવર્ડ બદલવો પડશે.

  1. આ માટે તમારે સેટિંગ્સ અને પ્રાઈવસીમાં જવું પડશે. ત્યારબાદ પાસવર્ડ અને સિક્યુરિટી સિલેક્ટ કરવાની રહેશે. પછી ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરો.
  2. આમાં તમારે જૂનો પાસવર્ડ પણ નાખવો પડશે.
  3. શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
    આજનું રાશિફળ તારીખ : 05-05-2024
    આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
    મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
    20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
    ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
  4. પાસવર્ડ અને સિક્યોરિટી પેજ પર, તમે તમારા એકાઉન્ટમાં લૉગ ઇન થયેલા જુના ડિવાઇસીસનું લિસ્ટ પણ ચેક કરી શકો છો. આ માટે તમારે Where You’re Logged in પર ક્લિક કરવાનું રહેશે.
  5. જો આમાંથી કોઈપણ ડિવાઇસ તમારું નથી તો તમારે તેને તાત્કાલિક દૂર કરવું જોઈએ.
  6. તે પછી શંકાસ્પદ લોગિન પર ક્લિક કરો. ત્યારબાદ તમારે Facebook એકાઉન્ટને સુરક્ષિત કરવા માટે સિક્યોર એકાઉન્ટ પર ક્લિક કરવું પડશે.
  7. આ પછી તમારે ફેસબુક દ્વારા જણાવેલ તમામ સ્ટેપ્સને ફોલો કરવાના રહેશે. તમે ફેસબુક સપોર્ટ પેજ પરથી પણ મદદ મેળવી શકો છો.
  8. આ માટે તમારે પાસવર્ડ અને સિક્યોરિટી પેજ પર જવું પડશે અને હેલ્પ પેજ પર પણ જવું પડશે. આ પછી તમારું ફેસબુક એકાઉન્ટ હેક થઈ ગયું છે, તેની જાણ કરો.

જો કોઈ અસામાજિક તત્વોએ કે કોઈ હેકરે તમારા ફેસબુક એકાઉન્ટમાંથી લોગ આઉટ કર્યું છે તો તમારે Facebook.com/hacked પર જવું પડશે. અહીં તમારે ફેસબુક એકાઉન્ટ સાથે જોડાયેલ મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. જો આ નંબર તમારા રજિસ્ટર્ડ નંબર સાથે મેળ ખાય છે તો ફેસબુક તમને એકાઉન્ટની ઍક્સેસ ફરીથી મેળવવામાં મદદ કરશે.

 

Next Article