સરકાર તૈયાર કરી રહી છે સ્વદેશી OS, હાલ ગૂગલ, એન્ડ્રોઈડ અને iOS ની જ છે ઓપરેટિંગ સિસ્ટમ

|

Jan 27, 2022 | 4:47 PM

સાદી ભાષામાં કહીએ તો મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ પર એપલ અને ગૂગલનું વર્ચસ્વ છે. ઘણા પાસાઓ પર વિચાર કર્યા પછી, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (MeitY) અને ભારત સરકારના મંત્રાલયે એક નવી હેન્ડસેટ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાની વિચારણા કરી છે.

સરકાર તૈયાર કરી રહી છે સ્વદેશી OS, હાલ ગૂગલ, એન્ડ્રોઈડ અને  iOS ની જ છે ઓપરેટિંગ સિસ્ટમ
Android Version (Symbolic Image)

Follow us on

વર્તમાન બજારમાં સ્માર્ટફોન માટે માત્ર બે ઓપરેટિંગ સિસ્ટમ (Operating system) છે, પરંતુ હવે ભારત સરકાર ત્રીજી ઓપરેટિંગ સિસ્ટમની યોજના બનાવી રહી છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે એક નિવેદનમાં જણાવ્યું છે કે સરકાર ગૂગલના એન્ડ્રોઈડ (Android)અને એપલના આઈઓએસના (iOS) વિકલ્પ તરીકે સ્માર્ટફોન માટે સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાની યોજના બનાવી રહી છે. મંત્રીએ પીટીઆઈને જણાવ્યું કે હાલમાં મોબાઈલ ફોન માટે માત્ર બે ઓપરેટિંગ સિસ્ટમ છે જે ગૂગલની એન્ડ્રોઈડ અને એપલની આઈઓએસ છે.

સાદી ભાષામાં કહીએ તો મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ પર એપલ અને ગૂગલનું વર્ચસ્વ છે. ઘણા પાસાઓ પર વિચાર કર્યા પછી, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (MeitY) અને ભારત સરકારના મંત્રાલયે એક નવી હેન્ડસેટ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાની વિચારણા કરી છે. આ માટે નવી નીતિ ઘડવાની કામગીરી ચાલી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે સરકાર સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ (OS) વિકસાવવા માટે સ્ટાર્ટ-અપ્સ અને કોલેજો સાથે વાતચીત કરી રહી છે.

આ ભારતીય બ્રાન્ડ બનવા માટે iOS અને Android સિવાય એક વિકલ્પ બનાવશે. ચંદ્રશેખરે કહ્યું, ‘સૌથી મહત્ત્વની બાબત એ છે કે સ્પષ્ટ લક્ષ્ય હોવું જોઈએ. એકવાર અમારા ધ્યેયો સ્પષ્ટ થઈ જાય, પછી બધી નીતિઓ અને કામ તેના અનુસાર થાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તેમણે ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (આઈસીઈએ) દ્વારા સંચાર અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા તૈયાર કરાયેલ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનો બીજો વોલ્યૂમ બહાર પાડ્યો છે, જેના સભ્યોમાં Apple, Lava, Foxconn, Dixon જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. દસ્તાવેજમાં 2026 સુધીમાં દેશમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને $300 બિલિયન અથવા લગભગ રૂ. 22,55,265 કરોડ સુધી લઈ જવાનો રોડ મેપ છે.

આ પણ વાંચો: Asaduddin Owaisi at Satta Sammelan : ઓવૈસીના અખિલેશ પર વાકપ્રહાર, કહ્યુ ‘અમે બાય બર્થ અને બાય ચોઈસ ભારતીય છીએ, ભારતની ચૂંટણીમાં પાકિસ્તાન અને જિન્નાહ શા માટે’

આ પણ વાંચો: નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ પર કોગ્રેસ પ્રભારીનું મોટું નિવદેન, પાટિદાર સમાજના મોટા આગેવાન, અમારી સાથે આવશે તો ખુશી થશે

આ પણ વાંચો: Rahul Gandhi એ ટ્વિટર પર ફોલોઅર્સ ઓછા હોવાની ફરિયાદ કરી, બીજેપી નેતા અમિત માલવિયા સહિતના લોકોએ પ્રતિક્રિયા આપી

Published On - 4:15 pm, Thu, 27 January 22

Next Article