Google Maps માં આવ્યું નવું AI ફીચર, હવે આ ફીચર આપશે આપના પ્રશ્નોના જવાબ …

Ask Maps: Google Maps માં એક નવી AI-સંચાલિત Ask Maps સુવિધા આવી છે. જે વપરાશકર્તા યૂઝર્સના જટિલ અને વાસ્તવિક દુનિયાના પ્રશ્નોના જવાબ આપી શકે છે. આ ઉપરાંત મુસાફરીને સરળ બનાવવા માટે નવા વિકલ્પો પણ આપવામાં આવ્યા છે.

Google Maps માં આવ્યું નવું AI ફીચર, હવે આ ફીચર આપશે આપના પ્રશ્નોના જવાબ ...
| Edited By: | Updated on: Mar 13, 2026 | 2:33 PM

Ask Maps Feature in Google Maps : ગૂગલ મેપ્સમાં છેલ્લા કેટલાક સમયથી નવા અપડેટ્સનો વધારો થઈ રહ્યું છે. આ ઉપરાત એક મહત્વપૂર્ણ અપડેટ પણ આવી ગઈ છે. ગૂગલે AI-આધારિત વાતચીત કરતો ‘Ask Maps’ ઉમેરી છે.

આ સુવિધા વપરાશકર્તાઓના સવાલોના સરળતાથી જવાબ આપી શકે છે. તે અમેરિકાની સાથે ભારતમાં Android અને iPhone વપરાશકર્તાઓ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે. હાલમાં, તે ફક્ત અંગ્રેજી ભાષાને સપોર્ટ કરે છે. પણ ટૂંક સમયમાં હિન્દી ભાષાને સપોર્ટ કરવામાં આવી શકે છે.

મુસાફરીનું આયોજન બનશે સરળ

ગુગલના મતે, આ નવીનતમ સુવિધા વિશ્વભરની રીઅલ-ટાઇમ માહિતી એકત્રિત કરી વપરાશકર્તાઓને દેખાડે છે. તે મશીને તૈયાર કરેલા જવાબોને બદલે વ્યક્તિગત જવાબો આપે છે, જે મુસાફરીનું આયોજન સરળ બનાવે છે. આ માહિતી આપવા માટે, ગુગલ લાખો સ્થળોની માહિતીનું વિશ્લેષણ કરે છે અને વપરાશકર્તાના રિવ્યુનો ઉપયોગ કરે છે. આ ફિચર વ્યક્તિગત ભલામણોમાં સાચવેલા અથવા શોધેલા સ્થાનોનો સમાવેશ કરી શકે છે. ટૂંક સમયમાં તેનો ડેસ્કટોપ વર્જનને રોલઆઉટ કરવામાં આવશે.

Ask Maps ફીચર કેવી રીતે વાપરવું?

ગૂગલના મતે, Ask Maps ફીચર એવા પ્રશ્નોના જવાબ આપી શકે છે જે પહેલા શક્ય નહોતા. તેને સર્ચ બારની નીચે આપેલ બટન દ્વારા એક્સેસ કરી શકાય છે. બટન દબાવવાથી ચેટબોટ જેવી વિન્ડો ખુલશે જ્યાં તમે તમારો પ્રશ્ન પૂછી શકો છો.

Ask Maps ફીચર માટેનું ઉદાહરણ

ઉદાહરણ તરીકે, તમે Maps ને પૂછી શકો છો કે શું તમારે તમારો ફોન ચાર્જ કરવાની જરૂર છે. મને એવી જગ્યા બતાવો જ્યાં લાઇનમાં રાહ જોયા વિના ફોન ચાર્જ કરી શકાય. ગૂગલ મેપ્સ તમારા લોકેશન મૂજબ શ્રેષ્ઠ સ્થળ સૂચવશે. તેવી જ રીતે, તમે મુસાફરી સ્થળો અને શહેરોની આસપાસની અન્ય વસ્તુઓ વિશે પણ જાણકારી મેળવી શકાય છે.

 

Breaking news : માર્ક ઝુકરબર્ગે ખરીદ્યું મેટા જેવું આ AI પ્લેટફોર્મ, તમે પણ આ રીતે લઈ શકો છો લાભ… વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો 

Published On - 2:33 pm, Fri, 13 March 26