AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Election 2022: આ ત્રણ એપથી જાણો તમારા ઉમેદવારનો ક્રાઈમ રેકોર્ડ, ગેરરીતિની પણ કરી શકશો ફરિયાદ

ફેબ્રુઆરી-માર્ચ 2022માં યોજાનાર પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ એપ તમારા માટે ખૂબ કામની રહેશે. તમે તમારા ઉમેદવારને જાણવાથી લઈને ચૂંટણી સંબંધિત ગેરરીતિઓની ફરિયાદ કરવા માટે આ એપ્સનો ઉપયોગ કરી શકો છો.

Election 2022: આ ત્રણ એપથી જાણો તમારા ઉમેદવારનો ક્રાઈમ રેકોર્ડ, ગેરરીતિની પણ કરી શકશો ફરિયાદ
cVigil App (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 1:53 PM
Share

યુપી સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી (Assembly elections)ની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાને કારણે આ ચૂંટણી ખાસ બની રહી છે. આ ચૂંટણીમાં ત્રણ એપ તમારા માટે ખૂબ કામની રહેશે. તમે તમારા ઉમેદવારને જાણવાથી લઈને ચૂંટણી સંબંધિત ગેરરીતિઓની ફરિયાદ કરવા માટે આ એપ્સનો ઉપયોગ કરી શકો છો. અહીં અમે તમને ચૂંટણી સંબંધિત ત્રણ મહત્વપૂર્ણ એપ્સ વિશે જણાવી રહ્યા છીએ.

cVIGIL

cVIGIL એપ ચૂંટણી સમયે ખૂબ ઉપયોગી થશે. આની મદદથી તમે સીધા જ તમારા ફોનથી ચૂંટણીની ગેરરીતિઓની ફરિયાદ કરી શકો છો. તમે Android અને iOS બંને માટે આ એપ ડાઉનલોડ કરી શકો છો. એકવાર એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય, પછી તેને કેમેરા અને GPS ઍક્સેસ કરવાની મંજૂરી આપો.

આ પછી, તમારે તેના પર નામ અને સરનામા સાથે નોંધણી કરવી પડશે. આ માટે તમારે OTP વેરીફાઈ કરવાનો રહેશે. વેરિફિકેશન પછી તમે આ એપનો ઉપયોગ કરી શકો છો. જો તમને ચૂંટણી સંબંધિત કોઈ ગેરરીતિ દેખાય છે, તો તમે એપમાંથી ફોટો લઈને અથવા વીડિયો રેકોર્ડ કરીને તેને અપલોડ કરી શકો છો. આ અંગે ચૂંટણી પંચ કાર્યવાહી કરશે.

સુવિધા કેન્ડિડેટ એપ (Suvidha Candidate App)

Suvidha Candidate App તમને તમારું નામ મતદાર યાદીમાં ઉમેરવામાં મદદ કરશે. ઉમેદવારો આ એપ દ્વારા નોંધણી કરાવી શકે છે. આ એપનો ઉપયોગ કરવો એકદમ સરળ છે. આમાં તમારે પહેલા ભાષા પસંદ કરવાની રહેશે. આ પછી તમારે વિધાનસભા અથવા લોકસભાની ચૂંટણી પસંદ કરવી પડશે. તેમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે તમારે તમારો મોબાઈલ નંબર આપવો પડશે. તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે. એકવાર OTP ની ચકાસણી થઈ જાય, તમે ફોર્મ ભરી અને સબમિટ કરી શકો છો.

તમારા ઉમેદવારને જાણો (Know Your Candidate App)

ચૂંટણી સમયે Know Your Candidate ની એપ પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. જેનાથી તમે ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોની વિગતો જાણી શકશો. આ એપ દ્વારા તમે જાણી શકશો કે કયા ઉમેદવાર પર કેટલા કેસ નોંધાયેલા છે અથવા તેની મિલકત કેટલી છે. તેનો ઉપયોગ કરવો એકદમ સરળ છે.

એપ ખોલ્યા પછી, તમારે તે પ્રદેશ પસંદ કરવો પડશે જ્યાં તમે ઉમેદવારોની વિગતો જાણવા માગો છો. અહીં તમારી સામે વિસ્તારમાં ઉભા રહેલા તમામ ઉમેદવારોની યાદી દેખાશે. તમે તે ઉમેદવાર પર ક્લિક કરી શકો છો જેની વિગતો તમે જોવા માંગો છો.

આ પણ વાંચો: Travel Tips: ઓછા ખર્ચે હોટલમાં વધુ સુવિધાઓ મેળવવા માંગો છો, તો અપનાવો આ ટ્રાવેલિંગ ટિપ્સ

આ પણ વાંચો: Viral: પોલીસે સિંઘમ સ્ટાઈલમાં ચોરને પકડ્યો, વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુર્ઝસ કરી રહ્યા છે સેલ્યૂટ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">