શું તમારા Gmail ઇનબોક્સમાં પડ્યા છે ફાલતુ ઇમેલ્સ ? આ રીતે કરો બલ્કમાં ડિલીટ

ભેગા થયેલા મેસેજને કારણે તમને મહત્વના મેઇલ શોધવામાં મુશ્કેલી તો આવે જ છે સાથે તે તમારા મોબાઇલ અને જીમેઇલ એપને પણ સ્લો પણ કરી દે છે.

શું તમારા Gmail ઇનબોક્સમાં પડ્યા છે ફાલતુ ઇમેલ્સ ?  આ રીતે કરો બલ્કમાં ડિલીટ

જો તમારા જીમેલ ઇનબોક્સમાં (Gmail Inbox) હજારો અનરીડ ઇમેલ સ્પેસ રોકી રહ્યા છે તો જાણી લો તમે એકલા નથી. ઇનબોક્સને ક્લિન રાખવુ એ ખુબ મુશ્કેલ કામ છે. આ ઇમેલને આપણે સમયાંતપરે ડિલીટ નથી કરી શક્તા અને આ ભેગા થયેલા મેસેજને કારણે તમને મહત્વના મેઇલ શોધવામાં મુશ્કેલી તો આવે જ છે સાથે તે તમારા મોબાઇલ અને જીમેઇલ એપને પણ સ્લો પણ કરી દે છે. જીમેઇલ તમને એક સાથે આ બધા ઇમેલને ડિલીટ કરવાનું ઓપ્શન નથી આપતુ. તેના માટે તમને મહત્તમ લિમીટ એક વારમાં 100 મેસેજ ડિલીટ કરવાની આપે છે. ઉપરથી તમારે ડિલીટ કરવા માટે મેલને મેન્યુઅલી સિલેક્ટ કરવા પડે છે અને આ પ્રોસેસ ખૂબ જ કંટાળાજનક હોય છે.

 

તમારા જીમેલ ઇનબોક્સમાં મેઇલને સામૂહિક રીતે ડિલીટ કરવાની એક ટ્રીક છે પરંતુ તે ફક્ત વેબ બેસ્ડ જીમેલમાં કામ કરે છે.

 

તમારે પહેલા એ ઇમેલને ધ્યાનમાં લેવા પડશે કે જે તમારા માટે જરૂરી છે અને તમારે તેને ડિલીટ નથી કરવા. તમારે કામના તમામ મેસેજને અનરીડના રૂપમાં સિલેક્ટ કરવા પડશે અથવા તો સિલેક્ટ કરીને અન્ય ફોલ્ડરમાં લઇ જવા પડશે જેથી સુનિશ્ચિત કરી શકાય કે કોઇ પણ કામના ઇમેલ ડિલીટ નથી થયા. ત્યાર બાદ તમારે તમારુ ઇનબોક્સ ખોલવાનું છે અને સર્ચબારમાં is:read કમાન્ડ ટાઇપ કરીને એન્ટર દબાવો. જીમેલ એ બધા જ મેલને સોર્ટ કરશે જેને તમે પહેલા વાંચી ચૂક્યા છો. હવે ચેક બોક્સ વિકલ્પની સાથે બધા મેસેજને એક સાથે સિલેક્ટ કરો.

 

હવે જ્યારે તમે એ 100 મેસેજને સિલેક્ટ કરો છો કે જેની અનુમતી તમને ગુગલ આપે છે. તો ગ્રે કલરમાં સિલેક્ટ મેસેજ સાથે તમને select all conversations that match this search નું ઓપ્શન જોવા મળશે.

 

હવે તમારે એક વાર ચેક કરવાનું છે કે તમારા કોઇ જરૂરી મેઇલ તો સિલેક્ટ નથી થઇ ગયાને હવે સિલેક્ટ કરેલા તમામ મેસેજને ડિલીટ કરવા માટે ટાસ્કબારના ટ્રેશ આઇકોન પર ક્લિક કરો. જ્યારે તમે ટ્રેશ આઇકોન પર ક્લિક કરો છો તો એક વાર તે તમારી પાસે કન્ફરમેશન માંગશે અને જ્યારે તમે ઓકે પર ક્લિક કરીને મંજૂરી આપશો તો બધા સિલેક્ટેજ મેઇલ ટ્રેશમાં જતા રહેશે.

 

આ પણ વાંચો – Pooja Rani : બોક્સર પુજા રાનીએ શાનદાર જીત સાથે ક્વાર્ટર ફાઈનલમાં કર્યો પ્રવેશ, મેડલથી માત્ર એક પગલું દુર

Click on your DTH Provider to Add TV9 Gujarati