ફેસબુક-ઇન્સ્ટાગ્રામ અઠવાડિયામાં બીજી વાર થયુ ડાઉન, કંપનીએ યુઝર્સની માફી માંગી

સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એક સપ્તાહમાં બીજી વખત ડાઉન થયું હતુ. આ બંને એપ્સે એક નિવેદન બહાર પાડીને સમસ્યાનો સામનો કરવા બદલ યુઝર્સની માફી માંગી છે

ફેસબુક-ઇન્સ્ટાગ્રામ અઠવાડિયામાં બીજી વાર થયુ ડાઉન, કંપનીએ યુઝર્સની માફી માંગી
File photo

સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ ઇન્સ્ટાગ્રામ (Instagram) અને ફેસબુક (Facebook) એક સપ્તાહમાં બીજી વખત ડાઉન થયું. સર્વિસ ડાઉન (Service down) હોવાને કારણે બન્ને એપના લાખ્ખો યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. રાત્રે 12 વાગ્યા પછી લગભગ એક કલાક સુધી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બંને એપ પ્રભાવિત રહી હતી. સર્વર ડાઉન થવાને કારણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ થોડા સમય માટે બંધ થઈ ગયા હતા. જેના કારણે ઘણા યુઝર્સને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, હવે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની સેવા પુનસ્થાપિત કરવામાં આવી છે. અગાઉ રવિવાર-સોમવારે ( 3 થી 4 ઓક્ટોબર વચ્ચે ) પણ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપના સર્વરો લગભગ છ કલાક માટે બંધ હતા.

ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બંને એપ્સે એક નિવેદન બહાર પાડીને, સર્વિસ ડાઉન હોવાને કારણે આવી રહેલી સમસ્યા બદલ યુઝર્સની માફી માંગી છે. ફેસબુકે ટ્વિટ કર્યું, “અમને માફ કરશો. કેટલાક લોકોને અમારી એપ્લિકેશન્સ અને વેબસાઇટ્સને એક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી છે. જો તમે અમારી સેવાનો ઉપયોગ ન કરી શકો તો અમે દિલગીર છીએ. અમે જાણીએ છીએ કે તમે એકબીજા સાથે વાતચીત કરવા માટે અમારા પર કેટલા નિર્ભર છો. હવે અમે સમસ્યા હલ કરી છે. આ વખતે પણ ધીરજ રાખવા બદલ ફરી આભાર. ”

તે જ સમયે, ઇન્સ્ટાગ્રામએ તેના નિવેદનમાં કહ્યું કે અમે દિલગીર છીએ. તમારામાંના કેટલાકને હમણાં ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં થોડી સમસ્યા આવી રહી છે. અમે દિલગીર છીએ. હમણાં માટે, વસ્તુઓ સ્થિર થઈ ગઈ છે અને બધું પાછું સામાન્ય થવું જોઈએ. અમારી સાથે સહકાર આપવા બદલ આભાર.

આ પણ વાંચોઃ JIMEX: સમુદ્રી યુદ્ધ અભ્યાસમાં ભારત-જાપાનની નૌસેનાએ અરબ સાગરમાં દેખાડ્યો દમ, રક્ષા મંત્રાલયે આપી જાણકારી

આ પણ વાંચોઃ Viral Video : પંડિતજીના સવાલનો વરરાજાએ આપ્યો એવો જવાબ, હસી હસીને લોકોના હાલ બેહાલ !

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati