આખરે Twitter ઝૂક્યું , ભારત સરકારને કહ્યું નવા આઇટી નિયમો પાળવાના તમામ પ્રયાસો કરશે

દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી Twitter અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા(social Media) પ્લેટફોર્મે જણાવ્યું હતું કે નવા આઇટી(IT)કાયદાઓનું પાલન કરવા માટે તમામ પ્રયત્નો કરશે. બુધવારે જાહેર કરેલા એક નિવેદનમાં Twitterના પ્રવક્તાએ કહ્યું - ટ્વિટર ભારત માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે

આખરે Twitter ઝૂક્યું , ભારત સરકારને કહ્યું નવા આઇટી નિયમો પાળવાના તમામ પ્રયાસો કરશે
ટ્વિટર નવા આઇટી કાયદાઓનું પાલન કરવા માટે તમામ પ્રયત્નો કરશે

દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી Twitter અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા(social Media) પ્લેટફોર્મે જણાવ્યું હતું કે નવા આઇટી(IT)કાયદાઓનું પાલન કરવા માટે તમામ પ્રયત્નો કરશે. બુધવારે જાહેર કરેલા એક નિવેદનમાં Twitterના પ્રવક્તાએ કહ્યું – ટ્વિટર ભારત માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

Twitter નવી માર્ગદર્શિકાનું પાલન કરવા માટે તમામ શક્ય પ્રયત્નો કરી રહ્યું છે

સોશિયલ મીડિયા(social Media)પ્લેટફોર્મે આગળ જણાવ્યું હતું કે- અમે ભારત સરકારને ખાતરી આપી છે કે Twitter નવી માર્ગદર્શિકાનું પાલન કરવા માટે તમામ શક્ય પ્રયત્નો કરી રહ્યું છે. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે- “અમારી પ્રગતિ પર એક ઝાંખી ભારત સરકાર સાથે શેર કરવામાં આવી છે. અમે ભારત સરકાર સાથે સકારાત્મક વાતચીત ચાલુ રાખીશું.”

સોશિયલ મીડિયા કંપનીઓ માટે નવા આઈટી નિયમો

આ પહેલા ઓનલાઈન સોશયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરે સરકાર પાસેથી નવી માહિતી ટેકનોલોજી (IT)ના નિયમોનું પાલન કરવા માટે વધુ સમય માંગ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે સરકારે સોશિયલ મીડિયા કંપનીઓ માટે નવા આઈટી નિયમો જાહેર કર્યા છે. આ નવા નિયમ હેઠળ ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા મોટા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વધારાના પગલા લેવાની જરૂર રહેશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો

આમાં ભારતમાં મુખ્ય  કોમ્પલાયન્સ અધિકારી, નોડલ અધિકારી અને ફરિયાદ અધિકારીની નિમણૂક વગેરેનો સમાવેશ થાય છે.નવા નિયમોનું પાલન કરવા માટે મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. આ કેટેગરીમાં તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રાખવામાં આવ્યા છે, જેમના રજિસ્ટર્ડ યુઝર્સની સંખ્યા 50 લાખથી વધુ છે.

આ નિયમો 26 મે 2021 થી લાગુ

ટ્વિટરને મોકલવામાં આવેલી નોટિસમાં મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે, જોકે આ નિયમો 26 મે 2021 થી લાગુ છે, પરંતુ ટ્વિટરને અંતિમ સૂચના દ્વારા નિયમોનું પાલન કરવાની તક આપવામાં આવે છે. તેણે તરત જ નિયમોનું પાલન કરવું પડશે. જો તે આમ કરવામાં નિષ્ફળ જશે તો માધ્યમ તરીકે જવાબદારીમાંથી આપવામાં આવેલી મુક્તિ મળશે નહિ. તેમજ આઇટી એક્ટ અને અન્ય દંડની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે.