10 વર્ષમાં પહેલીવાર Netflixના સબસ્ક્રાઈબર્સમાં જોરદાર ઘટાડો, કંપનીએ જણાવ્યું મોટું કારણ

નેટફ્લિક્સ (Netflix) માટે આ વર્ષની શરૂઆત બહુ સારી રહી નથી. કંપનીએ 10 વર્ષમાં પ્રથમ વખત 2 લાખથી વધુ યુઝર્સ ગુમાવ્યા છે. કંપનીએ તેની પાછળ 3 મોટા કારણો આપ્યા છે.

10 વર્ષમાં પહેલીવાર Netflixના સબસ્ક્રાઈબર્સમાં જોરદાર ઘટાડો, કંપનીએ જણાવ્યું મોટું કારણ
Netflix (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 11:30 PM

Netflix એ વિશ્વનું સૌથી લોકપ્રિય કન્ટેન્ટ સ્ટ્રીમિંગ OTT પ્લેટફોર્મ (OTT Platform) છે. મોટાભાગના લોકો મૂવી કે વેબ સિરીઝ જોવા માટે નેટફ્લિક્સનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. કોરોનાના કપરા સમયગાળા દરમિયાન Netflixના યુઝરબેઝ એટલે કે Netflix સબસ્ક્રિપ્શનમાં સૌથી વધુ વધારો થયો છે. તે સમયે કંપનીએ તેની સર્વોચ્ચ વૃદ્ધિ હાંસલ કરી હતી. પરંતુ, આ વર્ષની શરૂઆત નેટફ્લિક્સ માટે બહુ સારી રહી નથી. યુએસએ (USA) સ્થિત કન્ટેન્ટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે તાજેતરમાં એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, તેણે 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં લગભગ 200,000 યુઝર્સ અને ત્રીજા ક્વાર્ટરમાં 2 મિલિયનથી વધુ યુઝર્સ ગુમાવ્યા છે.

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે કંપનીને પણ ભારે નુકસાન થયું છે. કંપનીએ થોડા સમય પહેલા રશિયામાં તેની સેવાઓ સસ્પેન્ડ કરી દીધી હતી. જેના કારણે તેણે 700,000થી વધુ યુઝર્સ ગુમાવ્યા છે. જોકે, કંપનીએ આ નુકસાનનું કારણ યુઝર્સ વચ્ચે પાસવર્ડ શેરિંગને પણ જણાવ્યું છે. જેના કારણે તેના પેઇડ સબસ્ક્રિપ્શનમાં વધારે વૃદ્ધિ થઈ નથી. આ ઉપરાંત, કંપનીએ બજારમાં ડિઝની + હોટસ્ટાર, પ્રાઇમ વિડિયો (એમેઝોન પ્રાઈમ વિડિયો) જેવા અન્ય OTT પ્લેટફોર્મથી પણ સખત સ્પર્ધાનો સામનો કરવો પડ્યો છે.

નેટફ્લિક્સના શેરમાં તીવ્ર ઘટાડો થયો

સૂત્રોના અનુસાર, નેટફ્લિક્સનો સ્ટોક 26 ટકા ઘટ્યો છે, જેના પછી તેની શેર બજાર કિંમત લગભગ $ 40 બિલિયન (લગભગ 3,05,320 કરોડ રૂપિયા) ઘટી ગઈ હતી. કંપનીએ યુએસ અને કેનેડામાં લગભગ 600,000 આસપાસ યુઝર્સ ગુમાવ્યા છે. જાન્યુઆરીમાં, કંપનીએ 2 વર્ષમાં તેનો પ્રથમ માસિક સબ્સ્ક્રિપ્શન વૃદ્ધિ અહેવાલ બહાર પાડ્યો હતો. જેમાં કંપનીએ કહ્યું કે તે તેના વર્તમાન આધારને જાળવી રાખવા માટે ઘણા પડકારોનો સામનો કરી રહી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, વિશ્વભરમાં 222 મિલિયન યુઝર્સ Netflix સબસ્ક્રિપ્શન ધરાવે છે. આ ઉપરાંત, 100 મિલિયનથી વધુ યુઝર્સ તેમના એકાઉન્ટ્સ એકબીજા સાથે શેર કરે છે.

કંપનીનું માનવું છે કે વધુ એકાઉન્ટ શેરિંગને કારણે તેને ઘણું નુકસાન પણ થઈ રહ્યું છે. યુઝર્સને આકર્ષવા માટે, કંપનીએ ઘણા દેશોમાં તેના માસિક પ્લાનની કિંમતોમાં પણ ઘટાડો કર્યો હતો. તે જ સમયે, આવક વધારવા માટે, નેટફ્લિક્સે કેટલાક દેશોમાં તેના સબસ્ક્રિપ્શન પ્લાનની કિંમતમાં વધારો કર્યો હતો. પરંતુ તેના કારણે કંપનીને ઘણું નુકસાન થયું હતું.

આ પણ વાંચો – આ કોઈ Marvel મૂવીનો સીન નથી, જાણો મિનિટોમાં પૃથ્વીથી અવકાશમાં પહોંચાડતી આ ટેક્નોલોજી વિશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">