Split AC vs Window AC: બંનેમાંથી કયું એસી છે સારું, ચાલો જાણીએ તફાવત
Which AC is best?: વધતી ગરમીને કારણે જો તમે નવું એસી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને Split AC અને Window AC વચ્ચેના કેટલાક તફાવત વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Split AC vs Window AC: આ સમયે જો તમે તમારા માટે નવું એર કંડિશનર (air conditioner) ખરીદવાનું વિચારી રહ્યા છો, પરંતુ વિન્ડોઝ એસી અને સ્પ્લિટ એસી વચ્ચે મૂંઝવણ અનુભવી રહ્યા છો, તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, બંને પ્રકારના એસીમાં કયું એસી વધુ તમારા માટે બેસ્ટ છે. વાસ્તવમાં, બંને એસીના અલગ અલગ ફાયદા અને ગેરફાયદા છે. વધતી ગરમીને કારણે મોટાભાગના લોકો હવે એસી તરફ વળ્યા છે અને વધુ સારા વિકલ્પોની શોધમાં છે. આવી સ્થિતિમાં, જેઓ પ્રથમ વખત એસી ખરીદવાનું વિચારી રહ્યા છે, તેમના માટે બંનેમાંથી એક પસંદ કરવાનું ખૂબ મુશ્કેલ બની જાય છે. ચાલો તમને બંને પ્રકારના AC વચ્ચેનો તફાવત જણાવીએ.
Split AC vs Window AC: સ્પ્લિટ એસી અને વિન્ડોઝ એસીની કિંમત
બંને પ્રકારના ACમાં કિંમત મુખ્ય ભૂમિકા ભજવે છે. ખરેખર, વિન્ડોઝ એસીની કિંમત ઘણી ઓછી છે, જ્યારે સ્પ્લિટ એસીની કિંમત વધારે છે. જો તમારે ઓછા બજેટમાં એસી લેવું હોય તો તમારે વિન્ડોઝ એસી લેવું જોઈએ, જ્યારે બજેટ વધુ હોય અને ઘરમાં ઓછી તોડફોડ કરવી હોય તો તમે સ્પ્લિટ એસી લઈ શકો છો.
Split AC vs Window AC: જગ્યાની જરૂરીઆત
વિન્ડોઝ એસી અને સ્પ્લિટ એસી વચ્ચેનો બીજો સૌથી મોટો તફાવત જગ્યાની જરૂરિયાત છે. Windows ACને સામાન્ય રીતે વધુ જગ્યાની જરૂર પડે છે. જ્યારે સ્પ્લિટ એસીમાં વિન્ડોઝ કરતા ઓછી જગ્યાની જરૂર પડે છે.
Split AC vs Window AC: વીજ વપરાશ
વિન્ડોઝ એસીમાં વીજ વપરાશ લગભગ સમાન છે. આ પાવર વપરાશ સ્ટાર રેટિંગ પર આધારિત છે. 1 સ્ટાર ACમાં પાવર વપરાશ વધારે છે, જ્યારે 5 સ્ટાર ACમાં પાવરનો વપરાશ ઓછો છે. આ સાથે ઇન્વર્ટર એસીમાં વીજળીની વધારે બચત થાય છે.
Split AC vs Window AC: અવાજ
વિન્ડોઝ એસી સ્પ્લિટ એસી કરતાં વધુ અવાજ કરે છે. વાસ્તવમાં, વિન્ડોઝ એસીમાં આંતરિક બ્લોઅર અને કોમ્પ્રેસર સમાન એકમો છે, જ્યારે સ્પ્લિટ એસીમાં એવું નથી, તેથી તે અવાજને ઘટાડે છે.
Split AC vs Window AC: કૂલિંગ કેપેસિટી
ACની ક્ષમતા અથવા ઠંડક કરવાની ક્ષમતા તેના ટનેજ પર આધારિત છે. સ્પ્લિટ એસી ઉપરની તરફ માઉન્ટ કરી શકાય છે અને વધુ જગ્યા ઠંડી રાખવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જ્યારે વિન્ડોઝ એસી નાના રૂમમાં સારી ઠંડક પ્રદાન કરે છે.