પાન-આધાર કાર્ડ લિંક કરવા માટે ઇન્ટરનેટ વિના ઘરે બેઠા કરો આ કામ

|

Mar 30, 2022 | 4:59 PM

વર્તમાન સમયમાં કોઈપણ ભારતીય નાગરિક માટે આધાર કાર્ડ અને પાન કાર્ડ - આ બંને એવા આઇડેન્ટિટી કાર્ડઝ છે, કે જેનો આજે દરેક જગ્યાએ તમારે ઉપયોગ કરવો પડે છે. આજે અમે તમને આધાર અને પાન કાર્ડ અંગે કેટલીક સરળ ટિપ્સ જણાવીશું.

પાન-આધાર કાર્ડ લિંક કરવા માટે ઇન્ટરનેટ વિના ઘરે બેઠા કરો આ કામ
Pan Card & Aadhaar Card Symbolic Image

Follow us on

જો તમે પહેલીવાર ટેક્સ પેમેન્ટ (Tax Payment) કરી રહ્યા છો અને હજુ સુધી તમારા પાન કાર્ડને (Pan Card) આધાર કાર્ડ (Aadhaar Card) સાથે લિંક નથી કર્યું, તો અમે તમને તમારા માટે એક સરળ પ્રક્રિયા જણાવી દઈએ, જેના દ્વારા તમે આ કામ ઘરે બેઠા સરળતાથી ઇન્ટરનેટ વગર પણ કરી શકો છો. વર્તમાન ચાલુ નાણાકીય વર્ષ 2021-22 પૂરા થવામાં હવે માત્ર થોડા દિવસો બાકી છે. અને તમામ કરદાતાઓ માર્ચના અંત પહેલા તેમના દસ્તાવેજો તૈયાર કરવામાં વ્યસ્ત છે. જેના દ્વારા તેઓ ટેક્સ બચાવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કરદાતાઓ પાસે હવે થોડા જ દિવસો બાકી છે. આ પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ કાર્ય પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાનું છે. જેના વિના કરદાતાઓને ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સાથે, રૂપિયા 50,000 અને તેનાથી વધુના બેંક વ્યવહારો કરવા માટે બંને કાર્ડને લિંક કરવું જરૂરી છે.

જો કે, તેની પ્રક્રિયા એકદમ સરળ છે. તે પૂર્ણ થવામાં ભાગ્યે જ થોડી મિનિટો લે છે. જો તમે પહેલીવાર ટેક્સ પેમેન્ટ કરી રહ્યા છો અને હજુ સુધી તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક નથી કરાવ્યું, તો અમે તમારા માટે એક સરળ પ્રક્રિયા અમે તમને અહીંયા જણાવીશું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

PAN કાર્ડને આધાર સાથે ઓનલાઈન કેવી રીતે લિંક કરવું 

તમે આ બંને કાર્ડ્સને બે રીતે લિંક કરી શકો છો. આવકવેરા ઈ-ફાઈલિંગ વેબસાઈટ દ્વારા અથવા SMS દ્વારા. તમે તેને ઑનલાઇન કેવી રીતે કરી શકો તે પ્રકિયા નીચે મુજબ છે.

  1.  આવકવેરા વેબસાઇટની મુલાકાત લો, અથવા તમારા બ્રાઉઝર પર આ લિંક ટાઈપ કરો-  https://www.incometax.gov.in/iec/foportal
  2.  આ પોર્ટલ ખુલ્યા પછી, ક્વિક લિંક્સ હેઠળ, તમને ‘લિંક આધાર’નો વિકલ્પ મળશે. તેના પર હવે ક્લિક કરો.
  3. હવે તમને તે પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે જ્યાં તમારે PAN, આધાર કાર્ડ નંબર, આધાર કાર્ડ પર લખેલું તમારું નામ અને તમારો નોંધાયેલો મોબાઇલ નંબર દાખલ કરવો પડશે.
  4.  હવે પેજ પર નીચે તમને એક ચેક બોક્સ મળશે જે પૂછશે કે શું તમારે તમારા આધાર કાર્ડમાં માત્ર જન્મ વર્ષ જ આપવું પડશે. આ બૉક્સને ચેક કરો અને તે બૉક્સને પણ ચેક કરો જ્યાં તમે આધાર કાર્ડની વિગતો મેળવવા માંગો છો. એકવાર આ પ્રક્રિયા થઇ ગયા પછી, ‘લિંક આધાર’ ઓપ્શન પર ક્લિક કરો.
  5.  હવે સ્ક્રીન પર જઈને કેપ્ચા કોડ દાખલ કરો. જો તમે ઇચ્છો તો, તમે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP જનરેટ કરી શકો છો.
  6.  હવે ‘લિંક આધાર’ બટન પર ક્લિક કરો અને એકવાર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી તમને એક પોપ-અપ સ્ક્રીન પર જોવા મળશે, કે જે તમને કહેશે કે તમારું આધાર-પાન- આમ બંને કાર્ડ્સનું લિંકિંગ થઈ ચૂક્યું છે.

અમે તમને જણાવી દઈએ કે, ઇન્ટરનેટ વિના PAN કાર્ડને આધાર સાથે કેવી રીતે લિંક કરવું જો તમે ઇચ્છો, તો તમે ઇન્ટરનેટ વિના પણ તમારા PAN અને આધાર કાર્ડને લિંક કરી શકો છો. આ માટે તમારે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે. આમાં, કાર્ડને ફક્ત SMS દ્વારા લિંક કરી શકાય છે.

  1. તમારા મોબાઈલ પર, SMS ખોલો અને UIDPAN <12-અંકનો આધાર નંબર> <10-અંકનો PAN> લખો.
  2.  એકવાર તમે બધી વિગતો દાખલ કરી લો તે પછી, રીસિપ્ટ બોક્સ પર – 567678 અથવા 56161 પર આ નંબર દાખલ કરો. તમારું આધાર અને PAN કાર્ડ બંને લિંક થઈ જશે.

 

આ પણ વાંચો – Tech Tips : Google Pay એ લોન્ચ કર્યું Tap to Pay ફિચર, ઓટોમેટિક થઈ જશે પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રોસેસ

Next Article