Valentine’s Day: Google Doodle એ લવ પઝલથી કર્યું Valentine’s Day વિશ, જાણો કેવી રીતે રમવું

|

Feb 14, 2022 | 10:56 AM

Google Valentine's Day Doodle: Google આકર્ષક ડૂડલ્સ બનાવીને સમય સમય પર કોઈપણ ઉજવણીને વધુ આકર્ષક બનાવે છે. આ વખતે ગૂગલે વેલેન્ટાઈન ડેના અવસર પર પોતાના ડૂડલમાં બે હેમ્સ્ટરની પઝલને ડૂડલ તરીકે રજૂ કર્યા છે.

Valentines Day: Google Doodle એ લવ પઝલથી કર્યું Valentines Day વિશ, જાણો કેવી રીતે રમવું
Google Doodle (Photo: Google)

Follow us on

પ્રેમના તહેવાર વેલેન્ટાઈન ડેના અવસર પર, ગૂગલે (Google) એક સુંદર ગૂગલ ડૂડલ (Doodle) મ્યુઝિકલ લવ પઝલનો વીડિયો બનાવીને લોકોને વેલેન્ટાઈન ડેની શુભેચ્છા પાઠવી છે. આજના ગુગલ ડૂડલમાં દિલ સાથે બે પ્રેમાળ પક્ષી યુગલોને બતાવવામાં આવ્યા છે. આ પક્ષીઓ એકબીજાને ફૂલો આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે, સાથે સાથે બેકગ્રાઉન્ડમાં સંગીત વાગે છે.

Google આકર્ષક ડૂડલ્સ બનાવીને સમય સમય પર કોઈપણ ઉજવણીને વધુ આકર્ષક બનાવે છે. આ વખતે ગૂગલે વેલેન્ટાઈન ડેના અવસર પર પોતાના ડૂડલમાં બે હેમ્સ્ટરની પઝલને ડૂડલ તરીકે રજૂ કર્યા છે. આ બંને હેમસ્ટર અવકાશમાં પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે.

આ પઝલમાં બતાવવામાં આવ્યું છે કે ગૂગલ ડૂડલના મોટા લોગોને કારણે બે પ્રેમાળ હેમ્સ્ટર અલગ થઈ ગયા છે. હવે તેમને મળાવવાની જવાબદારી ગેમ પ્લેયરની છે. જેમ જેમ તમે આ પઝલનું લેવલ પાર કરશો તેમ આ હેમ્સ્ટર નજીક આવશે. જ્યારે તે બંને મળે છે, ત્યારે તમને તમારી સ્ક્રીન પર દિલ અને હેપ્પી વેલેન્ટાઇન ડેનો સંદેશ દેખાશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ગૂગલ ડૂડલની આ લવ પઝલ બહુ અઘરી ગેમ નથી, પરંતુ ચોક્કસ આ પઝલ દુનિયાભરમાંથી પ્રેમી પંખીઓને આકર્ષિત કરશે. ગૂગલ ડૂડલ્સની વેબસાઈટ અનુસાર, વેલેન્ટાઈન ડે માટે આ નવી 3D ઇન્ટરેક્ટિવ પઝલ પૂર્ણ કરતા પહેલા ગૂગલ ટીમે વિવિધ ડિઝાઇનિંગ તબક્કામાંથી પસાર થવું પડ્યું હતું.

વેલેન્ટાઇન ડે 3D પઝલ ગાઈડ

જો તમે અને તમારા જીવનસાથી નવા Google 3D હેમ્સ્ટર પઝલને ઉકેલવા માંગતા હો, તો તમારે ફક્ત Google Doodle શોધવાનું છે. તે પછી તમે આ પઝલ ગેમ જોઈ શકશો અને ઉકેલી શકશો.

જ્યાં દિલ છે ત્યાં ઘર છે

ગૂગલે કહ્યું છે – જ્યાં પ્રેમ છે ત્યાં ઘર છે. તો વેલેન્ટાઇન ડે 3-D ડૂડલમાં બતાવેલ બે હેમ્સ્ટર જુઓ. શું તમે તેમના રસ્તાઓને એકસાથે જોડી શકો છો અને તેમના માટે એકબીજાને મળવાનો રસ્તો સાફ કરી શકો છો?

આ પણ વાંચો: Valentine’s Day 2022: વેલેન્ટાઈન ડે પર ખાસ દેખાવા માટે મિથિલા પાલકરનો આ લુક કરી શકો છો કોપી

આ પણ વાંચો: Viral: બે હાથીઓ વચ્ચે થઈ જોરદાર ટક્કર, જીતવા માટે હાથી પણ આવું કરી શકે લોકોને લાગી નવાઈ

Next Article