Social Meida પર સરકારની રહેશે હવે કડક નજર, મિસ યુઝ, ફેક ન્યૂઝ અને એબ્યુઝ કન્ટેન્ટ પર લગાવાઈ શકે છે પ્રતિબંધ

રવિશંકર પ્રસાદે કહ્યું કે અમને આ ફરિયાદ મળી છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ આતંક માટે કરવામાં આવી રહ્યો છે. રવિશંકર પ્રસાદ અને માહિતી અને પ્રકાશ જાવડેકરે સોશિયલ મીડિયા માર્ગદર્શિકા પર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

Social Meida પર સરકારની રહેશે હવે કડક નજર, મિસ યુઝ, ફેક ન્યૂઝ અને એબ્યુઝ કન્ટેન્ટ પર લગાવાઈ શકે છે પ્રતિબંધ
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને રવિશંકર પ્રસાદ
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 25, 2021 | 3:18 PM

Social Media: કેન્દ્રીય સૂચના અને પ્રસારણ વિભાગનાં પ્રધાન પ્રકાશ જાવડેકરે માહિતિ આપતા જણાવ્યું કે વાંધાજનક કન્ટેન્ટ તાત્કાલિક દૂર કરવું પડશે, પોસ્ટકર્તાનું નામ પણ  જાહેર કરવું પડશે

કેન્દ્રીય આઇટી અને ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદ અને માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે સોશિયલ મીડિયા માર્ગદર્શિકા પર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન રવિશંકર પ્રસાદે કહ્યું કે સોશ્યલ મીડિયા કંપનીઓ ભારતમાં ધંધો કરી શકે છે, પરંતુ તેનો દુરૂપયોગ થવો જોઈએ નહીં. એવી બાબતો સોશિયલ મીડિયા પરથી આવી રહી છે જે સમાજ માટે જોખમી છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે અમને આવી ફરિયાદો મળી રહી છે કે સરહદ પારથી પણ સોશિયલ મીડિયાનો દુરૂપયોગ થઈ રહ્યો છે.

તમને કહ્યું કે સરકાર ટીકાને આવકારે છે. અમે સોશિયલ મીડિયાને મજબૂત બનાવવા માંગીએ છીએ, પરંતુ તેનો દુરૂપયોગ અને એબ્યુઝ તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. લોકોએ ડિગ્નીટીનું ધ્યાન રાખવું પડશે. અમને ફરિયાદ મળી છે કે તેનો ઉપયોગ સમાજમાં આતંક અને સમાજમાં અંતર વધારવા માટે પણ કરવામાં આવે છે. ફેન ન્યૂઝને પ્રોત્સાહન આપવું, નાણાકીય છેતરપિંડી જેવી છટકબારી અહીં ઝડપથી પ્રસરી રહી છે. સુપ્રીમ કોર્ટ અને રાજ્યસભામાં આ બાબતે પહેલાથી બહુ ધ્યાન દોરવામાં આવ્યું છે. અમે આ વિષયમાં જાહેર સૂચનો લીધા છે.

ઓટીટીના દુરૂપયોગ અને સોશિયલ મીડિયાના ઉપયોગને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તેના પર નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે કરોડો લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. તેથી તેનો દુરૂપયોગ અટકાવવો મહત્વપૂર્ણ છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રવિશંકર પ્રસાદે કહ્યું

હિંસા ભડકાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમેજ હિંસા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આપત્તિજનક પોસ્ટ સ્વીકૃત નથી.

અમારા મીડિયાએ વિસ્તૃત મંત્રણા કરી છે. ફરિયાદી અધિકારીને રાખવા પડશે અને તેનો નિકાલ 15 દિવસમાં કરવો પડે છે.

જો કોઈ વાંધાજનક સામગ્રી પોસ્ટ કરવામાં આવી છે, તો તેને 24 કલાકની અંદર દૂર કરવી પડશે.

કંપનીઓએ ચીફ કામ્પ્લાયંટ ઓફિસરની નિમણુક કરવી પડશે.

નિયમના પાલન પર દર મહિને રિપોર્ટ આપવો પડે છે.

જે વ્યક્તિએ સૌથી પ્રથમ વાંધાજનક પોસ્ટ મૂકી છે, તેની ઓળખ જાહેર કરવી પડશે. એટલે કે જ્યાંથી ખોટી પોસ્ટ થઇ છે એના વિષે જણાવવું પડશે.

સોશિયલ મીડિયા માટે બનાવવામાં આવેલા કાયદોનો ત્રણ મહિનામાં કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું

OTTએ નિયમોનું પાલન કરવું પડશે. બધા મીડિયા પ્લેટફોર્મ માટે નિયમ.

OTT ડિજિટલ મીડિયા માટે ત્રણ-સ્તરની મોનિટરિંગ સિસ્ટમ હશે

OTT  અને વેબસાઇટ પર ડિસ્ક્લેમર આપવાનું રહેશે, નોંધણી જરૂરી નથી

OTT એક સ્વ-નિયમન હશે, સુપ્રીમ કોર્ટ અથવા હોઇકોર્ટના વ્યક્તિની અધ્યક્ષતામાં એક સંસ્થાની રચના થશે જેથી ત્યાં સુનાવણી થઈ શકે.

ઇલેક્ટ્રોનિક મીડિયાની જેમ ડિજિટલ મીડિયાને પણ માફી પ્રસારિત કરવી પડશે

OTTમાં ઉંમરને લઈને આપવી પડશે સેલ્ફ ક્લાસીફિકેશન

ઉપરાંત પ્રકાશ જાવડેકરે કહ્યું કે આઈએનબી ડિજિટલ મીડિયા અંગેની માર્ગદર્શિકા જોશે. પ્રેસના લોકોએ કાઉન્સિલના નિયમનું પાલન કરવું પડે છે, ટીવીના લોકોએ કેબલ કાયદાનું પાલન કરવું પડે છે જ્યારે ઓટીટી પ્લેટફોર્મ માટે નિયમ નથી. તેથી હવે દરેક માટે લેવલ પ્લેઇંગ ફીલ્ડ આપવું પડશે. અમે સ્વતંત્રતાના પક્ષમાં છીએ, પરંતુ જવાબદારી સાથે સ્વતંત્રતા હોવી જોઈએ. અહીં પણ ફરિયાદ નિવારણ અને સ્વ-નિયમન લાગુ થશે.

નિવૃત્ત સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશો આ ફરિયાદ નિવારણ અને સ્વ-નિયમનકારી મિકેનિઝમનો એક ભાગ હશે. સેન્સર બોર્ડને બદલે, આયુને લઈને સેલ્ફ ક્લાસીફિકેશન આપવું પડશે, કે આ કન્ટેન્ટ ફક્ત 13 વર્ષથી ઉપરના લોકો જ જુએ. ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પણ અફવાઓ અને જુઠ્ઠાણા ફેલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આઇટી અને એમઆઈબીના કાયદા લગભગ સમાન રહેશે.

કંપનીઓએ કરવું પડશે આ કામ

હવે કંપનીઓએ કેટલાક કામ કરવાના રહેશે, જેમાં કેટલાક અધિકારીઓની નિમણૂકની સાથે એક રિપોર્ટ પણ આપવો પડશે.

ચીફ કોમ્પલેન્સ ઓફિસર

નોડલ કોન્ટેક્ટ પર્સન

રેજિડેંટ ગ્રીવાંસ ઓફિસર

મંથલી કોમ્પલેન્સ રીપોર્ટ

g clip-path="url(#clip0_868_265)">