તાલિબાનોનો ગઝની પર કબજો : યુએસ ગુપ્તચર એજન્સીનો દાવો, તાલિબાન 90 દિવસમાં કાબુલને સંપૂર્ણપણે કબજે કરી લેશે

તાલિબાને અન્ય એક પ્રાંતીય રાજધાની ગઝની પર કબજો મેળવ્યો છે. ગઝની 10મી પ્રાંતીય રાજધાની બની ગઈ છે, જે તાલિબાનના નિયંત્રણમાં છે.

તાલિબાનોનો ગઝની પર કબજો : યુએસ ગુપ્તચર એજન્સીનો દાવો, તાલિબાન 90 દિવસમાં કાબુલને સંપૂર્ણપણે કબજે કરી લેશે
તાલિબાને અન્ય એક પ્રાંતીય રાજધાની ગઝની પર કબજો મેળવ્યો છે. આમ ગઝની 10મી પ્રાંતીય રાજધાની બની ગઈ છે,જે તાલિબાનના નિયંત્રણમાં છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 6:21 PM

તાલિબાને(Taliban) ગુરુવારે કાબુલ નજીક વધુ અન્ય એક પ્રાંતીય રાજધાની ગઝની પર કબજો કર્યો. અમેરિકન અને નાટો સૈનિકોની પરત ફરવાની કાર્યવાહી વચ્ચે તાલિબાનોએ અફઘાનિસ્તાનના વિવિધ ભાગોમાં બોમ્બમારો ચાલુ રાખ્યો છે. આ દરમિયાન, ગઝની એક અઠવાડિયાથી વધુ સમય માટે તાલિબાન(Taliban)ના હાથમાં જનારી 10મી પ્રાંતીય રાજધાની બની ગઈ છે.તાલિબાનીઓએ કાબુલથી માત્ર 130 કિલોમીટર દક્ષિણ -પશ્ચિમે ગઝની શહેર પર ઇસ્લામિક ઘોષણાવાળા સફેદ ધ્વજ ફરકાવ્યો હતો.

બે સ્થાનિક અધિકારીઓએ સમાચાર સંસ્થાને જણાવ્યું હતું કે શહેરની બહાર એક ગુપ્તચર મથક અને લશ્કરી સ્થાનો પર છૂટીછવાઈ લડાઈ ચાલુ હતી.તાલિબાનોએ ગઝની પ્રાંતની રાજધાની ગઝનીમાં તેમની હાજરી દર્શાવતા વીડિયો અને ફોટા ઓનલાઇન જાહેર કર્યા છે.અફઘાન(Afghanistan) સુરક્ષા દળો અને સરકારે લડાઈ અંગે માંગવામાં આવેલા પ્રતિભાવ પર કોઈ ટિપ્પણી કરી નથી.જો કે, રાષ્ટ્રપતિ અશરફ ગની મહિનાના અંતમાં યુએસ અને નાટો સૈનિકોને પાછી ખેંચી લે તે પહેલા તાલિબાન પર તેમના દેશના વિશેષ દળો અને યુએસ એરપાવર સાથે હુમલો કરી રહ્યા છે.

કાબુલનું સંરક્ષણ ટૂંક સમયમાં સરકારની પ્રાથમિકતા બની શકે છે

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

જો કે, અત્યાર સુધી રાજધાની પર કોઈ સીધો ખતરો નથી.પરંતુ તાલિબાન જે ઝડપે દેશના વિવિધ પ્રાંતોની રાજધાનીઓ પર કબજો કરી રહ્યું છે. તેને જોઈને એ પ્રશ્ન ઉદ્ભવે છે કે અફઘાન(Afghanistan) સરકાર કેટલા દિવસો સુધી તેના નિયંત્રણ હેઠળના વિસ્તારો પર પકડ રાખી શકશે. માનવામાં આવે છે કે આગામી દિવસોમાં તાલિબાનના ઉદયને જોતા સરકારે પોતાની સુરક્ષા માટે કાબુલમાં સૈનિકો તૈનાત કરવા પડી શકે છે. બીજી બાજુ તાલિબાનની હિંસાથી બચવા માટે દેશના વિવિધ શહેરોમાંથી હજારો લોકો કાબુલ પહોંચી ગયા છે.

સ્થાનિક નેતાઓએ ગઝની તાલિબાનના હાથમાં ગયાની પુષ્ટિ કરી

ગઝની પ્રાંતીય પરિષદના સભ્ય અમાનુલ્લાહ કામરાનીએ જણાવ્યું હતું કે શહેરની બહાર બે સ્થળો સરકારી દળોના નિયંત્રણમાં છે.ગઝનીના ધારાસભ્ય મોહમ્મદ આરીફ રહેમાનીએ પણ એવું જ કહ્યું હતું કે શહેર તાલિબાનના હાથમાં ગયું છે. એ વચ્ચે તાલિબાનના ગઠ હેલમંદ પ્રાંતની રાજધાની લશ્કર ગાહમાં ભીષણ લડાઈ ફાટી નીકળી છે.આસપાસના સુરક્ષા દળના જવાનો રાજધાની બચાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે.એક સપ્તાહ સુધી ચાલેલા ભીષણ તાલિબાન ઓપરેશનમાં નવ શહેરો પહેલાથી જ સંપૂર્ણ રીતે કબજે કરવામાં આવ્યા છે.

તાલિબાન 90 દિવસમાં સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કરી શકે છે

તે જ સમયે, યુએસ ગુપ્તચર એજન્સીએ દાવો કર્યો છે કે 30 દિવસની અંદર તાલિબાન અફઘાનિસ્તાનની રાજધાની કાબુલને અન્ય વિસ્તારોથી અલગ કરશે.તે જ સમયે, તાલિબાન 90 દિવસમાં તેને સંપૂર્ણપણે કબજે કરી લેશે.અમેરિકન ગુપ્તચર એજન્સીઓએ આ ગુપ્તચર અહેવાલ રાષ્ટ્રપતિ જો બિડેનને સુપરત કર્યો છે.અગાઉ એવું માનવામાં આવતું હતું કે તાલિબાનને અફઘાનિસ્તાન પર કબજો કરવામાં ઓછામાં ઓછા 12 મહિના લાગશે. અત્યારે તાલિબાન અફઘાનિસ્તાનના 65 ટકા ભાગ પર નિયંત્રણ ધરાવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">