AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flash Call થી લઇને મલ્ટી ડિવાઇસ સપોર્ટ સુધી, વોટ્સએપમાં આવી રહ્યાં છે આ કમાલના ફીચર

લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp આગામી મહિનાઓમાં અનેક નવી સુવિધાઓ આપવા જઇ રહી છે. જેના પગલે યુઝર્સ માટે ચેટિંગ અનુભવ પહેલા કરતાં વધુ આનંદ દાયક બનશે.

Flash Call થી લઇને મલ્ટી ડિવાઇસ સપોર્ટ સુધી, વોટ્સએપમાં આવી રહ્યાં છે આ કમાલના ફીચર
વોટ્સએપમાં આવી રહ્યાં છે આ કમાલના ફીચર
| Updated on: Jun 12, 2021 | 1:20 PM
Share

લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp આગામી મહિનાઓમાં અનેક નવી સુવિધાઓ આપવા જઇ રહી છે. જેના પગલે યુઝર્સ માટે ચેટિંગ અનુભવ પહેલા કરતાં વધુ આનંદ દાયક બનશે. તેમજ નવા અપડેટ્સમાં કંપની સુરક્ષાને લગતી વિશેષ સુવિધાને આપવાની તૈયારી પણ કરી રહી છે. તો ચાલો જાણીએ WhatsApp માં આવી રહેલા કેટલાક નવા ફિચર્સ વિશે.

સુરક્ષા માટે ફ્લેશ કોલ નવું ફીચર

જો કે Whatsapp હવે સુરક્ષા માટે ફ્લેશ કોલ (Flash calls)નવું ફીચર લાગી રહ્યું છે. જે તમારા વોટ્સએપ એકાઉન્ટને હેકર્સથી સુરક્ષિત રાખવામાં મદદ કરશે.વોટ્સએપ હવે એકાઉન્ટ સેફટી માટે નવું ફ્લેશ કોલ(Flash calls )ફીચર લાવી રહ્યું છે. જે આપનો મોબાઇલ નંબર ઓટોમેટિક વેરીફાઈ કરી લેશે.

યુઝર્સને એકાઉન્ટ ચકાસણી માટે ઓટીપીની જરૂર રહેશે નહીં

આ નવા ફીચર અંગેના ડબ્લ્યુએબીએના અહેવાલ મુજબ, વોટ્સએપના નવા ફીચર ફ્લેશ કોલ (Flash calls )ની મદદથી હવે તમારો ફોન નંબર જાતે જ વેરીફાઈ થઈ જશે. હવે યુઝર્સને એકાઉન્ટ ચકાસણી માટે ઓટીપીની જરૂર રહેશે નહીં. અત્યાર સુધી વોટસએપ મોબાઇલ નંબરને 6 અંકના ઓટીપી દ્વારા વેરીફાઈ કરતું હતું. તેમજ હેકર્સ પણ આ જ ઓટીપીની મદદથી વોટ્સએપ એકાઉન્ટ હેક કરવાનું સામે આવ્યું હતું.

ફ્લેશ કોલની મદદથી એકાઉન્ટ વેરીફાઈ થઇને લોગ ઇન થઈ જશે

જેમાં હવે વોટ્સએપ ફ્લેશ કોલના નવા ફીચર બાદ યુઝર્સ એકાઉન્ટ લોગ-ઇન થયા બાદ વેરિફિકેશન ઓટીપીના બદલે ફ્લેશ કોલની મદદથી કરવામાં આવશે. ફ્લેશ કોલ માટે યુઝર્સે ફોનમાં લોગ ઇન કરવા એપ્લિકેશનને મંજૂરી આપવી પડશે. તેની બાદ ફોન પર વોટ્સએપ વેરિફિકેશન માટે ફ્લેશ કોલની મદદથી એકાઉન્ટ વેરીફાઈ થઇને લોગ ઇન થઈ જશે. વોટ્સએપનું આ ફીચર એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.21.11.7 પર જોવા મળ્યું છે. જો કે વોટ્સએપ વેરિફિકેશન ફ્લેશ કોલની આ સુવિધા વૈકલ્પિક રહેશે.

વ્યૂ વન્સ ( View Once) ફીચર પર એડ કરાશે

તાજેતરમાં જ માર્ક ઝુકરબર્ગે એક ઇન્ટરવ્યૂમાં વોટ્સએપ વ્યૂ વન્સ ( View Once)સુવિધા વિશે માહિતી આપી હતી. આ સુવિધા વોટસએપમાં ડિસએપયર સંદેશની જેમ કાર્ય કરશે. આ સુવિધા ચાલુ કર્યા પછી યુઝર્સ દ્વારા મોકલવામાં આવેલ સંદેશ રીસીવર દ્વારા જોયા પછી ઓટોમેટિક ડિલીટ થઇ જશે. આવી જ એક સુવિધા સ્નેપચેટમાં પહેલેથી જ છે અને યુઝર્સ પણ તેને ખૂબ પસંદ કરે છે.

ડિસએપયર મેસેજ ફીચર

વોટ્સએપે થોડા મહિના પહેલા યુઝર્સ માટે ડિસએપયર મેસેજ સુવિધા પાછી ખેંચી હતી. આ સુવિધા ચાલુ કર્યા પછી મોકલેલો સંદેશ સાત દિવસ પછી જાતે જ ડિલીટ થાય છે. જ્યારે હવા નવા ડિસએપયર મોડ વાળું ફીચર તમામ ચેટ થ્રેડ માટે એક્ટિવ કરી શકાશે.

મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ

યુઝર્સ લાંબા સમયથી વોટ્સએપની મલ્ટિ-ડિવાઇસ સુવિધાની રાહ જોતા હતા. હવે કંપની ટૂંક સમયમાં આ સુવિધા લાવવાની યોજના બનાવી રહી છે. શરૂઆતમાં આ સુવિધા Android ના બીટા સંસ્કરણ આપવામાં આવશે. આ સુવિધા આવ્યા બાદ યુઝર્સ વોટ્સએપને એક સાથે ચાર ડિવાઇસમાં WhatsAppએકાઉન્ટને એક્સેસ કરી શકશે.

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">