FRAUD : કોરોના મહામારી બાદ 5,000 ફિશિંગ વેબસાઇટ્સ આવી સામે, હેક થઈ રહ્યા છે લોકોના એકાઉન્ટ

|

Aug 16, 2021 | 9:24 PM

સાયબર સિક્યુરિટી ફર્મ Kasperskyના જણાવ્યા અનુસાર, તેણે માર્ચ 2020 થી જુલાઈ 2021 સુધી આવી ફિશિંગ વેબસાઇટ્સની મુલાકાત લેતા 10 લાખથી વધુ યુઝર્સને બચાવ્યા છે.

FRAUD : કોરોના મહામારી બાદ 5,000 ફિશિંગ વેબસાઇટ્સ આવી સામે, હેક થઈ રહ્યા છે લોકોના એકાઉન્ટ
FRAUD: 5,000 phishing websites exposed after Corona epidemic, people's accounts being hacked

Follow us on

કોવિડ -19 મહામારી શરૂ થયા બાદ ઓનલાઇન છેતરપિંડીના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. જો આપણે ફિશિંગ વેબસાઇટ્સ વિશે વાત કરીએ તો, મહામારીની શરૂઆતથી, 5,000 થી વધુ મહામારીને લગતી ફિશિંગ વેબસાઇટ્સ સામે આવી છે, જે નકલી પેમેન્ટ ઓફર અને ડિસ્કાઉન્ટેડ કોવિડ ટેસ્ટ વગેરે દ્વારા યુઝર્સની માહિતી ચોરવા માટે બનાવવામાં આવી હતી.

તાજેતરના સમયમાં, બનાવટી QR કોડ અને રસીકરણ પ્રમાણપત્રો સાથે રેસ્ટોરન્ટ્સ અને જાહેર કાર્યક્રમો માટે ફિશિંગ જાહેરાતો સાથે છેતરપિંડી ખૂબ પોપ્યુલર બની છે.સાયબર સિક્યુરિટી ફર્મ Kasperskyના જણાવ્યા અનુસાર, તેણે માર્ચ 2020 થી જુલાઈ 2021 સુધી આવી ફિશિંગ વેબસાઇટ્સની મુલાકાત લેતા 10 લાખથી વધુ યુઝર્સને બચાવ્યા છે. માર્ચ 2021માં મહામારીને લગતી સ્કેમ એક્ટિવિટી ટોચ પર હતી.

Kaspersky રિસર્ચરએ ઓબ્ઝર્વ કર્યુ કે જૂનમાં સાયબર ક્રીમીન્લસની એક્ટિવિટીઓમાં થોડો ઘટાડો થયો હતો. આ મહિના દરમિયાન, Kaspersky પ્રોડક્ટ્સે મે કરતાં 14 ટકા વધુ રોગચાળાને લગતી ફિશિંગ વેબસાઇટ્સ શોધી કાઠી છે. જે બંધ કરી દેવામાં આવી છે.

Broccoli : બ્રોકોલી છે પોષક તત્વોનો ખજાનો, જાણો અઠવાડિયામાં કેટલી વાર ખાવું?
કેવી રીતે ખબર પડે કે તમારૂ લીવર ખરાબ થઇ રહ્યું છે ?
આજનું રાશિફળ તારીખ : 21-09-2024
તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ

Kasperskyના કન્ટેન્ટ ફિલ્ટરિંગ મેથડ્સ ડેવલ્પમેન્ટના વડા એલેક્સી માર્ચેન્કોએ જણાવ્યું હતું કે મોટાભાગની મહામારી સંબંધિત છેતરપિંડીમાં, સાયબર ક્રીમીન્લસનો હેતુ યુઝર્સનો ડેટા મેળવવાનો છે,યુઝર્સ જાહેરાત અથવા ઇમેઇલની લિંકને અનુસરે છે અને એક પેજ પર પહોચી જાય છે જ્યાં તેમને વ્યક્તિગત માહિતી અને બેંક કાર્ડની વિગતો દાખલ કરવાનું કહેવામાં આવે છે.એકવાર તેમની પાસે આ માહિતી પહોચી ગયા બાદ તેઓ તમારા ખાતામાંથી પૈસા ચોરી લે છે.

કોવિડ ટેસ્ટ અને રસીકરણ સંબંધિત ફિશિંગ હુમલાઓની સંખ્યામાં વધારો થયો છે. સાયબર ક્રીમીન્લસ હંમેશા તેમના હુમલાની યોજના બનાવવાની તકોની શોધમાં હોય છે અને વર્તમાન ટ્રેન્ડ સાથે તાલ મિલાવે છે જે તેમને તેમના સંભવિત પીડિતોનું વધુ ધ્યાન આકર્ષિત કરવામાં મદદ કરી શકે છે.

Kaspersky(દક્ષિણ એશિયા)ના જનરલ મેનેજર દિપેશ કૌરાએ જણાવ્યું હતું કે, “આવા સંભવિત હુમલાઓથી દૂર રહેવા માટે, ઇન્ટરનેટ યુઝર્સના ડિવાઈસમાં સિક્યોરિટી સોલ્યુશન હોવુ જરૂરી છે, સાવચેત રહો અને દરેક સમયે ખોટી લિંક્સ ટાળો. અને દસ્તાવેજો વગેરે સાચવીને રાખો.

Next Article