શું તમે પણ છુપાવવા માંગો છો તમારી WhatsApp ચેટ ? ફોલોવ કરો આ સરળ સ્ટેપ્સ

|

Aug 12, 2021 | 7:37 PM

જો તમે વોટ્સએની કોઇ ચેટને છુપાવવા માંગતા હોવ અને તમે નથી ઇચ્છતા કે તે તમારી ચેટ લિસ્ટમાં ઉપર આવી જાય તો હવે તમે વોટ્સએપમાં ચેટને છુપાવી શકો છો.

શું તમે પણ છુપાવવા માંગો છો તમારી WhatsApp ચેટ ? ફોલોવ કરો આ સરળ સ્ટેપ્સ
Now you can hide your WhatsApp chats

Follow us on

કેટલીક વાર એવુ થાય છે કે તમે વોટ્સએની (WhatsApp) કોઇ ચેટને છુપાવવા માંગતા હોવ અને નથી ઇચ્છતા કે તે તમારી ચેટ લિસ્ટમાં ઉપર આવી જાય. હવે તમે વોટ્સએપમાં ચેટને છુપાવી શકો છો. એપ હવે તેમને ચેટ છુપાવવાની પરવાનગી આપે છે અને આ ફિચરનું નામ છે આર્કાઇવ. તમને જણાવી દઇએ કે, ચેટને છુપાવ્યા બાદ તે ચેટને ડિલીટ નથી કરતુ.

આ વોટ્સએપ ટીપ્સને એપ્લાય કરવા માટે તમારે કોઇ પણ ચેટની ઉપર લોન્ગ પ્રેસ કરવુ પડશે અને પછી વોટ્સએપ એક આર્કાઇવ બોક્સને ડિસ્પ્લે કરશે. ત્યાર બાદ તમારે બોક્સ પર ક્લિક કરીને ચેટને હાઇડ કરવાનું છે. કોઇ પણ યૂઝરનું આર્કાઇવ અથવા તો ગ્રૃપ ચેટ ત્યા સુધી આર્કાઇવ રહેશે જ્યાં સુધી તે તમને કોઇ નવો મેસેજ નથી કરતા. તમને આર્કાઇવ ચેચની નોટિફિકેશ ત્યાં સુધી નહી આવે જ્યાં સુધી તમે તે ચેટનો જવાબ નહી આપો અથવા તો કોઇ તમને મેન્શન નથી કરતુ

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

હંમેશા માટે વોટ્સએપ પર ચેટ કઇ રીતે છુપાવવી ?

તેના માટે તમારે કીપ ચેટ્સ આર્કાઇવ ફીચરને ચાલુ કરવુ પડશે, તેના માટે તમારે સેટિંગ્સ-ચેટ્સ-આર્કાઇવ ચેટ્સ-કીપ ચેટ્સ આર્કાઇવ પર જવુ પડશે. એકવાર તેને ઇનેબલ કર્યા બાદ તમે જે પણ ચેટ મેસેજિંગ એપમાં છુપાવ્યા છે તે હંમેશા માટે હાઇડ થઇ જશે. અહીં સૌથી મોટી તકલીફ એ છે કે એક વાર આર્કાઇવ કર્યા બાદ વોટ્સએપ તેને આર્કાઇવ બોક્સના ટોપ પર લાવી દેશે. પરંતુ તેને તમે હટાવી પણ શકો છો.

આર્કાઇવ બોક્સને એન્ડ્રોઇડમાંથી રિમૂવ કઇ રીતે કરવુ ?

સૌથી પહેલા તમારે પોતાના સ્માર્ટફોનમાં વોટ્સએપને ઓપન કરવાનું રહેશે અને પછી આર્કાઇવ બોક્સ પર ક્લિક કરવાનું રહેશે જે ટોપ સ્ક્રિન પર લોકેટેડ હશે. ત્યાર બાદ વોટ્સએપ તમારી દરેક આર્કાઇવ ચેટને ઓપન કરી દેશે. હવે તમારે ત્રણ ડોટના આઇકોન પર ક્લિક કરવાનું છે. હવે તમારે આર્કાઇવ સેટિંગ્સ પર ક્લિક કરવાનું છે.

હવે તમારે કીપ ચેટ્સ આર્કાઇવ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. એક વાર ડિસેબલ કર્યા બાદ, આર્કાઇવ બોક્સ સીધુ તમારી સ્ક્રિનના ટોપ પર આવી જશે.

 

આ પણ વાંચો – Independence Day: અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેર પર લહેરાશે અત્યાર સુધીનો સૌથી મોટો તિરંગો, કરાયુ વિવિધ કાર્યક્રમોનુ આયોજન

આ પણ વાંચો – તાલિબાનોનો ગઝની પર કબજો : યુએસ ગુપ્તચર એજન્સીનો દાવો, તાલિબાન 90 દિવસમાં કાબુલને સંપૂર્ણપણે કબજે કરી લેશે

Next Article