AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Independence Day: અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેર પર લહેરાશે અત્યાર સુધીનો સૌથી મોટો તિરંગો, કરાયુ વિવિધ કાર્યક્રમોનુ આયોજન

Times Square: ભારતના 75 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારતીય અમેરિકન સમુદાય પણ ઉજવણી કરશે.અહીં સૌથી મોટો તિરંગો ટાઇમ્સ સ્ક્વેર પર ફરકાવવામાં આવશે અને દિવસભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

Independence Day: અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેર પર લહેરાશે અત્યાર સુધીનો સૌથી મોટો તિરંગો, કરાયુ વિવિધ કાર્યક્રમોનુ આયોજન
ટાઇમ્સ સ્ક્વેર: ભારતના 75 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારતીય અમેરિકન સમુદાય પણ ઉજવણી કરશે.અહીં સૌથી મોટો તિરંગો ટાઇમ્સ સ્ક્વેર પર ફરકાવવામાં આવશે અને દિવસભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 6:31 PM
Share

Tricolour at Times Square: ભારતના 75 માં સ્વતંત્રતા દિવસ(Independence Day) નિમિત્તે અમેરિકાના ટાઇમ્સ સ્ક્વેર (Times Square) પર અત્યાર સુધીનો સૌથી મોટો તિરંગો ફરકાવવામાં આવશે. અગ્રણી ભારતીય વિદેશી સંસ્થા 15 ઓગસ્ટના રોજ અહીં તિરંગો ફરકાવશે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન નામની સંસ્થા આ સમયગાળા દરમિયાન દિવસભર ઉજવણીનું પણ આયોજન કરશે.માહિતી અનુસાર, સૌ પ્રથમ ભારત દિવસનું બિલબોર્ડ ટાઇમ્સ સ્ક્વેર(Times Square) પર 24 કલાક માટે પ્રદર્શિત થશે. આ સાથે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ભારતીય તિરંગાના રંગોમાં પ્રકાશિત થશે.

સ્વતંત્રતા દિવસ(Independence Day) નિમિત્તે સાંજે, હડસન નદી પર અદભૂત ક્રૂઝ હશે, જેમાં ભારતીય અમેરિકન સમુદાયના સભ્યો તેમજ વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને અગ્રણી મહેમાનો ઉપસ્થિત રહેશે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન્સ (FIA) અનુસાર, ન્યૂયોર્કમાં ભારતના કોન્સલ જનરલ રણધીર જયસ્વાલ 25 ફૂટ ઉંચા થાંભલા પર 6 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો તિરંગો ફરકાવશે.

આ પરંપરા ચાલુ રાખવામાં આવશે

અગાઉ, ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશને ગયા વર્ષે પણ ટાઈમ્સ સ્ક્વેર પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ન્યુયોર્કમાં પ્રતિષ્ઠિત સ્થળે ભારતીય ધ્વજ ફરકાવવાની આ પહેલી ઘટના હતી.FIA ના પ્રમુખ અંકુર વૈદ્યનું કહેવું છે કે તેમની સંસ્થા દર વર્ષે ટાઈમ્સ સ્ક્વેરમાં તિરંગો ફરકાવવાનું લક્ષ્ય ધરાવે છે. એનુ કારણ એ છે કે આ ઇવેન્ટનું પોતાનું અનન્ય મહત્વ છે. તેથી જ તેમની સંસ્થા આ પરંપરા ચાલુ રાખવા માંગે છે. તેમણે કહ્યું કે આ વર્ષે લહેરાવવામાં આવનાર તિરંગો અત્યાર સુધીનો સૌથી મોટો હશે.

સમારોહમાં કોણ હાજરી આપશે?

ભારતીય-અમેરિકન ખેલાડી અને ચેસના ઇતિહાસમાં સૌથી નાનો એટલે કે 12 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર અભિન્યુ મિશ્રા સ્વતંત્રતા દિવસ (Biggest Indian Flag on Times Square) પ્રસંગે આયોજિત સમારોહમાં પણ ભાગ લેશે. આ સિવાય ઇતિહાસ સર્જનાર 17 વર્ષીય સમીર બેનર્જીનું સન્માન કરવામાં આવશે. તેણે ગયા મહિને વિમ્બલ્ડન બોયઝ સિંગલ્સની ફાઇનલ જીતી હતી. મિશ્રા અને બેનર્જી બંને ન્યૂ જર્સીના રહેવાસી છે. કલાકારો જોનિતા ગાંધી અને મિકી સિંહ મહેમાન તરીકે આવશે.

g clip-path="url(#clip0_868_265)">