AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paytm Spoof: બેધડક નકલી Paytm એપનો થઈ રહ્યો છે ઉપયોગ, તમે પણ બની શકો છો આનો શિકાર, જાણો બચવાની રીત

તમે જાણતા જ હશો કે છેલ્લા કેટલાક મહિનામાં Paytm સ્પૂફ એપનો ઉપયોગ કરીને નિર્દોષ લોકો સાથે છેતરપિંડીની ઘટનાઓ ખૂબ જ ઝડપથી વધી છે. આ એપનું ઈન્ટરફેસ મૂળ પેટીએમ એપ જેવું જ છે. આનો ઉપયોગ કરીને, ઠગ ઘણીવાર લોકોને સરળતાથી છેતરે છે.

Paytm Spoof: બેધડક નકલી Paytm એપનો થઈ રહ્યો છે ઉપયોગ, તમે પણ બની શકો છો આનો શિકાર, જાણો બચવાની રીત
Paytm (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 7:30 AM
Share

કોરોના (Corona)ના આ સમયમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન (Digital Transaction)ને વધુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જ્યાં એક તરફ આ પદ્ધતિ સમય બચાવે છે, તો બીજી તરફ તે આપણને સંક્રમણ ફેલાવવાના જોખમથી પણ બચાવે છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ભલે અનુકૂળ હોય, પરંતુ તે જોખમથી મુક્ત પણ નથી. વધી રહેલા ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની સાથે સાથે ઓનલાઈન હેકર્સ કે છેતરપિંડીની પ્રવૃત્તિ પણ વધી છે.

તાજેતરમાં, આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં ઓનલાઈન છેતરપિંડી (Online fraud)દ્વારા નિર્દોષ લોકોની કમાણી ઠગી લેવામાં આવી છે. તેથી, તમારે ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે પણ ખૂબ કાળજી રાખવાની જરૂર છે. તમે જાણતા જ હશો કે છેલ્લા કેટલાક મહિનામાં Paytm સ્પૂફ એપ (Paytm Spoof)નો ઉપયોગ કરીને નિર્દોષ લોકો સાથે છેતરપિંડીની ઘટનાઓ ખૂબ જ ઝડપથી વધી છે. આ એપનું ઈન્ટરફેસ મૂળ પેટીએમ એપ જેવું જ છે. આનો ઉપયોગ કરીને, ઠગ ઘણીવાર લોકોને સરળતાથી છેતરે છે.

આ પ્રકારની છેતરપિંડી કેવી રીતે કરવામાં આવે છે તેની તમને જાણ હોવી જોઈએ. જેથી તમે ક્યારેય તેનો શિકાર ન બની શકો. વાસ્તવમાં, Paytm સ્પૂફ્સ સંબંધિત મોટા ભાગના કિસ્સાઓમાં, ઠગ્સ પહેલા કોઈ દુકાનમાંથી કંઈક ખરીદે છે. આ પછી, ચુકવણી કરતી વખતે, Paytm સ્પૂફનો ઉપયોગ કરીને નકલી પેમેન્ટ નોટિફિકેશન બનાવે છે.

આ કરવા માટે, ઠગ દુકાનનું નામ, દુકાનદારનો ફોન નંબર અને અન્ય વિગતો પૂછે છે. બધી માહિતી દાખલ કર્યા પછી, આ લોકો તેમને નકલી ચૂકવણી બતાવે છે, જે બિલકુલ વાસ્તવિક જેવી લાગે છે. એટલું જ નહીં આ Paytm સ્પૂફ દુકાનદારના ખાતામાં પેમેન્ટની નકલી સૂચના મોકલે છે, પરંતુ હકીકતમાં બેંક ખાતામાં પૈસા જમા થતા નથી.

આવા કૌભાંડોથી કેવી રીતે બચવું

જો તમે પણ આના શિકાર બનવાથી બચવા માંગતા હોવ તો તમારે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. કોઈપણ વ્યક્તિ પાસેથી ચુકવણી લીધા પછી તમારે હંમેશા તમારા બેંક ખાતાની બેલેન્સ રકમ તપાસવી જોઈએ. આ સાથે, તમારે ક્રેડિટના સ્ત્રોતની પણ ચકાસણી કરવી જોઈએ. ત્યારે ખાતરી કરો કે ચુકવણી ક્રેડિટની સૂચના હંમેશા તમારી બેંક તરફથી આવવી જોઈએ.

આ પણ વાંચો: Viral: શખ્સે વાદ્ય પર રામ લખન ફિલ્મનું ગીત વગાડતા જ ઝુમી ઉઠ્યા લોકો, વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો: Red radish Farming : લાલ મૂળાની ખેતી કરીને ઓછા ખર્ચે વધુ કમાણી કરી શકે છે ખેડૂતો, પરંતુ આ વાતનું રાખવું પડશે ધ્યાન

બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
g clip-path="url(#clip0_868_265)">