Online Frauds : ઓનલાઈન થતા ફ્રોડથી બચાવશે ગૂગલનું આ “Digi Kavach”, જાણો શું છે અને કેવી રીતે કરે છે કામ
ગૂગલે કેટલાક મહત્વપૂર્ણ અપડેટ્સ વિશે માહિતી આપી છે જેમાં ખાસ કરીને ઓનલાઈન થતા ફ્રોડથી લોકોને બચાવા ગુગલે સુરક્ષા કવચની જાહેરાત કરી છે. આ ઈવેન્ટમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહ્યા હતા. જેમાં Google એ માત્ર ભારતમાં Google Pixel સ્માર્ટફોનના ઉત્પાદન વિશે વાતની સાથે લોકો સાથે થતા ઑનલાઇન ફ્રોડને બચાવવા માટે નવી પહેલ સાથે જે સુરક્ષા કવચની જાહેરાત કરી છે તેનું નામ DigiKavach છે.

Google for India Eventમાં ગૂગલે કેટલાક મહત્વપૂર્ણ અપડેટ્સ વિશે માહિતી આપી છે જેમાં ખાસ કરીને ઓનલાઈન થતા ફ્રોડથી લોકોને બચાવા ગૂગલે સુરક્ષા કવચની જાહેરાત કરી છે. આ ઈવેન્ટમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહ્યા હતા. જેમાં Google એ માત્ર ભારતમાં Google Pixel સ્માર્ટફોનના ઉત્પાદન વિશે વાતની સાથે લોકો સાથે થતા ઑનલાઇન ફ્રોડને બચાવવા માટે નવી પહેલ સાથે જે સુરક્ષા કવચની જાહેરાત કરી છે તેનું નામ DigiKavach છે.
શું છે આ Digi Kavach ?
Googleનું આ Digi Kavach ભારતમાં નાણાકીય છેતરપિંડી શોધવા અને તેનો સામનો કરવા માટે કામ કરશે. આ કામ માટે ગૂગલે ફિનટેક એસોસિએશન ફોર કન્ઝ્યુમર એમ્પાવરમેન્ટ સાથે હાથ મિલાવ્યા છે. તમને જણાવી દઈએ કે AI અને મશીન લર્નિંગની મદદથી Digi Kavach છેતરપિંડી કરનારાઓ પર નજર રાખશે અને લોકોને આ અંગે ચેતવણી આપવાનું કામ પણ કરશે.
Googleનું આ સુરક્ષા કવચ તમને અને તમારા પૈસાને ઓનલાઈન છેતરપિંડી કરતા લોકોથી બચાવવામાં મદદ કરશે. ભારતમાં ડિજિટલ પેમેન્ટ સંબંધિત ઓનલાઈન કૌભાંડો ઝડપથી વધી રહ્યા છે અને તેને ધ્યાનમાં રાખીને ગૂગલે આ ડિજી કવચ લોન્ચ કર્યું છે.
Digi Kavach કેવી રીતે કામ કરશે?
ગૂગલનું આ બખ્તર નાણાકીય કૌભાંડોનો ડેટા એકત્રિત કરશે અને એક મોડેલ તૈયાર કરશે. આ પછી સિસ્ટમ કૌભાંડના કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓને ઓળખશે અને જો સમાન કૌભાંડને પકડાશે તો અધિકારીઓને ચેતવણી આપવાનું કામ કરશે. ડિજીકવચ માટે સ્થાનિક પોલીસ અને સાયબર ક્રાઈમ વિભાગના સહયોગથી પણ કામગીરી કરવામાં આવશે.
Google પ્લે સ્ટોરમાંથી આ એપ્લિકેશનો કરાઈ રહી છે દૂર
ગૂગલે કહ્યું કે અમે જાણીએ છીએ કે ઇન્ટરનેટ અને ગૂગલ પ્લે સ્ટોર પર એવી ઘણી એપ્સ છે જે લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહી છે, અમે આવી એપ્સને ઓળખીને તેને દૂર કરવા માટે કામ કરી રહ્યા છીએ.
જો કે બેન્કો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનતા તો તમારા નુકસાનની ભરપાઈ કરે છે. પરંતુ આ માટે તમારે ઘટનાના 3 દિવસની અંદર તમારી બેંકને આ વિશે જાણ કરવી પડશે. આ 3 દિવસ તમને બેંક તરફથી એવા ટ્રાન્ઝેક્શન વિશે મેસેજ મળે ત્યારથી શરૂ થશે જે તમે કર્યું નથી. આ સંદેશ SMS, ઈ-મેલ અથવા સ્ટેટમેન્ટ દ્વારા હોઈ શકે છે.