Google health tool: ફોનનો ઉપયોગ કરીને જાણી શકો છો ત્વચામાં શું છે તકલીફ
Google health tool: ગૂગલે તેની વાર્ષિક ઇવેન્ટ આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ-2021 એટલે કે આઇઓ-2021માં ગૂગલે Android 12 સહીત અનેક પ્રોડ્કટને લોન્ચ કરી છે.
Google health tool: ગૂગલે તેની વાર્ષિક ઇવેન્ટ આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ-2021 એટલે કે આઇઓ-2021માં ગૂગલે Android 12 સહીત અનેક પ્રોડ્કટને લોન્ચ કરી છે. પરંતુ આ પ્રોડક્ટમાં પણ ઘણી વસ્તુ ખાસ રહી છે. Google નવું હેલ્થ ટૂલ (Google health tool) લઈને આવ્યું છે.
તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરીને તમે સ્કિનની કંડિશન વિષે જાણી શકો છો. કંપની તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર ગુગલ સર્ચ આ નવા ફીચર પર કામ કરી રહ્યું છે. જેનાથી ત્વચા સંબંધિત બીમારી વિષે આસાનીથી જાણી શકાશે. આટલું જ નહીં ચામડીના રોગ સંબંધિત બીમારી વિષે ઘર પર જ જાણી શકશો.
આ ટૂલ ઘરે બેસીને ત્વચાના રોગની ઓળખની સાથે-સાથે કેવી રીતે તેનો ઉપચાર કરી શકો છો તે પણ જણાવશે. આ ટૂલ તમારા સવાલના જવાબ પણ આપશે. આ માટે તમારે તમારા ફોનમાંથી ત્વચાનમાં જે જગ્યા પર રોગ થયો છે તેની ઓર ફોક્સ કરીને ફોટો પાડવો પડશે. આ બાદ તમે અલગ-અલગ એન્ગલથી ફોટો લઇ શકશો.
ફોટો લીધા બાદ હેલ્થ ટૂલ તમને સવાલ પૂછશે. જેવા કે આ સમસ્યા ક્યારથી છે, શું-શું તકલીફ થાય છે, જેવી કે ખંજવાળ આવી, સોજો આવવો અને દુખાવો થવો. આ સવાલના જવાબ આપશે.
ગુગલ આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે આઈએ હેલ્થ ટૂલની તપાસ કરશે. જેમાં 288 પ્રકારના ત્વચાના રોગના વિશ્લેષણની ક્ષમતા છે. તમે ફોટો દ્વારા જે જાણકારી આપશે તેના આધાર પર તમને જણાવશે કે તમારામાં ક્યાં ત્વચા રોગની આશંકા છે.
શું છે આ ટુલનો ઉદેશ ? ગૂગલે આ ટૂલને લઈને કહ્યું છે કે, આ ટૂલનો ઉદેશ નિદાન કરવાનો નથી પરંતુ ઈલાજની સલાહ આપવાનો છે. ઘણી સ્થિતિમાં ડોક્ટરની સલાહ લેવી વધુ સારી રહેશે. અમે આશા રાખીએ છીએ કે , તમને બધી જરૂરતની જાણકારી આપશે જેનાથી તમે સમય પર ઈલાજ કરાવી શકો છો. ગુગલના આ હેલ્થ ટૂલને યુરોપીય સંઘમાં પ્રથમ સિરીઝ ડોકટરી સેવાના રૂપમાં માન્યતા આપી છે.
કીનોટ કંપનીએ હેલ્થ ટૂલને લોન્ચ કરવા અંગે જણાવ્યું હતું કે, આ વર્ષના અંતે આ ટૂલને લોન્ચ કરી શકે છે. આ આગામી ટૂલને કંપનીએ EU માં ક્લાસ વન કેટેગરીમાં તબીબી સેવા માટે પહેલેથી જ માર્કડ કરી દીધું છે.
કેવી રીતે કામ કરે છે આ ટેક્નોલોજી ગૂગલે આ માટે આ ટૂલને કરોડો ફોટા સાથે આ ટૂલને ટ્રેનિંગ આપી છે. જ્યાં ત્વચાની સમસ્યા બતાવવામાં આવી છે. જેમાં હજારો તંદુરસ્ત ત્વચા સામેલ છે અને 65 હજાર ક્લિનિકલ સેટિંગ્સમાંથી છે. ત્વચાને જોયા પછી અને તમારા દ્વારા આપવામાં આવેલા લક્ષણોનો જવાબ આપ્યા પછી આ ટૂલ નક્કી કરે છે કે ત્વચામાં કઈ સમસ્યા છે.
કંપનીના જણાવ્યા મુજબ, જ્યારે તેની ત્વચાની 1,000 ફોટો સાથે ટેસ્ટ કરવામાં આવ્યું ત્યારે 84% ટાઈમ ત્વચાની સમસ્યા વિષે જે ટોપ 3 સજેશન આપ્યા હતા ત્યારે . એટલે કે, તે તમને અમુક હદ સુધી પણ કહી શકે છે કે ત્વચામાં સમસ્યા શું છે. આ સમય જતાં વધુ સચોટ બનશે, કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની કામ કરવાની રીત આવી જ હોય છે.