Tech Tips: Aadhaar Cardમાં ખોટી છે જન્મતારીખ તો ટેન્શન ન લો, માત્ર એક ક્લિકમાં થઈ જશે ચેન્જ
UIDAI એ જન્મ તારીખ બદલવાની પ્રક્રિયાને સરળ બનાવી છે. તમે ફક્ત એક લિંક પર ક્લિક કરીને ઘરે બેઠા આ ફેરફારો કરી શકો છો. ચાલો જાણીએ આધારમાં જન્મતારીખ બદલવાની સૌથી સરળ રીત.
આધાર કાર્ડ (Aadhaar Card) આજે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. તેનો ઉપયોગ માત્ર આઈડી પ્રૂફ તરીકે જ થતો નથી, પરંતુ તેનો ઉપયોગ સરકારી યોજનાઓનો લાભ લેવા, કોરોનાની રસી મેળવવા અને અન્ય ઘણી મહત્વપૂર્ણ બાબતો માટે થઈ રહ્યો છે. ત્યારે આધારમાં કોઈપણ ભૂલ તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. તેથી, જો આધાર કાર્ડ ધારકને ભૂલની જાણ થાય તો તરત જ તેને સુધારી લો. ઘણી બાબતો, નાની ભૂલ જેવી કે ખોટી જન્મતારીખ (Date of Birth) કે જન્મતારીખમાં થયેલી ભૂલ પણ મોટી બની જાય છે,
આવી સ્થિતિમાં તેને તાત્કાલિક સુધારવી જોઈએ. UIDAIએ જન્મ તારીખ બદલવાની પ્રક્રિયાને સરળ બનાવી છે. તમે ફક્ત એક લિંક પર ક્લિક કરીને ઘરે બેઠા આ ફેરફારો કરી શકો છો. ચાલો જાણીએ આધારમાં જન્મતારીખ બદલવાની સૌથી સરળ રીત.
આધાર કાર્ડમાં જન્મતારીખ કેવી રીતે બદલવી
- તમારી જન્મ તારીખ ઓનલાઈન અપડેટ કરવા માટે https://ssup.uidai.gov.in/ssup/ પર ક્લિક કરો.
- તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર દાખલ કરો અને કેપ્ચા કોડ ભરો.
- Send OTP વિકલ્પ પર ક્લિક કરો, જે પછી તમારા મોબાઇલ ફોન પર મોકલવામાં આવશે.
- પોર્ટલમાં તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલેલ OTP દાખલ કરો અને લોગિન પર ક્લિક કરો.
- હવે Date of birthનો વિકલ્પ પસંદ કરો.
- હવે તમારા ઓરિજિનલ દસ્તાવેજોની નકલને સ્કેન પર અપલોડ કરો.
- જો તમે જાણતા ન હોવ કે તમારે જન્મતારીખ બદલવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે, તો તમે https://uidai.gov.in/images/commdoc/valid_documents_list.pdf પર ક્લિક કરીને ચેક કરી શકો છો. તમામ માહિતી અહીં ઉપલબ્ધ છે. દસ્તાવેજ દ્વારા અપલોડ કરેલી માહિતી સબમિટ કરો.
આમ કર્યા પછી તમારા આધારમાં જન્મતારીખ બદલાઈ જશે, ત્યારબાદ તમે તમારા અપડેટેડ આધારની ઓનલાઈન પ્રિન્ટ લઈ શકશો.
આ પણ વાંચો: Tech Tips: Google Pay પર કરી શકો છો કોઈને પણ બ્લોક, અપનાવો આ સરળ રીત