AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે નહીં થાય બેટરી અને મેમરીની સમસ્યા, Google Chromeમાં આવ્યા જબરદસ્ત ફીચર

ગૂગલ ક્રોમમાં બે નવા ફીચર્સ આવ્યા છે જે તમારી બેટરી અને મેમરીને બચાવશે. ગૂગલે ક્રોમમાં એનર્જી અને મેમરી સેવર મોડનું ફીચર ઉમેર્યું છે. આ અપડેટ Windows, Mac, Chrome OS અને Linux માટે બહાર પાડવામાં આવ્યું છે. જાણો આ નવા અપડેટ વિશે.

હવે નહીં થાય બેટરી અને મેમરીની સમસ્યા, Google Chromeમાં આવ્યા જબરદસ્ત ફીચર
Google ChromeImage Credit source: TV9 Digital
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2023 | 5:26 PM
Share

જો તમે ઓફિસ કે તમારી સ્કૂલના કામ માટે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરો છો, તો તમારા માટે સારા સમાચાર છે. ખરેખર, ગૂગલ ક્રોમમાં બે નવા ફીચર્સ આવ્યા છે જે તમારી બેટરી અને મેમરીને બચાવશે. ગૂગલે ક્રોમમાં એનર્જી અને મેમરી સેવર મોડનું ફીચર ઉમેર્યું છે. આ અપડેટ Windows, Mac, Chrome OS અને Linux માટે બહાર પાડવામાં આવ્યું છે. જાણો આ નવા અપડેટ વિશે.

આ પણ વાંચો: Gujarati Video : અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં AMCના કર્મચારી પર હુમલો, આરોપી નિવૃત IAS અધિકારી અને પૂર્વ મ્યુનિસિપલ કમિશનરનો પુત્ર

ગૂગલ ક્રોમનો બેટરી અને મેમરી સેવર મોડ શું છે?

તમે પરફોર્મન્સ ટેબની અંદર ગૂગલ ક્રોમની બે નવા ફીચર્સ જોશો. Google Chrome નું મેમરી સેવર ફીચર મેમરીમાંથી ઈનએક્ટિવ ટેબની માહિતીને દૂર કરે છે અને ફક્ત તે ટેબની માહિતીને મેમરીમાં રાખે છે જેના પર તમે કામ કરી રહ્યાં છો. આ રીતે સિસ્ટમની મેમરી સેવ થાય છે અને તમે ઝડપથી કામ કરી શકો છો. જ્યારે વપરાશકર્તા ફરીથી આ એક્ટિવ ટેબ્સની મુલાકાત લે છે, ત્યારે તે મેમરીમાં પાછુ સેવ થઈ જાય છે. નવી સુવિધા વપરાશકર્તાઓને મેન્યુઅલી વેબસાઇટ્સ ઉમેરવાની પણ મંજૂરી આપે છે જ્યાં તમને મેમરી સેવર હંમેશા એક્ટિવ જોઈએ છે.

તમને પરફોર્મન્સ ટેબની અંદર એનર્જી સેવર ફીચર પણ મળશે. આ ફીચરને ઓન કરતાની સાથે જ તે બેટરીનો વપરાશ ઓછો કરી દેશે. વાસ્તવમાં, આ ફીચર ચાલુ થતાની સાથે જ બેકગ્રાઉન્ડ એક્ટિવિટી, એનિમેશન અને વીડિયો ફ્રેમ રેટ અને સ્મૂધ સ્ક્રોલિંગ વગેરે બંધ થઈ જાય છે, જેનાથી બેટરીનો વપરાશ ઓછો થાય છે.

તમે બેટરી સેવર ફીચરને બે રીતે ઓન કરી શકો છો. પ્રથમ જ્યારે સિસ્ટમની બેટરી 20% સુધી ઓછી થઈ જશે અને બીજું જ્યારે તમારી સિસ્ટમ ચાર્જ થઈ રહી નથી. એટલે કે, આ બેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કર્યા પછી, ક્રોમ આપોઆપ એનર્જી સેવર મોડ ચાલુ કરશે. ગૂગલ ક્રોમનું આ લેટેસ્ટ અપડેટ ક્રોમ V110 પર આવી ગયું છે. જો કે, નવું અપડેટ હજી પણ કેટલાક વપરાશકર્તાઓને દેખાતું નથી. કારણ કે કંપની તેને તબક્કાવાર રોલ આઉટ કરી રહી છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">