જલદી કરો આ કામ પૂર્ણ, નહીંતર 31 જાન્યુઆરીથી FASTag કામ કરશે નહીં, જાણો પ્રોસેસ
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે NHAI દ્વારા વન વ્હીકલ વન ફાસ્ટેગ પહેલ શરૂ કરવામાં આવી છે. NHAIનો હેતુ અનેક વાહનો માટે એક FASTagનો ઉપયોગ રોકવાનો છે. એક જ વાહન માટે અનેક ફાસ્ટેગના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

NHAI એ વન વ્હીકલ વન FASTag પહેલ શરૂ કરી છે જેનો ઉપયોગ વાહનો માટે સમાન FASTagનો ઉપયોગ કરવા અને એક જ વાહન માટે બહુવિધ FASTag નો ઉપયોગ અટકાવવા માટે કરવામાં આવશે. NHAI એ સૂચના આપી છે કે જો FASTagની KYC પૂર્ણ નહીં થાય તો બેંકની માર્ગદર્શિકા અનુસાર તેને બ્લોક કરી દેવામાં આવશે. તમે તમારા FASTagની KYC સ્ટેટસ ચેક માટે વેબ પોર્ટલની મુલાકાત લઈ શકો છો.
અનેક ફાસ્ટેગના ઉપયોગ પર પ્રતિબંધનો પ્રયાસ
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે NHAI દ્વારા વન વ્હીકલ વન ફાસ્ટેગ પહેલ શરૂ કરવામાં આવી છે. NHAIનો હેતુ અનેક વાહનો માટે એક FASTagનો ઉપયોગ રોકવાનો છે. એક જ વાહન માટે અનેક ફાસ્ટેગના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. NHAIની સૂચનાઓ અનુસાર, FASTags જેમની KYC પૂર્ણ કરવામાં આવી નથી. તે ભારતીય રિઝર્વ બેંકની માર્ગદર્શિકા અનુસાર 31 જાન્યુઆરી પછી બ્લોક કરવામાં આવશે.
જો તમારા FASTagની KYC પૂર્ણ નહીં થાય, તો તેને પ્રતિબંધિત અથવા બ્લેકલિસ્ટ કરવામાં આવશે. જો તમે નથી જાણતા કે તમારા ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ નથી, તો તમે તેને ઓનલાઈન ચેક કરી શકો છો.
FASTag KYC સ્ટેટસ કેવી રીતે ચેક કરવું
- સૌથી પહેલા વેબ પોર્ટલ https://fastag.ihmcl.com પર જાઓ.
- પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને પાસવર્ડથી લોગ ઇન કરો અથવા OTP-આધારિત વેરિફિકેશન કરો.
- એકવાર લોગ ઇન થયા પછી, ડેશબોર્ડ મેનૂ પર જાઓ.
- ડેશબોર્ડની જમણી બાજુએ માય પ્રોફાઇલ વિકલ્પ પસંદ કરો.
- મેઈન પર મારી પ્રોફાઇલ દેખાશે, જેમાં તમારી અપડેટ કરેલી માહિતી હશે
- જો તમારું કેવાયસી પૂર્ણ છે, તો તમને માહિતી મળશે.
KYC કેવી રીતે અપડેટ કરવું
- માય પ્રોફાઇલ પેજમાં તમે પ્રોફાઇલ સબ સેક્શન જોવા મળશે
- જેના પર ક્લિક કર્યા પછી તમારે કસ્ટમર ટાઈપ પસંદ કરવો પડશે.
- આ પછી, આઈડી એડ્રેસ પ્રૂફ દસ્તાવેજ જરૂરી દસ્તાવેજ તરીકે સબમિટ કરવાનો રહેશે.
- તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને એડ્રેસ પ્રૂફ જમા કરાવવાનો રહેશે.
- આ પછી KYC પ્રક્રિયા પૂર્ણ થશે.
કયા દસ્તાવેજોની જરૂર પડશે
- વ્હીકલના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ
- વાહનનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
- વાહન માલિકના કેવાયસી દસ્તાવેજો
આ પણ વાંચો: Rabbit R1એ સત્ય નડેલાને કર્યા પ્રભાવિત, કહ્યું- iPhone 7 પછી કંઈક નવું જોવા મળ્યું