નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ પર કોગ્રેસ પ્રભારીનું મોટું નિવદેન, પાટિદાર સમાજના મોટા આગેવાન, અમારી સાથે આવશે તો ખુશી થશે
કોંગ્રેસે ચૂંટણી તૈયારીઓ શરૂ કરી દીધી છે જેના પગલે પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ફરી નરેશ પટેલનો મુદ્દો ઉઠાવ્યો છે, જગદિશ ઠાકોરે પણ તેમની સાથે ચર્ચા ચાલુ હોવાનું જણાવ્યું છે
ગુજરાત કોંગ્રેસ (Congress) ના સંગઠન પ્રભારી ડો. રઘુ શર્મા (Raghu Sharma) એ ગુજરાતમાં આવતાંની સાથે જ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે નરેશ પટેલ પાટિદાર સમાજના મોટા આગેવાન છે, કોંગ્રેસની વિચાર ધારા સાથે આવતા હોય તો એમનું કોંગ્રેસ સ્વાગત કરશે. ચર્ચાઓ બંને તરફથી ચાલી રહી છે, યોગ્ય સમયે નિર્ણય જાહેર કરવામાં આવશે. અન્ય કોઈ આવવા માગશે તો તેમના વિશે હાઈ કમાન્ડને જણાવવામાં આવશે. તેમણે કહ્યું કે શંકરસિંહ વાઘેલા, નરેશ પટેલ અને અલ્પેશ કથીરિયાનું સ્વાગત છે પણ કોંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ આખરી નિર્ણય કરશે.
બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ નરેશ પટેલ (Naresh Patel) અંગેના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું કે નરેશ પટેલ સહિતના સામાજિક નેતાઓ સાથે કોંગ્રેસ તરફથી પણ ચર્ચા થઈ રહી છે. થોડા દિવસોની અંદર પાનાંઓ ખુલશે.
યુવરાજસિંહે પણ નરેશ પટેલ સાથે બેઠક કરી
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ખોડલધામ (Khodaldham) ખાતે નરેશ પટેલ સાથે બેઠક કરી હોવાનું જાણવા મળ્યું છે. બે દિવસ પહેલાં બંને વચ્ચે બેઠક થઈ હોવાનું અને તેમાં યુવરાજસિંહે વિદ્યાર્થીઓ વિશે નરેશ પટેલ સરકારમાં રજુઆત કરે તેવી માગ કરી હોવાની વિગતો પણ સાંપડી રહી છે.
પ્રદેશ પ્રભારી ચાર દિવસના ગુજરાત પ્રવાસે
ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી ડો. રઘુ શર્મા આજથી ચાર દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે કોંગ્રેસ ભવન ખાતે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા જિલ્લા અને શહેરના આગેવાનો સાથે બેઠક કરશે. 28મી જાન્યુ.એ એસ.સી. સેલના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયાનો પદભાર સમારંભ પણ હાજરી આપશે.
આ પણ વાંચોઃ કોંગ્રેસે ચૂંટણી કવાયત શરૂ કરી દીધી, પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી ડો. રઘુ શર્મા ગુજરાતના પ્રવાસે
આ પણ વાંચોઃ Bullet Train નું કામ પૂરજોશમાં, વડોદરા થી મહારાષ્ટ્ર બોર્ડર સુધી ટ્રેકના કામના એમઓયુ કરાયા