ગૂગલે ભારતીય યૂઝર્સ માટે લોન્ચ કર્યુ આ નવું ભાષા ફિચર, હવે આ લોકલ ભાષાઓમં પણ જોઈ શકશો સર્ચ રિઝલ્ટ

ગૂગલે ભારતીય યૂઝર્સ માટે લોન્ચ કર્યુ આ નવું ભાષા ફિચર, હવે આ લોકલ ભાષાઓમં પણ જોઈ શકશો સર્ચ રિઝલ્ટ

ગુગલે (GOOGLE) એ કહ્યું કે તેમને ભારતમાં હિન્દી પ્રશ્નોમાં 10 ગણી વૃદ્ધી દેખાઈ છે. ગૂગલ યુઝર્સને ગુગલ (GOOGLE) આસિસ્ટન્ટ અને સર્ચ પર તેમની પસંદગીની ભાષા બદલવી પણ હવે આસાન કરી રહ્યું છે. યૂઝર્સ આ એપ સેટિંગ્સમાં જઈને તેમની પસંદગીની ભાષાની પસંદગી કરી શકે છે. GOOGLEએ આજે તેની L10 ઇવેન્ટમાં ભારતમાં ચાર નવી ભાષાના ફિચરની ઘોષણા […]

Hardik Bhatt

| Edited By: Bipin Prajapati

Dec 18, 2020 | 7:14 AM

ગુગલે (GOOGLE) એ કહ્યું કે તેમને ભારતમાં હિન્દી પ્રશ્નોમાં 10 ગણી વૃદ્ધી દેખાઈ છે. ગૂગલ યુઝર્સને ગુગલ (GOOGLE) આસિસ્ટન્ટ અને સર્ચ પર તેમની પસંદગીની ભાષા બદલવી પણ હવે આસાન કરી રહ્યું છે. યૂઝર્સ આ એપ સેટિંગ્સમાં જઈને તેમની પસંદગીની ભાષાની પસંદગી કરી શકે છે.

GOOGLEએ આજે તેની L10 ઇવેન્ટમાં ભારતમાં ચાર નવી ભાષાના ફિચરની ઘોષણા કરી છે નવી સુવિધાઓ વિભિન્ન ગૂગલ પ્રોડક્ટસમાં મોટા ભાગની ભારતીય ભાષાઓને સપોર્ટ કરશે. GOOGLEએ ભારતમાં તેના નવા બહુભાષી મોડલ MuRILની પણ જાહેરાત કરી છે. ભારતમાં GOOGLE સર્ચ અંગ્રેજી અને હિન્દી બન્ને ભાષાઓમાં પરિણામ દેખાડે છે. યૂઝર્સ ફક્ત એક ટેપ સર્ચ ક્વેરી માટે બન્ને ભાષાઓ વચ્ચે ટોંગલ કરી શકે છે.

GOOGLEએ કહ્યું કે તેમને ભારતમાં હિન્દી પ્રશ્નોમાં 10ગણી વૃદ્ધી દેખાઈ છે. આ વખતે હવે તેઓ અન્ય ચાર ભારતીય ભાષાઓ તમિલ, તેલુગુ, બંગ્લા અને મરાઠી માટે સપોર્ટ જોડી રહ્યાં છે. GOOGLE સર્ચ વધુ ભારતીય ભાષાઓમાં રિઝલ્ટ દેખાડવાનું શરૂ કરી દેશે. તે અંગ્રેજીમાં ટાઈપ કરેલા સ્થાનીક ભાષાઓના પ્રશ્નો માટે કામ કરશે, અને તેનો ઉદ્દેશ દ્વિભાષી યૂઝર્સને ફાયદો પહોંચાડવાનો છે જે અંગ્રેજી અને ભારતીય બન્ને ભાષાઓમાં તેમને લેખ વાંચવાનું પસંદ કરશે.

ભારતમાં થયો ગૂગલ વનની કિંમતમાં ઘટાડો, હવે ફક્ત આટલા રૂપિયામાં મળશે 10 ટીબીનું નવું અપડેટ આગલા મહિનેથી હિન્દી, બાંંગ્લા, મરાઠી, તમિલ અને તેલુગુમાંં જોવા દેખાાવા લાગશે. ગૂગલ યુઝર્સે ગૂગલ આસિસ્ટન્ટ સર્ચ પર તેમની પસંદગીની ભાષા બદલવી આસાન બનાવી રહ્યું છે. યૂઝુર્સ એપ સેટીંગ્સમાં જઈને તેમની પસંદગીની ભાષા સિલેક્ટ કરી શકશે.

ગૂગલે કહ્યું કે ભાારતમાં એક તૃતિયાંશ આસિસ્ટન્ટ યુઝર્સ ભાારતીીય ભાષામાં એપનો ઉપયોગ કરે છે. અને 50 ટકાથી વધુ યૂઝર્સ ભારતીય ભાષાઓમાંં ડિસ્કવર કન્ટેન્ટ જુએ છે. ગૂગલ લેન્સને હોમવર્ક નામની એક દિલચશ્પ સુવિધા મળી રહી છે જે ગણીતની સમસ્યાઓ હલ કરી શકે છે. આ સુવિધાઓ હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. બધા ઉપયોગકર્તાઓને ગૂગલ લેન્સનો ઉપયોગ કરવા એક ગણીત સમસ્યાની એક તસ્વીર સ્નેપ કરવી પડશે. અને આ સમસ્યયાને સમજવા માટે દરેક ચરણના વિડિયો દેખાડવામાં આવશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati