દેશના 44 કરોડ મોબાઈલ યુઝર્સ માટે સારા સમાચાર, RBI ગવર્નરે કરી આ વર્ષની સૌથી મોટી જાહેરાત

|

Dec 08, 2021 | 5:29 PM

ભારતમાં ઉપયોગમાં લેવાતા ફીચર ફોન એ મોબાઈલ ફોનની મૂળભૂત શ્રેણી (Basic phone) છે. જેમાંથી માત્ર વોઈસ કોલ અને ટેક્સ્ટ મેસેજ કરી શકાશે.

દેશના 44 કરોડ મોબાઈલ યુઝર્સ માટે સારા સમાચાર, RBI ગવર્નરે કરી આ વર્ષની સૌથી મોટી જાહેરાત
mobile users (Symbolic image )

Follow us on

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે (Reserve Bank of India Governor Shaktikant Das ) બુધવારે જણાવ્યું હતું કે RBI દેશમાં ડિજિટલ પેમેન્ટ વધારવા માટે UPI આધારિત ફીચર ફોન પ્રોડક્ટ લોન્ચ કરવાના પ્રયાસો કરી રહી છે. જો આવું થાય તો ચોક્કસ દેશમાં ડિજિટલ પેમેન્ટનો (Digital payments,) ગ્રાફ જબરદસ્ત રીતે વધી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ભારતમાં માત્ર સ્માર્ટફોન (Smartphone) યુઝર્સ જ UPI દ્વારા ડિજિટલ પેમેન્ટ કરી શકે છે, જ્યારે ફીચર ફોનમાં આવી પેમેન્ટ કરવાની કોઈ સુવિધા નથી.

TRAI અનુસાર, ભારતમાં મોબાઈલ ફોન યુઝર્સની (Mobile phone users) કુલ સંખ્યા 118 કરોડ છે. જેમાં 74 કરોડ યુઝર્સ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. આનો સીધો અર્થ એ થયો કે દેશમાં ફીચર ફોનનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા ઘણી મોટી છે.

દેશભરમાં લગભગ 44 કરોડ લોકો ફીચર ફોનનો ઉપયોગ કરે છે
TRAI અનુસાર, દેશભરમાં લગભગ 44 કરોડ લોકો ફીચર ફોનનો ઉપયોગ કરે છે. મતલબ કે દેશમાં 44 કરોડ લોકો ઈચ્છે તો પણ ડિજિટલ પેમેન્ટ કરી શકતા નથી. આરબીઆઈ ઈચ્છે છે કે જે લોકો પાસે ફીચર ફોન છે તેઓ સ્માર્ટફોન યુઝર્સની જેમ સરળતાથી UPI પેમેન્ટ કરે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

હાલમાં ફીચર ફોનમાં ડિજિટલ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ નથી.
ભારતમાં ઉપયોગમાં લેવાતા ફીચર ફોન એ મોબાઈલ ફોનની મૂળભૂત શ્રેણી (Basic phone) છે. જેમાંથી માત્ર વોઈસ કોલ અને ટેક્સ્ટ મેસેજ કરી શકાશે. આ સિવાય હવે ભારતમાં કેટલાક ફીચર ફોન પણ ઉપલબ્ધ છે, જેમાં હવે ઈન્ટરનેટની મદદથી મર્યાદિત સંસાધનોનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ, હજુ સુધી ભારતમાં એવો કોઈ ફીચર ફોન આવ્યો નથી, જેના દ્વારા UPI પેમેન્ટ કરી શકાય. એટલા માટે RBI ટૂંક સમયમાં દેશમાં આવી પ્રોડક્ટ લોન્ચ કરવાનો પ્રયાસ કરી રહી છે, જેથી ફીચર ફોન યુઝર્સ પણ UPI પેમેન્ટ્સ સાથે કનેક્ટ કરીને દેશને ડિજિટાઇઝ કરવાની દિશામાં આગળ વધી શકે.

દેશમાં ડિજિટલ પેમેન્ટ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે
વર્ષ 2016માં નોટબંધી બાદ ભારતમાં ડિજિટલ પેમેન્ટમાં ઝડપથી વધારો થયો હતો. કોરોના વાયરસ રોગચાળા દરમિયાન દેશમાં ડિજિટલ પેમેન્ટનો ગ્રાફ ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. લોકો ચેપથી બચવા માટે ડિજિટલ પેમેન્ટ પર આધાર રાખતા હતા. તેથી ભારતમાં ડિજિટલ પેમેન્ટની ઝડપ સતત વધી રહી છે.

આ પણ વાંચોઃ

Big News: CDS બિપન રાવતના હેલિકોપ્ટ ક્રેશ ઘટનામાં 14માંથી 13 લોકોના મોતની પુષ્ટિ, ઘટનાને લઇ સાંજે PM આવાસ પર CCSની બેઠક મળશે

આ પણ વાંચોઃ

‘તારક મહેતા’ ફેમ દિલીપ જોશીની દિકરીના આ ગ્રાન્ડ હોટેલમાં થશે લગ્ન, શું દયાભાભી લગ્નમાં થશે સામેલ ?

Next Article