Tech News: Google લઈને આવી રહ્યું છે ‘Drop’ એન્ડ્રોઈડ યુઝર્સને મળશે શાનદાર ફિચર્સ

|

Mar 12, 2022 | 2:42 PM

ગૂગલે હજુ સુધી આ નવા ફીચર્સના રોલ આઉટ વિશે કોઈ ઉલ્લેખ કર્યો નથી. ત્યારે આ નવા ફીચરમાં ગૂગલનું કીબોર્ડ અથવા જીબોર્ડનું ગ્રામર કરેક્શન ઉમેરવામાં આવ્યું છે. ગૂગલનું કહેવું છે કે આ ફીચરને સ્પેલ-ચેકિંગ કાર્યક્ષમતામાં ઉમેરવામાં આવશે.

Tech News: Google લઈને આવી રહ્યું છે Drop એન્ડ્રોઈડ યુઝર્સને મળશે શાનદાર ફિચર્સ
Symbolic Image

Follow us on

ગૂગલે તેના નવા ફીચર ડ્રોપમાં એન્ડ્રોઈડ (Android) યુઝર્સ માટે નવા ફીચર્સ જાહેર કર્યા છે. આ સુવિધાઓમાં Google Photosની પોર્ટ્રેટ બ્લર સુવિધામાં સુધારા, Google TVમાં ફેરફારો, Gboard સુધારાઓ, નવું સ્ક્રીન ટાઈમ વિજેટ અને ઘણો નવો સમાવેશ થયો છે. ગૂગલે હજુ સુધી આ નવા ફીચર્સના રોલ આઉટ વિશે કોઈ ઉલ્લેખ કર્યો નથી. ત્યારે આ નવા ફીચરમાં ગૂગલનું કીબોર્ડ અથવા જીબોર્ડ(Gboard)નું ગ્રામર કરેક્શન ઉમેરવામાં આવ્યું છે. ગૂગલનું કહેવું છે કે આ ફીચરને સ્પેલ-ચેકિંગ કાર્યક્ષમતામાં ઉમેરવામાં આવશે.

શું છે પોટ્રેટ બ્લર ફીચર

ગૂગલ ફોટોઝના પોટ્રેટ બ્લર ફીચરને એક અપડેટ મળી રહ્યું છે, જ્યાં તે પાળતુ પ્રાણી, ખોરાક અને છોડના ફોટા સહિતની વિશાળ શ્રેણીમાં બેકગ્રાઉન્ડને બ્લર કરી શકશે. આ ફીચર પહેલા માત્ર લોકો સાથેના ફોટાના બેકગ્રાઉન્ડને બ્લર કરી શકતું હતું. આ સુવિધા Pixel ઓનર્સ અને Google One સબ્સ્ક્રાઈબર્સ માટે ભાવિ અપડેટ સાથે લૉન્ચ કરવામાં આવશે. પોટ્રેટ બ્લરને પહેલાથી હાજર ફોટો પર પણ લગાવી શકાશે.

Gboardમાં જોડવામાં આવશે ગ્રામર કરેક્શન

Googleના કીબોર્ડ અથવા Gboardમાં ગ્રામર કરેક્શન ઉમેરવામાં આવશે. ગૂગલનું કહેવું છે કે આ ફીચરને સ્પેલ-ચેકિંગ કાર્યક્ષમતામાં ઉમેરવામાં આવશે. આ ફીચર અત્યાર સુધી Pixel ફોન માટે એક્સક્લુઝિવ છે. Gboardને 2,000 ઉમેરાયેલ ઈમોજી મેશઅપ સાથે પણ અપડેટ કરવામાં આવી રહ્યું છે જે હાલના બે ઈમોજીઓને સ્ટીકરોમાં મર્જ કરે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Live Transcribeને કરવામાં આવી રહ્યું છે અપડેટ

ગૂગલની લાઈવ ટ્રાન્સ્ક્રાઇબ (Live Transcribe)એપ્લિકેશન પણ એક મહત્વપૂર્ણ અપડેટ મેળી રહ્યું છે. જે ઇન્સ્ટન્ટ સ્પીચ-ટુ-ટેક્સ્ટ ટ્રાન્સક્રિપ્શન ઓફર કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. ગૂગલ કહે છે કે સબવે અથવા એરોપ્લેન જેવા ઓછા નેટવર્ક કવરેજવાળા વિસ્તારોમાં થતી વાતચીત માટે આ મદદરૂપ થશે.

લાઈવ ટ્રાન્સ્ક્રાઈબ બધા Android ફોન્સ પર ઉપલબ્ધ છે અને તે Samsung અને Pixel ફોન પર પ્રી-ઈન્સ્ટોલ કરેલું છે. આ સિવાય ગૂગલ આસિસ્ટન્ટને બીજું અપડેટ મળવાનું છે, જે તમને પાર્કિંગ માટે ચૂકવણી કરવાની, સ્ટેટસ ચેક કરવાની અને તમારા અવાજનો ઉપયોગ કરીને પાર્કિંગમાં તમારો સમય વધારવાની મંજૂરી આપશે.

આ પણ વાંચો: PF Interest Rate: હોળી પહેલા કેન્દ્ર સરકારનો કર્મચારીઓને ઝટકો, EPFOએ PFના વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જે છેલ્લા 40 વર્ષમાં સૌથી ઓછું વ્યાજ દર

આ પણ વાંચો: Technology: Twitter પર પણ પોડકાસ્ટ કરી શકશે યુઝર્સ, જલ્દી જ ઉપલબ્ધ થશે ફિચર, જાણો કેવી રીતે મળશે સુવિધા

Next Article