Google એ બેન કરી આ પોપ્યુલર Smart TV એપ, તમારા ફોનમાં તો નથી ને આ એપ ?

|

Nov 15, 2021 | 5:11 PM

જોકર માલવેર એ ખતરનાક માલવેર છે. તે વપરાશકર્તાઓની જાણ બહાર પ્રીમિયમ કોન્ટેન્ટ (Premium Content) માટે સબ્સ્ક્રાઇબ કરે છે.

Google એ બેન કરી આ પોપ્યુલર Smart TV એપ, તમારા ફોનમાં તો નથી ને આ એપ ?
File Photo

Follow us on

Alert : ગૂગલ પ્લે સ્ટોરે હાલમાં જ તેના પ્લેટફોર્મ પરથી બે ખતરનાક એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાંથી એક એપ એવી છે, જેને લોકો વારંવાર પ્લે સ્ટોર પર (Play Store) સર્ચ કરતા રહે છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ, કંપનીએ જે બે એપને દૂર કરી છે તે છે સ્માર્ટ ટીવી રિમોટ અને હેલોવીન કલરિંગ. કેસ્પરસ્કીના સુરક્ષા વિશ્લેષક દ્વારા આ બે એપ્સના (APPS) નામ જાહેર કરવામાં આવ્યા હતા. સુરક્ષા નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, આ એપ્સમાં જોકર માલવેર છે.

જોકર માલવેર શું છે ?

જોકર માલવેર એ ખતરનાક માલવેર છે. તે વપરાશકર્તાઓની જાણ બહાર પ્રીમિયમ કોન્ટેન્ટ (Premium Content) માટે સબ્સ્ક્રાઇબ કરે છે. એક તપાસમાં જાણવા મળ્યું કે રિસોર્સ/એસેટ/kup3x4nowz ફાઇલ સ્માર્ટ ટીવી રિમોટ એપમાં છુપાવવામાં આવી હતી અને હેલોવીન કલરિંગ એપમાં q7y4prmugi નામની ફાઇલ છુપાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે એપ્સમાં છુપાયેલી ખતરનાક ફાઇલો એવી રીતે એન્ક્રિપ્ટેડ હોય છે કે તે કોઈપણ એન્ટિવાયરસથી પકડાઈ શકે નહીં.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જો તમે ‘સ્માર્ટ ટીવી રિમોટ’ અને ‘હેલોવીન કલરિંગ’માંથી કોઈ પણ એપ ડાઉનલોડ (Download) કરી હોય અથવા તેનો ઉપયોગ કર્યો હોય, તો તમે પણ ઝડપથી આ એપ્સ તમારા સ્માર્ટફોનમાંથી દૂર કરો. સાથે તમારે એ પણ તપાસવાની જરૂર છે કે આ એપ્લિકેશન્સ તમારી પરવાનગી વિના કોઈપણ પ્રીમિયમ કન્ટેન્ટ માટે સાઇન અપ(Sign Up)  તો નથી કર્યુ ને ?

આ રીતે સાવચેતી રાખો

1. તમારા ફોનને તપાસો કે એવી કોઈ એપ તો નથી કે જેને તમે ડાઉનલોડ ન કરી હોય, પરંતુ ફોનમાં હોય. જો આવી એપ મળી આવે તો તરત જ હટાવી દો.

2. જો કોઈ એપ્સ જરૂરિયાત કરતાં વધુ ડેટાનો (Data) વપરાશ કરી રહી છે, તો આવી એપ્સને પણ દૂર કરો.

3. નવી એપ ડાઉનલોડ કરતા પહેલા, તેમના રિવ્યુઝ (Review) જરૂરથી વાંચો

 

આ પણ વાંચો: Instagram : ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે સારા સમાચાર, રીલ પોસ્ટ કરવા માટે ક્રિએટર્સને મળશે આટલા ડોલરનું બોનસ

આ પણ વાંચો: ભારત પહોંચી Porsche ની આ રોકેટ સ્પીડ ધરાવતી EV કાર, જાણો સિંગલ ચાર્જમાં કેટલા કિ.મી. ચાલે છે ?

Next Article