AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech News: ગૂગલે કરી મોટી કાર્યવાહી, આ ફીચરને બંધ કરી રશિયન સરકારની જાહેરાત પર પણ મૂક્યો પ્રતિબંધ

ગૂગલે કહ્યું છે કે તેણે આ નિર્ણય યુક્રેનના નાગરિકોના હિતમાં લીધો છે. ગૂગલ મેપ્સના લાઈવ ફીચરથી યુઝર્સને ટ્રાફિક વિશે લાઈવ માહિતી મળે છે. ગૂગલે સ્થાનિક પ્રશાસન સાથે વાત કર્યા બાદ આ પગલું ભર્યું છે.

Tech News: ગૂગલે કરી મોટી કાર્યવાહી, આ ફીચરને બંધ કરી રશિયન સરકારની જાહેરાત પર પણ મૂક્યો પ્રતિબંધ
Google (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 7:38 AM
Share

રશિયા અને યુક્રેન (Ukraine)વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ગૂગલે રશિયા (Russia)વિરુદ્ધ ઘણા કડક પગલાં લીધા છે. ગૂગલે યુક્રેનમાં તેના મેપ્સની લાઇવ (Google Maps)સુવિધાને અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. ગૂગલે કહ્યું છે કે તેણે આ નિર્ણય યુક્રેનના નાગરિકોના હિતમાં લીધો છે. ગૂગલ મેપ્સના લાઈવ ફીચરથી યુઝર્સને ટ્રાફિક વિશે લાઈવ માહિતી મળે છે. ગૂગલે સ્થાનિક પ્રશાસન સાથે વાત કર્યા બાદ આ પગલું ભર્યું છે.

રશિયાની સત્તાવાર યુટ્યુબ ચેનલની જાહેરાતો પર પ્રતિબંધ

યુક્રેનમાં મેપ્સની લાઇવ સુવિધાને અસ્થાયી રૂપે બંધ કર્યા પછી, ગૂગલે તેના પ્લેટફોર્મ યુટ્યુબ પર રશિયાની રાજ્ય સંચાલિત મીડિયા સંસ્થા RT અને અન્ય ચેનલોને ડિમોનેટાઇઝ કરી દીધી છે, જેનો અર્થ છે કે તેઓ YouTube પર જાહેરાતોથી કમાણી કરી શકશે નહીં. યુટ્યુબ ઉપરાંત, ગૂગલે રશિયન સરકારી મીડિયાની વેબસાઇટ અને એપ્લિકેશનની જાહેરાત પર પણ પ્રતિબંધ મૂક્યો છે. અગાઉ ફેસબુકે રશિયન સરકારી મીડિયાના ફેસબુક પેજને પણ ડિમોનેટાઈઝ કર્યું છે.

યુક્રેન MWC 2022 માંથી બહાર

યુક્રેન પર રશિયાના હુમલા બાદ MWC 2022માં રશિયન કંપનીઓની એન્ટ્રી રોકી દેવામાં આવી છે. MWC ના આયોજકોએ કહ્યું છે કે આ ઇવેન્ટમાં કોઈ પણ રશિયન કંપનીનો સ્ટોલ હશે નહીં. MWCમાંથી રશિયન કંપનીઓને બાકાત રાખવાનો નિર્ણય અમેરિકા દ્વારા રશિયા પર લાદવામાં આવેલા કેટલાક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો પછી આવ્યો છે. અમેરિકાએ તે ઉત્પાદનો પર પણ આ પ્રતિબંધ લગાવ્યો છે જેની બ્રાન્ડ રશિયાની છે, પરંતુ પ્રોડક્શન અમેરિકામાં થાય છે.

આ પ્રતિબંધથી અમેરિકન કંપનીઓને ભારે નુકસાન થઈ શકે છે. અમેરિકાએ આ પ્રતિબંધો યુએસ વેપાર કાયદા હેઠળ લગાવ્યા છે. યુએસ કંપનીઓએ હવે રશિયાને કોમ્પ્યુટર, સેન્સર, લેસર, નેવિગેશન સાધનો અને ટેલિકોમ્યુનિકેશન, એરોસ્પેસ અને દરિયાઈ સાધનો વેચવા માટે લાઇસન્સ મેળવવું આવશ્યક છે. અમેરિકાએ થોડા વર્ષો પહેલા ચીનની કંપની Huawei પર આવો જ પ્રતિબંધ લગાવ્યો હતો, જેના કારણે Huaweiને ઘણું નુકસાન થયું હતું.

સાયબર યુદ્ધ ચાલી રહ્યું છે

બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યુક્રેનની સરકારી વેબસાઈટ અને બેંકો પર વારંવાર સાયબર હુમલાના અહેવાલો છે. યુક્રેનની સંસદ અને અન્ય સરકારી અને બેંકિંગ વેબસાઈટો પર ગત અઠવાડિયે સાયબર હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલા પછી, સાયબર સુરક્ષા સંશોધકોએ જણાવ્યું હતું કે અજાણ્યા હુમલાખોરોએ સેંકડો કમ્પ્યુટર્સને ખતરનાક માલવેરથી પણ સંક્રમિત કર્યા છે. સંશોધકોએ જણાવ્યું હતું કે કેટલાક સંક્રમિત કમ્પ્યુટર પડોશી લાતવિયા અને લિથુઆનિયામાં હતા.

આ પણ વાંચો: Russian Currency Fall: યુદ્ધના માઠાં પરિણામોમાંથી રશિયા પણ બાકાત નહીં, રૂબલ 30 ટકા ગગડ્યું

આ પણ વાંચો: Maha Shivratri 2022: આજે મહાશિવરાત્રીના દિવસે ભુલથી પણ ન કરો આ ભુલ, જાણો શું છે નિયમ

Follow Us
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
g clip-path="url(#clip0_868_265)">